1
|
તેમણે તેનો પાયો પવિત્ર પર્વત પર સ્થાપન કર્યો છે. |
2
|
યાકૂબના સર્વ નગરો કરતાઁ, સિયોનના દરવાજાઓને યહોવા વધુ ચાહે છે. |
3
|
હે દેવના નગર, તમારા વિષે અદભૂત વાતો કહેવાય છે. |
4
|
જેઓ મને જાણે છે તેમની વચ્ચે હું મિસર અને બાબિલનો એક યાદીમાં ઉમેરો કરીશ; મારા કેટલાક લોકો પલિસ્તી, તૂર અને કૂશમાં જન્મ્યા છે. |
5
|
વળી સિયોન વિષે કહેવાશે કે: “આ માણસ સિયોનમાં જન્મેલો હતો, અને તે માણસ પણ ત્યાં જન્મ્યો હતો.” દેવે તે શહેર બાંધ્યુ અને તેની સ્થાપના કરી. |
6
|
યહોવા પોતાના બધા લોકોની એક યાદી રાખે છે, જેમાં દરેક જન્મ્યો હતો તે જગાનો સમાવેશ થાય છે. |
7
|
વળી તેઓ ઉત્સવમાં ગીત ગાશે, “મારું સર્વસ્વ તારામાં છે.” |
Psalms 87:1 Gujarati Language Bible Words basic statistical display
COMING SOON ...