1
|
યહોવાની કૃપા વિષે હું સદા ગાઇશ, સર્વ પેઢી સમક્ષ વિશ્વાસ પ્રગટ કરીશ. |
2
|
મે કહ્યું છે, “તમારો સાચો પ્રેમ સદાકાળ અવિચળ છે, અને તમારી વિશ્વસનીયતા આકાશની જેમ સતત રહે છે.” |
3
|
યહોવા દેવ કહે છે, “મેં મારા પસંદ કરેલા સાથે કરાર કર્યો છે; અને મારા સેવક દાઉદને વચન આપ્યું છે. |
4
|
તારા સંતાનને હું સદા ટકાવી રાખીશ; અને વંશપરંપરાગત તારું રાજ્યાસન સ્થિર રાખીશ.” |
5
|
પણ, હે યહોવા, તમારા ચમત્કારોની સ્તુતિ આકાશો કરશે, અને સંતોની મંડળી તમારી વિશ્વસનીયતા વિષે ગાશે. |
6
|
આકાશમાં કોણ છે એવું જેની તુલના થાય યહોવા સાથે? જનોમાં દેવદૂતોમાં તેના જેવો કોણ છે? |
7
|
સંતોની સભા દેવથી ડરે છે અને આદર આપે છે. જેઓ તેમની આસપાસ છે તે સર્વ કરતાં, દેવ ભયાવહ અને સન્માનનીય છે. |
8
|
હે સૈન્યોના દેવ યહોવા; તમારા જેવું શકિતશાળી બીજું કોણ છે? તમે સંપૂર્ણ રીતે વિશ્વાસપાત્ર છો. |
9
|
સમુદ્રના ગર્વ પર તમે અધિકાર ચલાવો છો; તમારા શબ્દોચ્ચાર તોફાની ઊછળતાં મોજાઓને શાંત કરે છે. |
10
|
તમે એ છો જેણે રાહાબને હરાવ્યો છે. તમારી શકિતશાળી ભુજે તમારા શત્રુઓને વિખેરી નાખ્યાં છે. |
11
|
આકાશો અને પૃથ્વી તમારાં છે, કારણ; તમે જગત તથા તેના સર્વસ્વને સ્થાપન કર્યા છે. |
12
|
ઉત્તર તથા દક્ષિણ તમારાથી ઉત્પન્ન થયા છે; તાબોર ને હેમોર્ન તમારા નામે હર્ષનાદ કરે છે . |
13
|
તમારો હાથ બળવાન છે, તમારા ભુજમાં પરાક્રમ છે, તમારો જમણો હાથ ઊંચો છે, મહિમાવંત સાર્મથ્યમાં. |
14
|
ન્યાયીપણું તથા ન્યાય તમારા રાજ્યાસનનો પાયો છે; તમારું વિશ્વાસપણું અને પ્રેમ સર્વ કૃત્યોમાં પ્રગટ થાય છે. |
15
|
હે યહોવા, ધન્ય છે આનંદદાયક નાદને જાણનાર લોકોને, તેઓ તમારા મુખના પ્રકાશમાં. |
16
|
તેઓ આખો દિવસ તમારા નામમાં આનંદ માણે છે; અને તમારા ન્યાયીપણાંથી તેઓને ઊંચા કરાય છે. |
17
|
તમે તેમની અદભૂત શકિત છો. અને તમારી ઇચ્છા પ્રમાણે તેઓની વૃદ્ધિ થાય છે. |
18
|
હા, યહોવા અમારી ઢાલ છે, અમારો ઇસ્રાએલનો પવિત્ર રાજા છે. |
19
|
તમારા ભકતોને તમે દર્શનમાં કહ્યું, “જે પરાક્રમી છે તેને મેં સહાય કરી છે; અને એક યુવાનને મેં સામાન્ય લોકોમાંથી પસંદ કરીને ઊંચો કર્યો છે. |
20
|
મારો સેવક દાઉદ મને મળ્યો છે; મેં તેને મારા પવિત્ર તેલથી અભિષિકત કર્યો છે. |
21
|
મારો હાથ તેને ટકાવી રાખશે; અને મારો ભુજ તેને સાર્મથ્ય આપશે. |
22
|
તેનાં શત્રુઓ તેને હરાવીં નહિ શકે. અને દુષ્ટ લોકો તેની પર વિજય પામી શકશે નહિ. |
23
|
તેમનાં શત્રુઓને તેમની સમક્ષ હું પાડી નાખીશ; અને હું તેમના દ્વેષીઓનો પણ નાશ કરીશ. |
24
|
પરંતુ મારું વિશ્વાસપણું તથા મારી કૃપા તેમની સાથે ચાલુ રહેશે; ને હું નિરંતર પ્રેમ રાખીશ; મારા નામને માટે પણ હું તેમને મહાન બનાવીશ. |
25
|
હું તેના હાથ સમુદ્ર પર સ્થાપન કરીશ; અને નદીઓ પર તેનો જમણો હાથ. |
26
|
તે મને કહેશે; તમે મારા પિતા છો તમે મારું તારણ કરનાર ખડક છો, તમે મારા દેવ છો જે મને બચાવે છે. |
27
|
હું એની સાથે, મારા પ્રથમજનિત પુત્રની જેમ વ્યવહાર કરીશ; અને તેને પૃથ્વી પર સૌથી મહાન બળવાન રાજા બનાવીશ. |
28
|
મારી કૃપા તેના પર સદા રહેશે, અને મારો વિશ્વાસપાત્ર કરાર સદાકાળ તેની પાસે રહેશે!” |
29
|
હું તેમની વંશાવળી સદાને માટે પ્રસ્થાપિત કરીશ. સ્વર્ગના અવિનાશી દિવસો જેમ, તેના શાસનનો અંત આવશે નહિ. |
30
|
જો તેનાં સંતાનો મારા નિયમોનો ભંગ કરશે, અને મારા હુકમોને નહિ અનુસરે. |
31
|
જો તેઓ મારા વિધિઓને તોડશે, અને મારી આજ્ઞાઓ પ્રમાણે નહિ જીવે, |
32
|
તો હું તેમને તેમના પાપોની શિક્ષા સોટીથી કરીશ, અને તેમનાં અન્યાયને ફટકાથી જોઇ લઇશ. |
33
|
પરંતુ હું મારી કૃપા તેમની પાસેથી લઇ લઇશ નહિ, અને હું તેમને અવિશ્વાસુ નહિ બનું. |
34
|
ના, હું મારા કરારનું ખંડન નહિ કરું, મેં તેમને જે વચન આપ્યું છે તે હું કદાપિ નહિ બદલું. |
35
|
મેં એકવાર તારી પવિત્રતાના સમ ખાધા છે; હું દાઉદ સાથે જૂઠું બોલીશ નહિ . |
36
|
તેમનાં સંતાન સર્વકાળ ટકશે, અને સૂર્યની જેમ તેમની હકૂમત સર્વદા ટકશે. |
37
|
તેમનું શાસન મારા વિશ્વાસુ સાક્ષી ચંદ્રની જેમ અચળ રહેશે.” |
38
|
પરંતુ, દેવ, તમે તમારા અભિષિકતને તજી દીધાં છે, તિરસ્કાર કર્યો છે અને સજા કરી છે. |
39
|
તમે તમારા સેવક સાથે કરેલો કરાર રદ કર્યો છે, તમે રાજાના મુગટને કચરામાં ફેંકી દીધો હતો. |
40
|
તેનું રક્ષણ કરનાર દીવાલોને તમે તોડી પાડી છે, અને તેના દરેક કિલ્લાને તમે ખંડેર બનાવ્યાં છે. |
41
|
માગેર્ જનારા સર્વ કોઇ તેને લૂટી લે છે, અને પડોશીઓથી તે અપમાનિત થાય છે. |
42
|
તમે તેમના વૈરીઓને તેમની વિરુદ્ધ બળવાન કર્યા છે. અને તેમના સર્વ શત્રુઓને તમે આનંદિત કર્યા છે. |
43
|
તમે તેમની તરવાર નીચી પાડી છે, અને તેમને યુદ્ધમાં સહાય નથી કરી. |
44
|
તેના ગૌરવનો તમે અંત આણ્યો છે અને તેમનું રાજ્યાસન ઉથલાવી મૂક્યું છે. |
45
|
તેના યુવાનીના દિવસો તમે ટૂંકા કર્યા છે અને તમે તેને શરમાવ્યો છેે. |
46
|
હે યહોવા, ક્યાં સુધી આમ ચાલ્યા કરશે? શું તમે આમ છુપાઇ રહેશો સદાકાળ? શું તમારો કોપ અગ્નિની જેમ સળગતો રહેશે? |
47
|
હે યહોવા, તમે મારા આયુખ્યને કેટલું ટૂંકુ બનાવ્યું છે તે જરા સંભારો; શું તમે માનવજાતનું નિર્માણ વ્યર્થતાને માટે કર્યુ છે? |
48
|
છે કોઇ એવો જે જીવશે ને મરણ દેખશે નહિ? શેઓલના કબજામાંથી પોતાનો આત્મા કોણ છોડાવશે? |
49
|
હે યહોવા, તમારી અગાઉની કૃપા ક્યાં છે? જેનું તમે તમારી વિશ્વસનીયતા દ્વારા દાઉદને વચન આપ્યું હતું. |
50
|
હે યહોવા, તમારા સેવકોનું અપમાન કરનાર તે બધાં લોકોને હું સહન કરું છું તે શરમનું સ્મરણ કરો. |
51
|
હે યહોવા, તમારા શત્રુઓએ મારું અપમાન કર્યુ, અને તેઓએ તમારા પસંદ કરેલા રાજાનું પણ અપમાન કર્યુ! |
52
|
યહોવાની સદાય સ્તુતિ કરો. આમીન તથા આમીન! |
Psalms 89:45 Gujarati Language Bible Words basic statistical display
COMING SOON ...