1
|
હે દેવ, તમે અમને તજી દીધા છે.અમારું કવચ તૂટી ગયું છે. હે યહોવા, તમે અમારા પર કોપાયમાન થયા છો. મહેરબાની કરીને અમને ફરીથી સંપૂર્ણ બનાવી દો. |
2
|
તમે ધરતીકંપ કરીને પૃથ્વીને ચીરી નાખી છે. હે યહોવા, તેને ફરીથી યથાર્થ બનાવી દો. જુઓ તેના પાયા હલી ગયા છે. |
3
|
તમે તમારા લોકોને અતિ વિકટ સમયમાં લઇ ગયાં છો, તમે મારેલી લપડાકોએ અમને લથડિયાં ખવડાવ્યાં છે. |
4
|
તમે તમારી બીક રાખનારાઓને ધ્વજા આપી છે, અને ચેતવણી આપી છે, જેથી તેઓ વિનાશમાં રક્ષા પામે. |
5
|
આવો અને તમારા જમણા હાથથી અમને બચાવો. મારી પ્રાર્થનાનો જવાબ આપો અને જેને તમે પ્રેમ કરો છો તેમને તમે બચાવો. |
6
|
જ્યારે દેવે તેમની પવિત્રતાએ કહ્યું, “વિજય પામીને હું શખેમનાં ભાગ પાડીશ; અને સુક્કોથની ખીણ મારા લોકમાં વહેંચીશ,” ત્યારે હું ખૂબ ખુશ થઇશ. |
7
|
ગિલયાદ મારું છે, મનાશ્શા મારું છે; અને એફ્રાઈમ મારું શિરસ્રણ છે. યહૂદિયા મારો રાજદંડ બનશે. |
8
|
મોઆબ મારા પગ ધોવા માટેનો વાટકો છે, અને જે મારા પગરખાં લઇ જાય છે તે અદોમ મારૂં ગુલામ છે. હું પલિસ્તીઓ હરાવીશ અને વિજયના પોકાર કરીશ.” |
9
|
મોરચાબંધ અદોમ નગરમાં મને કોણ લાવશે? અને તેના પર વિજય મેળવીને કોણ પ્રવેશ કરાવશે? |
10
|
હે દેવ, શું તમે અમને તજી દીધા છે? તમે અમારા સૈન્ય સાથે આગેકૂચ કરતા નથી. |
11
|
હા યહોવા, અમારા શત્રુઓ વિરુદ્ધ તમે અમારી સહાય કરો; કારણ, માણસોની સહાય વ્યર્થ છે. |
12
|
દેવના સાથથી અમે પરાક્રમો કરીશું; કારણ, તેજ અમારા શત્રુઓને કચડી નાખશે. |
Psalms 60:1 Gujarati Language Bible Words basic statistical display
COMING SOON ...