Indian Language Bible Word Collections
Psalms 8:5
Psalms Chapters
Psalms 8 Verses
Books
Old Testament
New Testament
Bible Versions
English
Tamil
Hebrew
Greek
Malayalam
Hindi
Telugu
Kannada
Gujarati
Punjabi
Urdu
Bengali
Oriya
Marathi
Books
Old Testament
New Testament
Psalms Chapters
Psalms 8 Verses
1
|
હે યહોવા, અમારા દેવ, સમગ્ર પૃથ્વી પર તમારું નામ ઉત્તમ છે. અને તમારો મહિમા આકાશમાં ભરપૂર છે. |
2
|
નવજાતો અને બાળકોના મુખમાંથી તમારી સ્તુતિની ગાથાઓ પ્રગટી છે. તમારા શત્રુઓને ચૂપ કરી દેવા માટે તમે તેમને આ શકિતશાળી ગીતો આપ્યા છે. |
3
|
હે યહોવા, જ્યારે રાત્રે હું આકાશદર્શન કરું છું. અને ચંદ્ર તથા તારાઓથી ભર્યું નભ નિહાળું છું, ત્યારે તમારા હાથનાં અદ્ભૂત કૃત્યો વિષે હું વિચારું છું. |
4
|
પછી મને આશ્ચર્ય થાય છે, કે માનવજાત શું છે, જેનું તમે સ્મરણ કરો છો? માણસો તે કોણ છે કે તેઓની તમે મુલાકાત લો છો? |
5
|
કારણ, તમે એને દેવ કરતાં થોડોજ ઊતરતો સૃજ્યો છે, અને તેના માથા પર મહિમા ને માનનો મુગટ મૂકયો છે. |
6
|
તમે જ તેને, તમે ઉત્પન્ન કરેલી સૃષ્ટિનો અધિકાર આપ્યો છે અને તે સઘળી સૃષ્ટિનો તમે તેને કારભારી બનાવ્યો છે. |
7
|
એટલે સર્વ ઘેટાં તથા બળદો, અને જંગલી પ્રાણીઓનો પણ. |
8
|
વળી આકાશનાં પક્ષીઓ, સમુદ્રમાં રહેતા માછલાં તથા જીવોનો પણ. |
9
|
હે યહોવા, અમારા પ્રભુ, સમગ્ર વિશ્વમાં તમારું નામ સૌથી મહાન છે. |