1
|
યહોવાની સ્તુતિ કરો! યહોવાનો આભાર માનો, કારણકે તે ભલા છે, તેમનો સાચો પ્રેમ સદાકાળ છે! |
2
|
યહોવાના મહાન કૃત્યો કોણ વર્ણવી શકે? તેમની સંપૂર્ણ સ્તુતિ કોણ કરી શકે? |
3
|
ધન્ય છે તેઓને જેઓ ન્યાયને અનુસરે છે, અને હંમેશા જે સાચું છે તે જ કરે છે. |
4
|
હે યહોવા, તમે તમારા લોકો પર કૃપા કરો; ત્યારે મને યાદ રાખશો, અને તમે જેઓને બચાવ્યાં છે તે લોકોમાં મારો સમાવેશ કરવાનું યાદ રાખશો. |
5
|
જેથી તમારા પસંદ કરેલાઓનું કલ્યાણ હું જોઉં; તમારી પ્રજાનાં આનંદમાં હું પણ આનંદ માણું; અને તમારા વારસોની સાથે હું હર્ષનાદ કરું. |
6
|
અમારા પિતૃઓની જેમ અમે પણ પાપ કર્યુ છે; અમે અન્યાય કર્યા છે, અમે દુષ્ટતા કરી છે. |
7
|
મિસરમાઁના તમારાં ચમત્કારોમાંથી અમારા પિતૃઓ કાઇં શીખ્યાં નહિ, અને તેઓ તમારો પ્રેમ અને દયા જલ્દી ભૂલી ગયા, તેઓએ રાતા સમુદ્ર પાસે તમારી વિરુદ્ધ બંડ પોકાર્યું. |
8
|
તો પણ, પોતાના નામની માટે અને તેઓને પોતાના પરાક્રમ દેખાડવાં માટે તેણે તેમને તાર્યા. |
9
|
તે દેવે રાતા સમુદ્રને આદેશ આપ્યો એટલે તે સૂકાઇ ગયો, અને તેણે અમારા પિતૃઓને ઊંડા સમુદ્રમાંથી રેતીના રણ જેવી સૂકી ભૂમિ પર દોર્યા. |
10
|
તેમણે તેઓને વૈરીઓના હાથમાંથી તાર્યા; અને દુશ્મનનાં હાથમાંથી તેઓને છોડાવ્યા. |
11
|
તેઓના દુશ્મનો પર પાણી ફરી વળ્યું ; તેઓમાંનો એકેય બચ્યો નહિ. |
12
|
ત્યાર પછી જ તેના લોકોએ તેમનાં શબ્દો પર વિશ્વાસ કર્યો અને તેમની પ્રશંસામાં સ્તુતિ ગાઇ. |
13
|
તેઓ તેમનાં કૃત્યો જલદી ભૂલી ગયા; તેમની સલાહ સાંભળવા, ધીરજ રાખી નહિ. |
14
|
રણમાં તેઓ પોતાની ઇચ્છાઓને આધીન થયા, અને વેરાન ભૂમિમાં દેવની પરીક્ષા કરી! |
15
|
યહોવાએ તેમની માંગણીઓ પૂરી કરી; પણ પછી તેણે તેમના પર ભયંકર રોગ મોકલી આપ્યો. |
16
|
તેઓએ છાવણીમાં મૂસાની ઇર્ષા કરી, તથા યહોવાના પવિત્ર યાજક હારુનની ઇર્ષ્યા કરી. |
17
|
તેથી પૃથ્વીએ મોં ખોલ્યુ અને; દાથાન, અબીરામ અને તેમના સમૂહને ગળી ગઇ. |
18
|
આકાશમાંથી અગ્નિ તેમની છાવણીમાં આવ્યો, અને આ દુષ્ટ માણસોને તે ભરખી ગયો. |
19
|
તેઓએ સિનાઇ પર્વત પર હોરેબ આગળ વાછરડો બનાવ્યો; અને એ મૂર્તિની પૂજા કરી. |
20
|
તેઓએ આ પ્રમાણે તેમના મહિમાવંત દેવને બદલી નાખ્યા, ઘાસ ખાનાર ગોધાની પ્રતિમા પસંદ કરીને! |
21
|
આ રીતે તેઓ, પોતાના ચમત્કારીક કાર્યો વડે મિસરમાં બચાવનાર દેવને ભૂલી ગયાં! |
22
|
તેઓ “આ લાલ સમુદ્ર પાસે કરેલા ભયંકર કામો અને પોતાના તારનાર દેવને ભૂલી ગયાં.” |
23
|
યહોવાએ તેમનો વિનાશ કરવો હતો પણ મૂસા, દેવનો પસંદ કરેલો, દેવના વિનાશી કોપને શાંત પાડવા તેમની સામે ઊભો રહ્યો. અને મૂસાએ તેમને રોક્યા, જેથી તેમણે લોકોનો વિનાશ ન કર્યો. |
24
|
તેમણે તે મનોહર દેશને તુચ્છ ગણ્યો; અને તેઓએ તેની વાતનો વિશ્વાસ કર્યો નહિ. |
25
|
તેઓ પોતાના મંડપોમાં જઇને પોતાની અંદરો અંદર દેવની વિરુદ્ધ ફરિયાદ કરી, ને યહોવાની વાણીનો અનાદર કર્યો. |
26
|
તેથી યહોવાએ રેતીનાં રણમાં તેમને મારી નાખવા સમ લીધા. |
27
|
તેઓ તેમના વંશજોને દૂર ફેંકી દેશે, અને તેઓને પ્રજાઓમાં વિખેરી નાખશે. |
28
|
પછી પેઓરમાં આપણા પિતૃઓ, બઆલનાં ભજનમાં જોડાયા; એટલુંજ નહિ પણ તેમણે મૃતાત્માઓને અર્પણ કર્યા અને બલિદાનમાંથી તેમણે તે ખાધાં પણ ખરાં. |
29
|
યહોવાને આ બધી બાબતો દ્વારા તેઓએ કોપાયમાન કર્યા; તેથી તેઓ મધ્યે જીવલેણ રોગ મરકી ફાંટી નીકળ્યો. |
30
|
ફીનહાસે પ્રાર્થના કરી ત્યાં સુધી; તે ચાલુ રહ્યો અને પછી પ્લેગ અટકી ગયો હતો. |
31
|
પેઢી દરપેઢી સર્વકાળપર્યંત ન્યાયીપણાને અથેર્ તેનું આ કામ તેના હકમાં યાદ કરાશે. |
32
|
મરીબાહમાં ઇસ્રાએલીઓએ દેવને ક્રોધિત કર્યા; મૂસાએ તેઓને કારણે કઈંક ખરાબ કર્યું. |
33
|
તેઓના વર્તનને કારણે મૂસા ગુસ્સે થયા હતાં; અને તે પોતાને મોઢે અવિચારી વાણી બોલ્યા. |
34
|
યહોવાએ કનાનીઓનો નાશ કરવાની આજ્ઞા કરી હતી; તેઓએ તેમનો નાશ કર્યો નહિ. |
35
|
પણ તેઓ પરદેશીઓ સાથે ભળી ગયા; અને તેઓના દુષ્ટ માગોર્ અપનાવ્યા. |
36
|
તેઓએ તેઓની મૂર્તિઓની પૂજા કરી ; અને તે તેઓને ફાંદા રૂપ થઇ પડ્યું. |
37
|
વળી તેઓએ ભૂતોનેપોતાના નાનાં દીકરાઓ અને દીકરીઓના બલિદાનો આપ્યાં. |
38
|
તેઓએ તેઓના પુત્ર અને પુત્રીઓનું નિદોર્ષ લોહી વહેવડાવ્યું; અને કનાનની મૂર્તિઓ સમક્ષ બલિદાન કર્યુ, આમ દેશ લોહીથી ષ્ટ થયો. |
39
|
તેમનાં દુષ્ટ કાર્યોથી તેઓ અપવિત્ર બન્યા; કારણ, દેવની ષ્ટિમાં તેમનો મૂર્તિઓ પ્રત્યેનો પ્રેમ વ્યભિચાર હતો. |
40
|
તેથી યહોવાનો કોપ પોતાના લોકો સામે સળગી ઊઠયો; અને પોતાના વારસોથી કંટાળી ગયા, ને તેમના પર ધૃણા થઇ. |
41
|
તેમણે તેઓને વિદેશીઓના હાથમા સોંપી દીધાં; અને તેમના શત્રુઓએ તેમના ઉપર રાજ કર્યુ. |
42
|
તેઓના શત્રુઓએ પણ તેઓને કચડ્યા; અને, તેઓના હાથ નીચે પડીને તેઓ તાબેદાર થયા. |
43
|
યહોવાએ વારંવાર મુકત કર્યા ગુલામીમાંથી; છતાં દેવ વિરુદ્ધ બંડ કરવાનું ચાલુ રાખ્યુ; અને પોતાના પાપને લીધે તેઓ તારાજ થયા. |
44
|
તેમ છતાં યહોવાએ તેમની પ્રાર્થનાઓ સાંભળી, અને તેઓની આફતો તરફ તેમણે ધ્યાન આપ્યું. |
45
|
યહોવાએ તેમની સાથે કરેલો તેમનો કરાર યાદ કર્યો અને તેઓ પ્રતિ તેમનો મહાન પ્રેમ દર્શાવ્યો. |
46
|
જે શત્રુઓએ તેના લોકો કેદ કર્યા હતાં, દેવે તેઓની પાસે તેમનાં પર કરુણા દર્શાવડાવી. |
47
|
હે યહોવા અમારા દેવ, અમને તાર; પ્રજાઓ મધ્યેથી અમને ફરીથી એકત્ર કરો; જેથી અમે તમારા પવિત્ર નામનો આભાર માનીએ અને સ્તુતિ ગાઇને તમારો જયજયકાર કરીએ. |
48
|
હે ઇસ્રાએલના દેવ યહોવા, અનાદિકાળથી અનંતકાળ સુધી સ્તુત્ય મનાઓ; સર્વ લોકો આમીન કહો, અને તમે યહોવાની સ્તુતિ કરો! |
Psalms 106:1 Gujarati Language Bible Words basic statistical display
COMING SOON ...