1
|
હે સૈન્યોનાં યહોવા, તમારું નિવાસસ્થાન કેવું સોહામણું છે! |
2
|
તમારા આંગણામાં આવવા માટે મારો આત્મા ખૂબ ઉત્સુક છે; જીવતા જાગતા યહોવા દેવ માટે મારું હૃદય તથા મારો દેહ હર્ષનાદ કરશે. |
3
|
હે સૈન્યોના યહોવા, મારા રાજા તથા મારા દેવ, ચકલીઓને પોતાનું રહેવાનું સ્થાન તથા અબાબીલને પોતાનાં બચ્ચાં રાખવા માળો બાંધવા તમારી વેદીની પાસે જ છે તે સ્થાન મળ્યું છે. |
4
|
તમારા ઘરમાં વસનારાઓને ધન્ય છે; તેઓ સદા તમારા સ્તુતિગીત ગાશે. |
5
|
જેઓ યહોવામાં બળવાન, અને જેઓનાં હૃદય તમારા માગોર્ માટે ઉત્સુક છે, તેઓને ધન્ય છે. |
6
|
તેઓ બાકાની ખીણમાંથી યાત્રા કરે છે. જેને દેવે પાણીના ઝરા જેવી બનાવી છે. પાનખર ઋતુંની વર્ષા પાણીનો ઝરો બનાવે છે. |
7
|
તેઓ વધારે ને વધારે સાર્મથ્યવાન, થતાઁ આગળ વધે છે; તેઓમાંનો દરેક જણ સિયોનમાં, દેવ સમક્ષ હાજર થાય છે. |
8
|
હે સૈન્યોના દેવ યહોવા; મારી પ્રાર્થના સાંભળો; હે યાકૂબના દેવ, મને ધ્યાનથી સાંભળો. |
9
|
હે દેવ, અમારી ઢાલને જુઓ; તમે જેને રાજા તરીકે અભિષિકત કર્યા છે, તેમના પર કૃપાષ્ટિ કરો. |
10
|
કારણ, અન્યસ્થળનાં હજાર દિવસ કરતાં તારા આંગણામાંનો એક દિવસ શ્રેષ્ઠ છે, દુષ્ટોના તંબુમાં રહેવુ તે કરતાં મારા દેવના મંદિરમાં દરવાન થવું, તે મને વધારે પસંદ છે. |
11
|
કારણ કે યહોવા દેવ સૂર્ય તથા ઢાલ છે, યહોવા કૃપા તથા ગૌરવ આપશે; ન્યાયથી વર્તનારને માટે તે કંઇ પણ શ્રેષ્ઠ બાબત બાકી રાખશે નહિ. |
12
|
હે સૈન્યોના યહોવા, તેને ધન્ય છે; જે રાખે છે ભરોસો તમારા ઉપર. |
Psalms 84:10 Gujarati Language Bible Words basic statistical display
COMING SOON ...