1
|
યહૂદિયામાં દેવ પ્રગટ થયેલો છે, ઇસ્રાએલમાં તેમના નામનો ઊંચો આદર છે. |
2
|
તેમનો મંડપ યરૂશાલેમમાં છે, અને તેમનું નિવાસસ્થાન સિયોનમાં છે. |
3
|
ત્યાં તેણે ચળકતાં બાણોને ભાંગી નાખ્યાં, ઢાલ-તરવારને શસ્ર ભાંગી નાઁખ્યાં. |
4
|
દેવ, તમે તમારા શત્રુઓને જ્યાં હરાવ્યાં તે ટેકરીઓ પાછળથી તમે આવો છો ત્યારે તમે મહિમાવંત લાગો છો. |
5
|
જેઓ શૂરવીર છે, તેઓ લૂંટાયા છે, ને ચિર નિંદ્રાવશ થયા છે; અને કોઇ પરાક્રમીઓના હાથથી કઁઇ પણ થઇ શક્યું નથી. |
6
|
હે યાકૂબના દેવ, તમારી ધમકીથી રથ અને ઘોડા બંને ચિરનિદ્રામાં પડ્યાં છે. |
7
|
દેવ તમે ભયાવહ છો, તમે કોપાયમાન હો ત્યારે તમારી સામે કોણ ઊભું રહી શકે? |
8
|
તમે આકાશમાંથી ન્યાય ચુકાદો ફરમાવ્યો, અને ધરતી ભયભીત બની શાંત થઇ ગઇ. |
9
|
હે દેવ, તમે ન્યાય કરવા માટે તથા દેશના નમ્ર લોકોને બચાવવા માટે ઊભા થયા છો. |
10
|
તમારા માણસો વિરુદ્ધ કોપ તમારી ખચીત પ્રશંસા કરાવશે; અને તમારો જે કોપ બાકી રહ્યો તે તમે તમારી કમરે બાંધશો. |
11
|
જે પ્રતિજ્ઞાઓ તમે યહોવા તમારા દેવની સમક્ષ લીધેલી છે તે તમે પૂર્ણ કરો. ભયાવહ દેવ સમક્ષ તમે સૌ, તમારા દાન લાવો. |
12
|
પૃથ્વીના રાજાઓ તેમનો ભય રાખે છે, કારણ સરદારોનો ગર્વ તે તોડી નાખે છે. |
Psalms 76:1 Gujarati Language Bible Words basic statistical display
COMING SOON ...