1
|
હે દેવ, મેં મારા હૃદય અને આત્માને તૈયાર કર્યા છે, હું તમારી સ્તુતિ કરીશ. ગીતો ગાઇશ અને તમારી સમક્ષ ખુશ થઇશ. |
2
|
જાગો, ઓ વીણા અને સારંગી; ચાલો આપણે પ્રભાતને જગાડીએ. |
3
|
“હે યહોવા, હું પ્રજાઓની તથા બીજા લોકોની વચ્ચે પણ તમારી સ્તુતિ કરીશ, હું તમારા સ્તોત્ર ગાઇશ.” |
4
|
કારણ, તમારી કૃપા આકાશ કરતાં મોટી છે અને તમારું વિશ્વાસુપણું વાદળો સુધી પહોંચે છે. |
5
|
હે દેવ, સ્વર્ગથીય ઊંચા ઊઠો! ભલે સમગ્ર દુનિયા તમારું ગૌરવ જુએ! |
6
|
દેવ, તમારા પ્રિય મિત્રોની રક્ષા માટે આ કરો, તમે તમારા મહાસાર્મથ્ય સહિત આવો અને તેમને ઉગારો. |
7
|
દેવ તેમના પવિત્ર મંદિરમાંથી બોલ્યા, “હું યુદ્ધ જીતીશ અને આનંદ પામીશ. હું આ ભૂમિ વહેંચીશ, અને તેમને શખેમ તથા સુકકોથની ખીણ આપીશ. |
8
|
ગિલયાદ અને મનાશ્શા પણ મારા છે; એફ્રાઇમ માથાનો ટોપ છે અને, યહૂદિયા મારો રાજદંડ છે. |
9
|
મોઆબ મારા પગ ધોવાનો વાટકો બનશે. અદોમ મારા ખાસડા ઊંચકી લાવશે, હું પલિસ્તીઓને હરાવીશ અને જયનાદ કરીશ!” |
10
|
મને કોટબંધ નગરમાં કોણ લઇ જશે? અને મને અદોમમાં કોણ દોરી જશે? |
11
|
હે યહોવા, શું તમે અમને તરછોડ્યાં છે? હે દેવ, તમે અમારા સૈન્યને તજ્યું છે? |
12
|
અમને અમારા શત્રુઓ સામે મદદ કરો, અમને મદદ કરો, લોકો તરફની મદદ નકામી છે! |
13
|
અમે દેવની સહાયથી પરાક્રમો કરીશું; હા, એ જ અમારા શત્રુઓને કચડી નાંખશે. |
Psalms 108:1 Gujarati Language Bible Words basic statistical display
COMING SOON ...