1
|
યહોવા સમક્ષ, કોઇ એક નવું ગીત ગાઓ; કેમ કે તેણે અદભૂત કૃત્યો કર્યાં છે. એણે પવિત્ર બાહુબળનાં પુણ્ય પ્રતાપે જીત પ્રાપ્ત કરી છે. |
2
|
યહોવાએ પોતાની તારણ શકિત બતાવી છે, તેમણે તેમનું ન્યાયીપણું પ્રજાઓ સમક્ષ પ્રગટ કર્યુ છે. |
3
|
તેણે પોતાનો સાચો પ્રેમ તથા વિશ્વાસીપણું ઇસ્રાએલના લોકો માટે સંભાર્યા છે. બધા દૂરના રાષ્ટોએ બધી સીમાઓએ તેમાં વસતાં પોતાની સગી આંખે જોયું કે, આપણા દેવે તેમના લોકોને કેવી રીતે બચાવ્યા. |
4
|
હે પૃથ્વીનાં લોકો, યહોવાની આગળ હર્ષનાદ કરો. આનંદ અને ઉત્સાહથી તેમની સ્તુતિ ગાઓ. |
5
|
તમે સિતારનાં તાર સાથે તાર મેળવો, સૂર સાથે યહોવાના સ્તોત્રો ગાઓ. |
6
|
આપણા રાજા યહોવા સમક્ષ આનંદના પોકારો કરો! ભૂંગળા અને રણશિંગડા જોરથી વગાડો. |
7
|
સઘળા સમુદ્રોને ત્યાં સંચરનારા ર્ગજી ઊઠો, આખું જગત અને આ ધરતી પર રહેનારાં ગાજો. |
8
|
નદીઓના પ્રવાહો તાળી પાડો અને પર્વતો ગાન પોકારો; યહોવાની સમક્ષ અકત્ર હર્ષનાદ કરો. |
9
|
યહોવા ધરતી પર ન્યાય શાસન કરવાં પધારે છે. તે ન્યાયીપણાએ પૃથ્વીનો, અને યથાર્થપણાએ લોકોનો ન્યાય કરશે. |
Psalms 98:1 Gujarati Language Bible Words basic statistical display
COMING SOON ...