1
|
યહોવાના નામની સ્તુતિ કરો; હે યહોવાના સેવકો, તમે તેમની સ્તુતિ કરો. |
2
|
યહોવાના મંદિરમાં, આપણા દેવના મંદિરમાં; આંગણામાં ઊભા રહેનારા તેમની સ્તુતિ કરો. |
3
|
યહોવાની સ્તુતિ કરો કારણ, તે ઉત્તમ છે; તેના નામની સ્તુતિ કરો, કારણકે તે આનંદદાયક છે. |
4
|
યહોવાએ પોતાને માટે યાકૂબને પસંદ કર્યો છે; ઇસ્રાએલને પોતાની ખાસ સંપતિ થવા માટે. |
5
|
હું યહોવાની મહાનતા જાણું છું, સર્વ દેવો કરતાં તે મહાન છે. |
6
|
આકાશમાં પૃથ્વી પર, સમુદ્રોમાં અને ઊંડામાં ઊંડા સમુદ્રોમાં યહોવાએ જે ઇચ્છયું તે કર્યુ. |
7
|
તે પાણીની વરાળને ઊંચે લઇ જઇ તેના વાદળાં બાંધે છે; અને સમગ્ર પૃથ્વી પર ફેલાવે છે; તે વિજળી મોકલી વરસાદને વરસાવે છે; પોતાના ખજાનામાંથી તે વાયુને બહાર કાઢે છે. |
8
|
મિસરમાં તેણે માણસોના તથા પશુઓના પ્રથમજનિતોનો વિનાશ પણ કર્યો. |
9
|
તેણે ફારુન અને તેના અધિકારીઓ વિરુદ્ધ પોતાની નિશાનીઓ અને ચમત્કારો સમગ્ર મિસરમાં મોકલ્યા. |
10
|
તેમણે શૂરવીર પ્રજાઓનો નાશ કર્યો; અને પરાક્રમી રાજાઓનો પણ તેણે નાશ કર્યો. |
11
|
અમોરીઓના રાજા સીહોનને, તથા બાશાનના રાજા ઓગને; અને કનાનના સર્વ રાજ્યોને તેણે પરાજય આપ્યો. |
12
|
તેમના દેશને તેણે પોતાના લોક ઇસ્રાએલને વારસામાં આપ્યો. |
13
|
હે યહોવા, તારું નામ અનંતકાળ છે; હે યહોવા, તારું સ્મરણ પેઢી દરપેઢી ટકી રહેનાર છે. |
14
|
યહોવા પોતાના લોકોનો ન્યાય કરશે; તે તેના સેવકો પ્રતિ દયાળુ થશે. |
15
|
બીજા રાષ્ટોના મૂર્તિદેવો તો સોના ચાંદીના છે. તેઓ માણસોના હાથે જ બનેલા છે. |
16
|
તેઓને મોં છે છતાં તે બોલતી નથી; આંખો હોય છે છતાં તેઓ જોતાં નથી. |
17
|
કાન હોય છે છતાં તેઓ સાંભળતા નથી; અને તેઓના મુખમાં શ્વાસ હોતો નથી. |
18
|
જેઓ તેને બનાવે છે તેઓ પણ તેના જેવા જ થશે; અને જેઓ તેમના પર ભરોસો રાખે છે તેઓ પણ તેના જેવા જ થશે. |
19
|
હે ઇસ્રાએલનું કુળ, યહોવાની સ્તુતિ કરો! હે હારુનનું કુળ, યહોવાની સ્તુતિ કરો! |
20
|
હે લેવીના યાજકો, યહોવાનો ધન્યવાદ માનો, જેઓ યહોવાનો ભય રાખો છો અને આદર કરો છો, યહોવાની પ્રસંશા કરો! |
21
|
યહોવા યરૂશાલેમમાં નિવાસ કરે છે; યરૂશાલેમના સર્વ લોકો, યહોવાની સ્તુતિ કરો. સિયોનમાંથી ધન્ય હોજો, યહોવાની સ્તુતિ કરો! |
Psalms 135:1 Gujarati Language Bible Words basic statistical display
COMING SOON ...