1
|
હે યહોવા, હું તમારી ઉપર આધાર રાખું છું મને નિરાશ ન કરશો. મારી સાથે હમેંશા સારા રહેજો અને મને કૃપા આપતા રહેજો. |
2
|
હે યહોવા, મને સંભળો, ઉતાવળથી મારી મદદે આવો! મારા ખડક બનો. મારી સુરક્ષાની જગા બનો. મારો કિલ્લો બનો અને મને બચાવો. |
3
|
દેવ મારા ખડક અને કિલ્લો છો, તેથી તમારા નામને માટે મને દોરવણી આપો અને મને માર્ગદર્શન આપો. અને તે પર ચલાવો. |
4
|
મારા શત્રુઓએ પાથરેલી ગુપ્ત જાળમાંથી મને બચાવો. કારણ તમે મારો આશ્રય છો. |
5
|
હું, મારો આત્મા તમારા હાથમાં સોંપુ છું; હે સત્યના દેવ યહોવા, તમે મારો ઉદ્ધાર કર્યો છે. |
6
|
જૂઠ્ઠા દેવોની પૂજા કરનારને હું ધિક્કારું છું, હું ફકત યહોવામાં ભરોસો કરું છું; |
7
|
યહોવા, હું તમારી દયાથી આનંદથી હરખાઇશ તમે મારું સઘળું દુ:ખ જોયું છે, મારા આત્માની વ્યથા નિહાળી છે. |
8
|
તમે મને શત્રુઓના હાથમાં સોંપ્યો નથી, તમે મારા પગ વિશાળ જગા પર સ્થિર કર્યા છે. |
9
|
હે યહોવા; હું સંકટમાં છુ, હિંમત હારી ગયો છું, મારા પર દયા કરો; શોકથી મારું શરીર, આંખ, મારો પ્રાણ ક્ષીણ થાય છે. |
10
|
મારા જીવનનો અંત આવે છે. ઉદાસીમાં મારા વષોર્ નિસાસામાં પસાર થાય છે. મારા પાપોએ મારી શકિત હણી લીધી છે અને મારાઁ હાડકાઁ બરડ થઇ રહ્યાં છે. |
11
|
મારા બધા દુશ્મનો મને મહેણાં મારે છે, અને મારા પડોશીઓ મારી હાંસી ઉડાવે છે. મારા સબંધીઓને મારો ભય લાગે છે; તેથી તેઓ મને અવગણે છે. જેઓ મને જુએ છે તેઓ તેમના મુખ ફેરવી લે છે. |
12
|
મૃત્યુ પામેલ મનુષ્યની જેમ હું વિસરાઇ ગયો છું; હું ફેંકી દીધેલાં અને ફુટી ગયેલાં વાસણ જેવો છું. |
13
|
મેં ઘણાં લોકોને મારી બદનક્ષી કરતાં સાંભળ્યા છે. તેઓ ભેગા થઇને મારી વિરુદ્ધ મને મારી નાખવાની યોજના અને કાવતરાં કરે છે. |
14
|
પરંતુ હે યહોવા, હું તમારો વિશ્વાસ કરૂં છું મેં કહ્યું, “ફકત તમે જ મારા દેવ છો.” |
15
|
મારા જીવનની બધીજ બીનાઓ તમારા હાથમાં છે. મારા પર દયા કરો અને મને દુશ્મનોથી અને જેઓ મારો પીછો કરી રહ્યાં છે તેમનાથી બચાવો. |
16
|
તમારા સેવક ઉપર તમારા મુખનો પ્રકાશ ફરીથી પાડો. અને મારા પર તમારી કૃપા દર્શાવી મારો બચાવ કરો. |
17
|
હે યહોવા, હું નિરાશ થઇશ નહિં; કારણકે મેં તમને પ્રાર્થના કરી છે. દુષ્ટજનોને લજ્જિત કરી અને ચૂપચાપ તેઓને કબરોમાં સુવડાવી દો. |
18
|
જૂઠા હોઠ મૂંગા થાઓ; તેઓ ડંફાસ મારે છે અને સજ્જનોની વિરુદ્ધ દ્વેષભાવ રાખીને ખરાબ વાતો કહે છે. |
19
|
જે ઉદારતા તમારા ભકતોને ખાતર તમે રાખી મૂકી છે, તે તમે તમારા ભરોસો પર રાખનાર માટે ખૂબ દાખવી છે. અને તમારો ભય રાખનારા માટે તમારો આશીર્વાદ મહાન છે. |
20
|
તમે તમારી સંમુખ તેઓને સંતાડી રાખશો, અને તેમનું કાવતરાબાજો વિરુદ્ધ રક્ષણ કરશો. તમે તમારા મંડપમાં તેમને સુરક્ષિત રાખશો અને તેમને અનિષ્ટ જીભોથી બચાવશો. |
21
|
યહોવાને ધન્ય છે! કારણ તેણે મારા પર અસીમ પ્રેમ વરસાવ્યો છે. જ્યારે દુશ્મનોએ નગરને ઘેરી લીધું હતું ત્યારે તેમણે મારા પર અદભૂત દયા દેખાડી છે. |
22
|
અધીરતાથી મેં કહીં દીધું હતું કે, યહોવાએ મને તરછોડી દીધો છે, વિચાર કર્યા વિના હું એવું બોલ્યો હતો છતાં મારી અરજ તમે સાંભળી. |
23
|
હે યહોવાના સર્વ ભકતો, તમે તેમનાં પર પ્રેમ રાખો; વિશ્વાસુઓની તેઓ રક્ષા કરે છે, અને અભિમાનીને શિક્ષા કરે છે. |
24
|
તમારામાંના બધાં, જેઓ યહોવાની મદદની રાહ જુએ છે. ભલે તમારા હૃદય નિર્ભય અને હિંમતવાન બને, અને તમે સહુ ભલે બળવાન બનો! |
Psalms 31:1 Gujarati Language Bible Words basic statistical display
COMING SOON ...