1
|
હે ન્યાયી લોકો, યહોવામાં હરખાઓ; શુદ્ધ હૃદયવાળા લોકો યહોવાની સ્તુતિ કરે તે સારું છે. |
2
|
વીણા વગાડી યહોવાની સ્તુતિ કરો, દશ તારનું વાજીંત્ર વગાડી ગાઓ; સ્તુતિના મધુર ગીતો આનંદથી ગાઓ. |
3
|
યહોવાના નૂતન ગીતો ગાઓ; વાજીંત્રોને કુશળતાથી અને મોટેથી વગાડો. |
4
|
યહોવાનો પ્રત્યેક શબ્દ ન્યાયી છે, તેનાં સર્વ કાર્ય ભરોસાપાત્ર છે. |
5
|
તે ન્યાય અને નિષ્પક્ષતાને ચાહે છે. પૃથ્વી યહોવાની કૃપાથી ભરાઇ ગઇ છે. |
6
|
એમણે શબ્દોચ્ચાર કર્યો અને અકાશનું નિર્માણ થયું, અને તેમના મુખમાંના શ્વાસે આકાશના સમગ્ર તારાઓની રચના કરી. |
7
|
તેમણે સમુદ્રો બનાવ્યાં અને મશકની માફક પાણી ભેગા કર્યાર્ અને તેના અતિશય ઊઁડાણોને વખારોમાં ભરી રાખે છે. |
8
|
સમગ્ર પૃથ્વી યહોવાથી બીઓ, અને પૃથ્વીવાસી તેનું ભય રાખો અને આદર કરો. |
9
|
કારણ, તેઓ બોલ્યા અને સૃષ્ટિ ઉત્પન્ન થઇ; અને તેમણે આજ્ઞા કરી અને તે સ્થિર થઇ. |
10
|
યહોવા તેમનો વિરોધ કરતી પ્રજાઓની યોજનાઓને નિષ્ફળ બનાવે છે. જુઓ, યહોવા બધા લોકોની યોજનાઓને નિરર્થક બનાવે છે. |
11
|
યહોવાની યોજનાઓ સદાકાળ ટકે છે. તેમણે કરેલી ઘારણા પેઢી દર પેઢી રહે છે. |
12
|
જે પ્રજાના દેવ યહોવા છે, અને જેઓને તેમણે પોતાના લોકો તરીકે પસંદ કર્યા છે. તેઓને ધન્ય છે. |
13
|
યહોવાનું નિવાસસ્થાન આકાશમાં છે, ત્યાંથી તે સર્વ માનવજાત પર નજર રાખે છે. |
14
|
હા, તે આકાશમાંથી સૃષ્ટિમાં વસતા સર્વ જીવોને ધ્યાનથી જુએ છે. |
15
|
યહોવા સર્વના હૃદયના સરજનહાર છે, અને તેઓ જે કાંઇ કરે છે તે એ સમજે છે. |
16
|
રાજા ફકત તેના સુસજ્જ સૈન્યના બળથી જીતી ન શકે. બળવાન યોદ્ધો ફકત પોતાની બહાદુરીથી બચી જતો નથી. |
17
|
યુદ્ધમાં વિજય માટે ધોડાઓ પર આધાર રાખવો વ્યર્થ છે, તેઓ પોતાના બાહુબળથી કોઇને ઉગારી શકતા નથી. |
18
|
યહોવા તેઓની નજર અને સંભાળ રાખે છે જેઓ તેનો ભય રાખે છે; અને તેમનો આદર કરે છે જેઓ તેમની કૃપાની રાહ જુએ છે. |
19
|
તે તેઓના જીવને મૃત્યુથી બચાવે છે, અને દુકાળ સમયે તેઓને જીવતાઁ રાખે છે. |
20
|
અમે પૂર્ણ શ્રદ્ધાથી અમારી રક્ષા માટે યહોવાની પ્રતિક્ષા કરીએ છીએ, તે અમારા સાચા સહાયક છે, અને તે અમારી ઢાલ છે. |
21
|
અમે યહોવામાં આનંદિત છીએ. અમે તેમનામાં ભરોસો રાખીએ છીએ. અમને તેમનાં પવિત્ર નામમાં વિશ્વાસ છે. |
22
|
હે યહોવા, અમે રાહ જોઇ અને તમારી આશા રાખી છે કે તમારી કૃપા અમારા પર થાય. |
Psalms 33:1 Gujarati Language Bible Words basic statistical display
COMING SOON ...