1
|
જેઓના હૃદય શુદ્ધ છે ઇસ્રાએલ પર; તેમના પર ખરેખર દેવ કૃપાવાન છે. |
2
|
પરંતુ હું લગભગ લપસ્યો અને પાપ કરવા લાગ્યો, |
3
|
કારણ જ્યારે મેં પેલા દુષ્ટ લોકોની શાંતિ અને સમૃદ્ધિ જોઇ. |
4
|
તેઓને જીવનપર્યંત મુશ્કેલી આવતી નથી, અને તેઓ સમૃદ્ધ અને બળવાન થતાં જાય છે. |
5
|
તેમનાં પર માનવજાતનાં દુ:ખો આવતાં નથી; અને બીજાઓની જેમ તેઓને પીડા થતી નથી. |
6
|
તેઓનો ગર્વ ગળાની કંઠી જેવો છે, જે હીરાની જેમ ચમકે છે; તેઓએ હિંસા રૂપી વસ્ર ધારણ કર્યા છે. |
7
|
તેઓ જે વસ્તુઓને જુએ છે તેને વધુ ને વધુ રાખવા ઇચ્છે છે; તેને પ્રાપ્ત કરવાના માગોર્ હંમેશા શોધે છે. |
8
|
તેઓ અન્યોની મશ્કરી કરે છે અને ધિક્કારથી વાત કરે છે, તેમણે અન્યો પર કેવી રીતે દમન કર્યું તેના વિષે અભિમાનથી બોલે છે. |
9
|
દેવની વિરુદ્ધ તેઓ બણગાં ફૂંકે છે, તેઓની જીભ અભિમાનથી વાતો કરે છે; પૃથ્વી પર. |
10
|
તેથી દેવના લોકો પણ તેમની તરફ વળે છે અને તેઓ જે કહે તે સ્વીકારે છે. |
11
|
તેઓ પૂછે છે કે, “જે કાંઇ બની રહ્યું છે, તે વિષે શું દેવ માહિતગાર છે? શું પરાત્પરમાં કાંઇ જ્ઞાન છે?” |
12
|
દુષ્ટ લોકોને જુઓ તો તેઓ હંમેશા ચિંતામુકત હોય છે; અને તેઓ શાંતિમાં રહીને સંપત્તિ વધારતા જાય છે. |
13
|
મે મારંુ હૃદય શુદ્ધ રાખ્યું છે, અને મારા હાથ નિદોર્ષ રાખ્યા છે; પણ તેથી કોઇ વિશેષ ફાયદો નથી. |
14
|
કારણ હું આખો દિવસ પીડાયા કરું છું, અને દર સવારે મને શિક્ષા થાય છે. |
15
|
પરંતુ જો મેં આ પ્રમાણે કહેવાનો નિર્ણય કર્યો હોત, તો મેં તમારા લોકોનો વિશ્વાસઘાત કર્યો હોત. |
16
|
જ્યારે મેં તે સમજવા ઊંડો વિચાર કર્યો, ત્યારે મને લાગ્યું કે તે સમજવું મારે માટે બહુ કઠીન છે. |
17
|
પછી હું દેવના પવિત્રસ્થાનમાં એક દિવસ ધ્યાન કરવા માટે ગયો, ત્યાં હું આખરે દુષ્ટ લોકો વિષે તેમનાં ભવિષ્ય અને તેમના અંત વિષે સમજ્યો. |
18
|
તમે તેઓને લપસણી જગાએ મૂકો છો, અને તેઓને વિનાશમાં ફેંકી દો છો. |
19
|
તેમની સુખસમૃદ્ધિનો તત્કાળ અંત આવશે, અને તેઓ અનંતકાળપર્યંત ત્રાસ પામશે. |
20
|
તેઓનું વર્તમાન જીવન કેવળ એક સ્વપ્ન જેવું છે, માનવ સ્વપ્નમાંથી જાગી વાસ્તવિકતા નિહાળે છે; તેમ તેઓ જાગ્રત થશે, હે યહોવા સત્ય સબંધી નીશ્ચે. |
21
|
જ્યારે હું આ બધી વસ્તુઓ વિષે વિચારતો હતો ત્યારે મારું હૃદય ઉદાસ બની ગયું. |
22
|
કેટલો મૂર્ખ અને અજ્ઞાની છું, હું તે જાણી શક્યો; હે દેવ, તમારી સમક્ષ હું તો હતો માત્ર એક પશુ જેવો. |
23
|
પરંતુ, તેમ છતાંય, હું હંમેશા તમારી સાથે છું. અને તમે મારા જમણા હાથને પકડી રાખ્યો છે. |
24
|
તમારા બોધથી અને સલાહથી જીવનપર્યત તમે દોરવણી આપશો; અને પછી તમે તમારા મહિમામાં મારો સ્વીકાર કરશો. |
25
|
આકાશમાં તમારા વિના મારું બીજું કોણ છે; અને પૃથ્વી પર મને બીજું કોઇ પ્રિય નથી. |
26
|
મારી તંદુરસ્તી ભલે મને છોડી જાય, મારું હૃદય ભલે તૂટી જાય, પણ મારી પાસે ખડક છે જેને હું ચાહું છું મારી પાસે દેવ સદાકાળ માટે છે. |
27
|
પરંતુ તેઓ જે દેવથી દૂર છે તેમનો વિનાશ થશે. અને જેઓ તમને વફાદાર રહેતા નથી, તેમનો સંપૂર્ણ નાશ તમારા દ્વારા થશે. |
28
|
પરંતુ હું દેવની નજીક રહ્યો છું અને તે મારા માટે સારું છે! મેં મારા પ્રભુ યહોવાને મારો આશ્રય બનાવ્યો છે! હું તમારા બધાં અદભૂત કૃત્યો વિષે કહેવા આવ્યો હતો. |
Psalms 73:1 Gujarati Language Bible Words basic statistical display
COMING SOON ...