1
|
આવો, યહોવા સમક્ષ આપણે ગાઇએ; આપણા તારણના ખડક સમક્ષ હર્ષનાદ કરીએ. |
2
|
તેની હજૂરમાં આભારસ્તુતિ સાથે આવીએ; અને આપણે તેની સમક્ષ સ્તુતિગાન કરીએ. |
3
|
કારણ, યહોવા મહાન દેવ છે; તે સર્વ દેવો પર મહાન રાજા છે. |
4
|
તેમનાં હાથમાં પૃથ્વીનાં ઊંડાણો છે; અને ઊંચા પર્વતોના માલિક પણ તે છે. |
5
|
જેણે સમુદ્ર બનાવ્યો અને કોરી ભૂમિ પણ બનાવી તેમના તે માલિક છે. |
6
|
આવો આપણે તેને ભજીએ અને નમીએ; ને આપણા કર્તા યહોવાને ઘૂંટણિયે પડીએ. |
7
|
કારણ તે આપણા દેવ છે, આપણે તેના ચારાના લોક અને તેના હાથના ઘેટાં છીએ. આજે જો તમે તેની વાણી સાંભળો તો કેવું સારું! |
8
|
દેવ કહે છે, “ઇસ્રાએલી લોકોએ અરણ્યમાં મરીબાહમાં તથા માસ્સાહમાં, પોતાના હૃદય કઠણ કર્યા, તેવું તમે કરશો નહિ. |
9
|
તમારા પિતૃઓએ મારી કસોટી કરી, પરંતુ પછીથી તેઓએ જોયું કે હું શું કરી શકું છું!” |
10
|
યહોવા દેવ કહે છે, “ચાળીસ વર્ષ સુધી મેં તે પેઢીને સહન કરી છે પણ જ્યારે હું તેમનાથી કંટાળ્યો ત્યારે મેં કહ્યું; તે લોકો અવિનયી છે. તેઓએ મારા માગોર્ કદી શીખ્યાં નથી. |
11
|
મેં મારા અતીશય ક્રોધમાં પ્રતિજ્ઞા લીધી કે મેં તેઓ માટે નક્કી કરેલા વિશ્રામમાં વચનનાં દેશમાં, તેઓ કદાપિ પ્રવેશ કરશે જ નહિ.” |
Psalms 95:1 Gujarati Language Bible Words basic statistical display
COMING SOON ...