1
|
હે યહોવા, મારી વિરુદ્ધ યુદ્ધ કરનારા સામે તમે યુદ્ધ કરો; મારી ઉપરના તેઓના આક્રમણ સામે તમે યુદ્ધ જાહેર કરો. |
2
|
તમે ઢાલ અને બખતર ધારણ કરી ઊભા રહો, અને મારું રક્ષણ કરો. |
3
|
ભાલો હાથમાં લઇને મારી પાછળ પડેલાને અટકાવો, મારા આત્માને ખાત્રીથી કહો કે, “તમેજ મારો ઉદ્ધાર કરનાર છો.” |
4
|
જેઓ મારા જીવના તરસ્યા છે તેઓ ફજેત થઇને બદનામ થાઓ; જેઓ મારું નુકશાન ઇચ્છે છે, તેઓ રઝળી પડો અને પાછા હઠો. |
5
|
તેઓ પવનથી ઊડતાં ભૂંસા જેવા થાય, અને તેમને યહોવાનો દૂત હાંકી કાઢો. |
6
|
હે યહોવા, તેઓનો માર્ગ અંધકારમય ને લપસણો થાઓ; યહોવાનો દૂત તેમની પાછળ પડો. |
7
|
તેઓનું ખરાબ નથી કર્યું છતાં તેઓએ મારા માટે ફાંદો ગોઠવ્યો છે, વગર કારણે જીવ લેવા ખાડો ખોધ્યો છે. |
8
|
તેમનાં પર અચાનક વિપત્તિ આવી પડો, પોતાના ફાંદામાં તેઓ પોતેજ ફસાઇ જાઓ; પોતાના ખોદેલા ખાડામાં પડી તેઓનો સંહાર થાઓ. |
9
|
પણ હું યહોવાથી આનંદિત થઇશ, અને તેમનાં તારણમાં સુખી થઇશ. |
10
|
મારું સમગ્ર વ્યકિતત્વ પોકારશે, “હે યહોવા, તમારા જેવું કોણ છે? જે લાચારને બળવાનથી બચાવે છે, અને કંગાલને લૂંટનારાથી છોડાવે છે.” |
11
|
નિર્દય લોકો જૂઠી સાક્ષી આપે છે, અને જેના વિષે મેં કદી સાંભળ્યંુ નથી તેના માટે મારા પર આરોપ મૂકે છે. |
12
|
તેઓ ઉપકારને બદલે અપકાર કરે છે, તેઓ મારા આત્માને રડાવે છે અને દુ:ખી કરે છે. |
13
|
તેઓ જ્યારે બિમાર હતા ત્યારે મેં ઉપવાસ કરીને કંતાનના વસ્રો પહેરીને મારી દિલગીરી બતાવી હતી. તેમનાં માટે પ્રાર્થના કરવાથી મને જે મળ્યું તે શું આ છે? |
14
|
તે લોકો જાણે મારા ભાઇઓ અને મારા નજીકનાં મિત્રો હોય તેવો વર્તાવ મેં તેમની સાથે રાખ્યો; જેમ કોઇ માણસ તેની માતા જે મૃત્યુ પામી છે તેના માટે શોક કરે તેમ હું તેમના માટે દુ:ખી હતો. |
15
|
તેઓ ટોળામાં ભેગા થયાં અને મારી પડતી વખતે તેઓ આનંદિત હતાં. તે લોકો સાચા મિત્રો ન હતાં. હું તેમને ઓળખતો પણ ન હતો. પરંતુ તેઓ મને ઘેરી વળ્યા અને મારા પર હુમલો કર્યો અને ચૂપ રહ્યાં નહિ. |
16
|
તેઓએ મારી હાંસી ઉડાવી અને મારી વિરુદ્ધ ખરાબ ભાષા બોલ્યા, તેઓએ મારા તરફ દાંત કચકચાવીને ગુસ્સો વ્યકત કર્યો. |
17
|
હે યહોવા, મારા પ્રભુ ક્યાં સુધી શાંત બેસી રહી જોયા કરશો? તેઓના ખૂની હુમલાઓથી મારા પ્રાણને બચાવી લો. મારા મૂલ્યવાન જીવનને આ સિંહોથી બચાવી લો. |
18
|
હે યહોવા, હું મહામંડળીમાં તમારી આભારસ્તુતિ કરીશ. ઘણા લોકોની સભામાં હું તમારી પ્રસંશા કરીશ. |
19
|
મારા જૂઠા શત્રુઓને મારા પર હસવા દેશો નહિ. આ દુશ્મનો જેઓ વિના કારણ મને ધિક્કારે છે તેઓ મારા તરફ આંખ પણ ન મિચકારે. |
20
|
કારણ, તેઓ ખરેખર શાંતિની યોજનાઓ કરતાં નથી. ગુપ્ત રીતે તેઓ આ દેશનાં શાંતિપ્રિય લોકોનું અનિષ્ટ કરવાની યોજનાઓ કરે છે. |
21
|
તેઓ મોટેથી કહે છે કે, “તેઓએ અયોગ્ય આચરણ કરતાં મને જોયો છે, તેઓ કહે છે, અમે તને અમારી પોતાની આંખે એ પ્રમાણે કરતાં જોયો છે.” |
22
|
હે યહોવા, તમે તેના વિષે બધુંજ જાણો છો, હવે તમે શાંત બેસી રહેશો નહિ; અને મને તરછોડી મારાથી દૂર થશો નહિ. |
23
|
હે યહોવા, ઊઠો! મને ન્યાય કરવા જાગૃત થાઓ. મારા દેવ તથા મારા ધણી ઊભા થાઓ અને મારા કિસ્સાનો બચાવ કરો. |
24
|
હે યહોવા મારા દેવ, તમારા ન્યાયીપણાથી મારો ન્યાય કરો. મારા શત્રુઓને મારા પર હસવા દેશો નહિ. |
25
|
તેમને એમ કહેવાની તક આપશો નહિ કે, “તેમનાથી વિમુખ થવાની અમારી ઇચ્છા પરિપૂર્ણ થઇ છે અને તેમનો વિનાશ કર્યો છે.” |
26
|
મારા નુકસાનમાં આનંદ પામનારાં સવેર્ની ફજેતી થાવ અને તેઓ લજ્જિત થાવ. મારી વિરુદ્ધ બડાઇ કરનારા સઘળા અપમાનિત થઇ અને શરમાઇ જાઓ. |
27
|
જે લોકો મને નિદોર્ષ ઠરાવવા માંગતા હોય તેઓ હર્ષ મનાવે અને સુખી થાય. તેઓ હંમેશા કહો કે, “યહોવા મહાન છે! તેમના સેવકો સુખી થાય અને શાંતિ પામે તેવું તે ઇચ્છે છે.” |
28
|
મારી જીભ આખો દિવસ તમારા ન્યાયીપણા વાતો કરશે અને તમારી પ્રસંશાની સ્તુતિ ગાશે. |
Psalms 35:1 Gujarati Language Bible Words basic statistical display
COMING SOON ...