1
|
હે દેવ, સર્વ પેઢીઓમાં તમે અમારું નિવાસસ્થાન થયા છો. |
2
|
તમે પૃથ્વી અને જગતને રચ્યાં હતાં અને પર્વતો ઉત્પન્ન થયા હતાં; તે પહેલાંથી તમે જ દેવ છો; તમારી શરૂઆત નથી કે અંત નથી. |
3
|
તમે મનુષ્યોને ધૂળમાં પાછા લઇ જાઓ છો, અને કહો છો; મનુષ્યપુત્રો પાછા ફરો. |
4
|
કારણ, તમારી દ્રષ્ટિમાં હજાર વષોર્ વીતી ગયેલી કાલના જેવાં છે! અને રાતના એક પહોર જેવાં છે! |
5
|
તમે અમને, પાણીના પ્રવાહની જેમ ઘસડી જાઓ છો; અમારું જીવન એક સ્વપ્ન જેવું છે, અને સવારમાં અમે જોઇ ચૂક્યા હોઇએ છીએ કે અમે ઘાસ જેવાં છીએ. |
6
|
તે સવારે ખીલે છે અને વધે છે; સાંજે સૂકાઇ જાય છે ને પછી ચીમળાય છે. |
7
|
કારણ, તમારા કોપથી અમારો નાશ થાય છે, અને તમારા રોષથી અમને ત્રાસ થાય છે. |
8
|
તમે અમારાં બધાં પાપો, અને અમારા ગુપ્ત પાપો પણ જાણો છો અને તે બધાં તમે જોઇ શકો છો. |
9
|
તમારા રોષમાં અમારા સર્વ દિવસો વીતી જાય છે; નિસાસાની જેમ અમે વષોર્ પૂરાં કરીએ છીએ. |
10
|
અમારી વયના દિવસો સિત્તેર વર્ષ જેટલા છે; કેટલાંક તેમનાં બળને કારણે એંસી વર્ષ પણ જીવે. તો પણ શ્રેષ્ઠ વષોર્ મિથ્યા, શ્રમ, તથા દુ:ખ માત્ર છે; કારણ તે ઝડપથી પસાર થઇ જાય છે અને અમારો અંત આવી જાય છે. |
11
|
તમારા ક્રોધના બળને અને કોપને કોણ જાણી શકે? અને તમને ઘટે છે તેવો તમારો ભય કોણ રાખી શકે? |
12
|
અમારા જીવન કેટલાં ટૂંકા છે તે તમે અમને શીખવો, જેથી અમે ખરેખર જ્ઞાની બની શકીએ. |
13
|
હે યહોવા, અમારી પાસે પાછા આવો; પાછા આવો અને તમારા સેવકોને દિલાસો આપો. |
14
|
પ્રત્યેક સવારે અમને તમારી કૃપાથી ભરી દો. જેથી અમે અમારા સર્વ દિવસો સુખ અને આનંદમાં વિતાવીએ. |
15
|
અમારા અગાઉનાં દુ:ખોનાં પ્રમાણમાં અમને વધુ આનંદ આપો; અમારી પીડાના વરસોના બદલામાં અમને સારા વષોર્ આપો. |
16
|
તમારા સેવકોને ફરીથી, તમારા ચમત્કારો દેખાડો; અને તમારો મહિમા તેઓના પુત્રો પર દેખાડો. |
17
|
અમારા યહોવા દેવની કૃપા અમારા પર થાઓ; અને અમને સફળતા આપો; અમારાં સર્વ કૃત્યોને તમે કાયમ માટે સ્થાપન કરો . |
Psalms 90:1 Gujarati Language Bible Words basic statistical display
COMING SOON ...