1
|
હે દેવ, તમે પુરાતન કાળમાં, પિતૃઓના સમયે, જે મહાન કૃત્યો કર્યા હતા, તેના વિષે તેઓએ અમને કહ્યું; તે અમે અમારા કાનોએ સાંભળ્યું છે. |
2
|
વિદેશીઓની પ્રજાને, તમે તમારા હાથે હાંકી કાઢી, ઇસ્રાએલીઓને એક છેડાથી બીજા છેડા સુધી તેઓને ત્યાં વસાવ્યા હતા. |
3
|
જેણે તેમને વિજય અપાવ્યો, તે તેમની તરવારો ન હતી. અને તેમને તે ભૂમિનો કબજો લેવા દીધો હતો. તેઓ પોતાના હાથની શકિતથી પોતાનું રક્ષણ કરી શક્યાં ન હતા, પરંતુ તમારા જમણા હાથે, તમારા ભુજે તમારા દૈવી પ્રકાશે તેઓને બચાવ્યાં હતા. કારણ, તમે તેમનાથી પ્રસન્ન હતાં. |
4
|
હે દેવ, તમે મારા રાજા છો. આજ્ઞા આપો અને યાકૂબના લોકોને તારણ સુધી દોરી જાવ. |
5
|
અમે અમારા શત્રુઓને માત્ર તમારી સહાયથી હરાવીશું; અને તમારા નામે અમે અમારા વેરીઓને કચરી નાખીશું. |
6
|
હું મારા ધનુષ પર ભરોસો રાખતો નથી, ‘તરવાર’ પણ મારો બચાવ કરી શકશે નહિ. |
7
|
તમે અમારા શત્રુના લશ્કરથી અમારી રક્ષા કરી છે, જેઓ અમારો દ્વેષ કરે છે, તેઓને તમે લજ્જિત કરો છો |
8
|
આખો દિવસ પર્યંત અમો દેવની સ્તુતિ કરીશું! અમે સદાકાળ તમારા નામની આભારસ્તુતિ ચાલુ રાખીશું! |
9
|
પણ હે યહોવા, તમે અમને તજી દીધા છે અને શરમિંદા કર્યા છે. તમે અમારી સાથે યુદ્ધ માટે આવ્યાં ન હતાં. |
10
|
તમે શત્રુઓ આગળ અમારી પીછેહઠ કરાવી છે, અને તેઓએ અમને તેમની ઇચ્છા મુજબ લૂંટયા છે. |
11
|
તમે અમને તજી દીધાં છે, અમારી હાલત કાપવા માટેનાં ઘેટાઁઓ જેવી થઇ છે, અને તમે અમને વિદેશી પ્રજાઓમાં વિખેરી નાખ્યા છે. |
12
|
તમે અમને નજીવી કિંમતમાં વેચી દીધાં છે, શું તમારી નજરમાં અમારી કોઇ કિંમત નથી ? |
13
|
અમારા પડોશીઓ આગળ તમે અમને નિંદા રૂપ બનાવ્યાં છે; અને અમારી આસપાસનાં લોકો સમક્ષ અમને હાંસીરૂપ બનાવ્યા છે. |
14
|
તમે અમને રાષ્ટો વચ્ચે તિરસ્કાર અને હાંસીને પાત્ર બનાવ્યા છે. તેઓ અમારી સામે જુએ છે, તેઓના માથા હલાવે છે અને અમારા પર હસે છે. |
15
|
આખો દિવસ હું મારું કલંક જોઉં છું અને મારું માથું શરમથી ઝૂકી ગયું છે. |
16
|
કારણ, મારી નિંદા થાય છે અને મારા વિષે ખરાબ બોલાય છે. જુઓ, મારા શત્રુ તથા વેર વાળનારા આવું કરે છે. |
17
|
ભલે, આ બધું અમારા પર આવી પડ્યું, તોય અમે તમને ભૂલી નથી ગયા; ને તમારા કરાર પ્રતિ વિશ્વાસઘાતી નથી થયા. |
18
|
અમારું હૃદય તમારાથી પાછું હઠી ગયું નથી, અને તમારા માર્ગથી, અમે એક ડગલું પણ ચલિત થયા નથી. |
19
|
તો પણ તમે અમને શિયાળવાની જગામાં કચડ્યા છે; અને અમને તમે મોતની ગાઢ છાયાથી ઢાંકી દીધાં છે |
20
|
જો અમે અમારા દેવનું નામ ભૂલી ગયા હોત અથવા પારકા દેવોની તરફ અમારા હાથ ફેલાવ્યા હોત, |
21
|
તો શું દેવે તે જાણ્યું ન હોત? હા, યહોવા સર્વના હૃદયનું રહસ્ય જાણે છે. |
22
|
પરંતુ તમારે કારણે જ અમે આખો દિવસ માર્યા જઇએ છીએ. તમારે કારણે અમને કાપવા માટે દોરી જવાતાં ઘેટાં જેવા ગણવામાં આવે છે. |
23
|
હે યહોવા, જાગૃત થાઓ! હવે ઊંઘસો નહિ; અને અમને સદાને માટે, દૂર કરશો નહિ. |
24
|
તમે તમારું મુખ અમારાથી શા માટે અવળું ફેરવો છો? તમે અમારા સંકટો અને અમારી સતા વણીની અવગણના શા માટે કરો છો? |
25
|
અમો ધૂળમાં નીચે મ્હો રાખીને પડયાં છીએ અને અમારા પેટ જમીનમાં દબાઇ રહ્યાં છે. |
26
|
હે દેવ, અમને મદદ કરવા ઊઠો, અને તમારી કૃપાથી અમને બચાવી લો. |
Psalms 44:25 Gujarati Language Bible Words basic statistical display
COMING SOON ...