1
|
હે યહોવા, તમે મારા હૃદયની પરીક્ષા કરી છે; અને તમે મારા વિષે બધું જાણો છો. |
2
|
મારું બેસવું તથા ઊઠવું તમે જાણો છો; મારા વિચારો પણ તમે વેગળેથી સમજો છો. |
3
|
તમે જાણો છો હું ક્યાં જઇ રહ્યો છું અને હું ક્યારે સુઇ જાઉ છું. હું જે બધું કરું છું તે તમે જાણો છો. |
4
|
હું બોલું તે અગાઉ તમે જાણો છો, કે હું શું કહેવા ઇચ્છુ છું. |
5
|
તમે મને આગળને પાછળ ઘેરી લીધો છે; અને તમે તમારા હાથે મને ઝાલી રાખ્યો છે. |
6
|
આવું જ્ઞાન મને તો અતિ ભવ્ય અને અદૃભૂત છે; તે અતિ ઉચ્ચ છે, હું તેને કળી શકતો નથી. |
7
|
તમારા આત્મા પાસેથી હું ક્યાં જાઉં? તમારી હાજરી માંથી હું ક્યાઁ નાસી જાઉ? |
8
|
જો હું આકાશમાં જાઉં તો તમે ત્યાં છો; જો હું શેઓલમાં જાઉં તો પણ તમે ત્યાં જ છો. |
9
|
જો હું પરોઢિયાની પાંખો પર સમુદ્રોને પેલે પાર ઘણે દૂર જાઉં |
10
|
તો ત્યાં પણ મને તમારો હાથ દોરશે; તમારું સાર્મથ્ય મને સહાય કરશે. |
11
|
જો હું અંધકારમાં સમાઇ જવાનો પ્રયત્ન કરું તો રાત મારી આસપાસ પ્રકાશરૂપ થશે. |
12
|
અંધકાર પણ મને સંતાડી શકતો નથી યહોવાથી; તમારી આગળ રાત પણ દિવસની જેમ પ્રકાશે છે; અંધકાર અને પ્રકાશ બંને છે તમારી દ્રષ્ટિમાં સમાન. |
13
|
કરણ તમે ઘડ્યુઁ છે, અને મારી માતાના ઉદરમાં મારી રચના તમે કરી છે. |
14
|
ભય તથા નવાઇ પમાડે તે રીતે મારી રચના થઇ; માટે હું તમારી આભાર સ્તુતિ ગાઇશ; હું સારી રીતે જાણું છું કે તમારાં કાર્યો ખરેખર અદૃભૂત છે! |
15
|
જ્યારે મારી માતાનાં ગર્ભાશયમાં સંતાઇનેમારી રચના થતી હતી ત્યારે પણ તમે મારાં હાડકાને બનતા નિહાળ્યાં હતા અને જ્યારે મારું શરીર આકાર લેતું હતું. |
16
|
તમારી આંખોએ મારું બીજાંકુર તે સમયે જોયુ હતુ જ્યારે મારા શરીરના એકેય અવયવે આકાર લીધો ન હતો. પછી તમે મારા શરીરના અંગોને વધતા જોયા, તમે તેને તમારા પુસ્તકમાં દરરોજ એ જેમ જેમ આકાર લેતા ગયા તેમ નોંધ્યા. અને તેમાનાં એકેય ગુમ થયેલ નથી! |
17
|
હે દેવ, તારા વિચારો મારા માટે કેટલાં કિંમતી છે! દેવ તમે ઘણું બધું જાણો છો! |
18
|
જો હું તમારા વિચારોને ગણવાનો પ્રયત્ન કરું તો તેઓ રેતીના કણ કરતાંય વધારે થાય, અને જ્યારે હું તેમને ગણવાનું પૂરું કરીશ તો હજી પણ હું તારી સાથે હોઇશ! |
19
|
હે યહોવા, તમે દુષ્ટોનો ખચીત સંહાર કરો; અને લોહી તરસ્યા ખૂનીઓ મારાથી દૂર થાઓ. |
20
|
તેઓ તમારા નામની નિંદા બહુ કરે છે; અને તમારી વિરુદ્ધ મગરુરીથી ઊભા રહે છે; તેઓ કેટલા મૂર્ખ છે! |
21
|
હે યહોવા, તમારો દ્વેષ કરનારાઓનો શું હું દ્વેષ ન કરું? જેઓ તમારી સામે ઊઠે છે; શું હું તેઓનો ધિક્કાર ન કરું? |
22
|
હું તેઓને સંપૂર્ણ રીતે ધિક્કારું છું; હું તમારા શત્રુઓને મારા શત્રુઓ ગણું છું. |
23
|
કરણ ઓળખ; મારી કસોટી કર અને મારા વિચારોને પકડ. |
24
|
ખ થાય તેવી બાબત તમને મારામાં દેખાય તો મને જણાવો; અને સનાતન માગેર્ મને દોરી જાઓ. |
Psalms 139:1 Gujarati Language Bible Words basic statistical display
COMING SOON ...