1
|
હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરું છું, મને સહાય ક્યાંથી મળે? |
2
|
આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કરનાર યહોવા પાસેથી મને સહાય મળે છે. |
3
|
તે તમને ઠોકર ખાવા દેશે નહિ, કે લપસવા દેશે નહિ. તે જે તમારી દેખરેખ રાખે છે તે ઘસઘસાટ ઊંઘી જનાર નથી. |
4
|
જુઓ, ઇસ્રાએલનો જે રક્ષક છે તે ઊંઘતો નથી અને નિદ્રાવશ થતો નથી. |
5
|
યહોવા જમણે હાથે તમારી ઉપર પોતાની છાયા પાડશે; યહોવા તમારા રક્ષક છે. |
7
|
યહોવા, તારું દરેક આપત્તિઓમાં રક્ષણ કરશે. યહોવા તમારા આત્માની સંભાળ રાખશે. |
8
|
તમે જે બધું કરશો તેમા યહોવા તમારી પર નજર રાખશે. તે હમણાંથી તે સર્વકાળ સુધી તમારી દેખરેખ રાખશે. |
Psalms 121:1 Gujarati Language Bible Words basic statistical display
COMING SOON ...