1
|
હે યહોવા, મને ધ્યાનથી સાંભળો અને મને ઉત્તર આપો; કારણ કે હું નિર્ધન તથા અસહાય છું. |
2
|
મારા જીવનની રક્ષા કરો, કારણ હું તમારો વફાદાર અનુયાયી છું, હે મારા દેવ, તમારા પર આસ્થા રાખનાર સેવકને બચાવો. |
3
|
હે યહોવા, મારા પર દયા કરો, કારણ; આખો દિવસ હું તમારી સમક્ષ પોકાર કરું છું. |
4
|
હે યહોવા, તમારા સેવકને આનંદ આપો; હે પ્રભુ, હું મારું જીવન તારા હાથમાં સોંપુ છું. |
5
|
હે પ્રભુ, તમે ઉત્તમ; અને ક્ષમા કરનાર છો. સહાયને માટે તમને પ્રાર્થના કરનારા પર તમે બંધનમુકત પ્રેમ દર્શાવો. |
6
|
હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો; મારી કૃપા માટેની પ્રાર્થના સાંભળો. |
7
|
મારા સંકટના ટાણે હું તમને પોકાર કરીશ, ને મને ખાતરી છે કે તમે મને ઉત્તર આપશો. |
8
|
હે યહોવા, અન્ય દેવોમાં તમારા જેવો દેવ કોઇ નથી; અને તમારા જેવા પરાક્રમો પણ કોઇનાઁ નથી. |
9
|
હે યહોવા, તમે જે રાષ્ટોનું સર્જન કર્યુ છે તે બધાં આવીને તમને પ્રણામ કરશે; અને તેઓ તમારા નામનો મહિમા ગાશે. |
10
|
કારણ તમે મહાન દેવ છો, અને અદૃભૂત ચમત્કારના કરનાર છો; તમે જ એકલાં દેવ છો. |
11
|
હે યહોવા, તમે તમારા માર્ગ શીખવો; અને હું તે માર્ગ પર ચાલીશ અને સત્યનું પાલન કરીશ, તમારા નામનો આદર કરવાને મારા હૃદયને એકાગ્ર કરો. |
12
|
હે પ્રભુ, મારા દેવ, મારા પૂર્ણ અંત:કરણથી હું તમારી સ્તુતિ કરીશ; અને હું તમારા નામને સર્વદા મહિમા આપીશ. |
13
|
કારણ, મારા પર તમારી અનહદ કૃપા છે; તમે શેઓલનાં ઊંડાણથી મારી રક્ષા કરી છે. |
14
|
હે દેવ ઘમંડી અને ઉદ્ધત માણસો મારી સામા થયા છે; અને ક્રૂર અને દુષ્ટ માણસો મારો સંહાર કરવા માટે મારી પાછળ પડ્યાં છે તેઓ તમારું સન્માન કરતાં નથી. |
15
|
પણ, હે પ્રભુ, તમે તો દયાને કરુણાથી ભરપૂર છો; તમે ક્રોધ કરવામાં ધીમા પણ નિરંતર કૃપા અને સત્યતાથી ભરપૂર છો. |
16
|
મારી તરફ ફરો, ને મારા પર દયા કરો; તમારા આ દાસને તમારું સાર્મથ્ય આપો. મારી રક્ષા કરો, હું તમારો વફાદાર પુત્ર છું. |
17
|
તમારી ભલાઇ ચિન્હ મને આપો; મારા શત્રુઓ તે જોશે અને નિરાશ થશે, કારણ હે યહોવા એ તમે છો જેણે મને મદદ કરી છે, અને દિલાસો આપ્યો છે. |
Psalms 86:11 Gujarati Language Bible Words basic statistical display
COMING SOON ...