1
|
જેઓ યહોવામાં વિશ્વાસ કરે છેં, સિયોન પર્વત જેવો અચળ છે, તેઓને કદી હલાવામાં આવશે નહિ તેઓ સદાકાળ ટકી રહેશે. |
2
|
જેમ યરૂશાલેમની આસપાસ આવેલા પર્વતો તેઓનું સદાકાળ રક્ષણ કરે છે; તેમ યહોવા પોતાના લોકોની આસપાસ છે અને સદાકાળ સૌનું રક્ષણ કરે છે. |
3
|
કારણકે દુષ્ટ લોકો સદાકાળ ભલા માણસોના પ્રદેશ ને તાબામાં રાખી ન શકે, નહિ તો સારા લોકો દુષ્કર્મ કરવાનું શરુ કરે. |
4
|
હે યહોવા, જેઓ સારાઁ છે; અને જેઓના હૃદય યથાર્થ અને પવિત્ર છે તેમની ભલાઇ કરો. |
5
|
દેવ, કુટીલ લોકોને જેઓ અન્ય દુષ્કમોર્ કરવા વાળા લોકોની સાથે કુટીલ કમોર્ કરે છે તેમને દૂર લઇ જાય છે. ઇસ્રાએલમાં શાંતિ પ્રસરે! |
Psalms 125:1 Gujarati Language Bible Words basic statistical display
COMING SOON ...