1 | હે આકાશના રાજ્યાસન પર બિરાજનાર દેવ; હું તારા ભણી આંખ ઊંચી કરું છું. |
---|
2 | જેમ સેવક પોતાના માલિક તરફ જોયા કરે; જેમ દાસીની આંખો પોતાની શેઠાણીને જોયા કરે; તેમ અમારી આંખો અમારા દેવ યહોવાની દયા થાય ત્યાં સુધી તેના ભણી તાકી રહે છે. |
---|
3 | અમારા પર દયા કરો, હે યહોવા દયા કરો; ખરાબ વ્યવહારથી અમે કંટાળી ગયા છીએ. |
---|
4 | પેલા આળસુ અને ઉદ્ધત લોકો તરફથી અમારા પર પૂરતું અપમાન અને દોષારોપણ થયું. |
---|