1
|
હે યહોવા, મારો ન્યાય કરો, હું સદા પ્રામાણિકપણે વત્ર્યો છું. મારો યહોવા પરનો વિશ્વાસ કદાપિ ડગ્યો નથી. મારી વિરુદ્ધના લોકોની સામે મને સર્વ આક્ષેપોમાંથી નિદોર્ષ જાહેર કરો. |
2
|
હે યહોવા, પૂરી તપાસ કરીને મારી પરીક્ષા કરો; મારા અંત:કરણની ઇચ્છાઓને પણ કસોટીની એરણે ચઢાવી પરીક્ષા કરો. |
3
|
કારણ, હું તમારી કૃપા મારી સગી આંખે નિહાળું છું. અને હું હંમેશા સત્યો દ્વારા જીવી રહ્યો છું. |
4
|
મેં ક્યારેય દુરાચારીઓની સંગત કરી નથી. હું ક્યારેય નકામા લોકો સાથે જોડાયો નથી. |
5
|
હું દુષ્ટોની સંગતને ધિક્કારું છું ને દુષ્ટોની મંડળીમાં કદાપિ બેસીશ નહિ. |
6
|
હું મારી નિદોર્ષતા સાબિત કરવા મારા હાથ ધોઇશ; હે યહોવા, એ પ્રમાણે જ હું વેદીની પ્રદક્ષિણા કરીશ. |
7
|
હું આભારસ્તુતિનાં ગીત ત્યાં ગાઉં છું અને તમારા સર્વ ચમત્કારી કર્મ પ્રગટ કરું છું. |
8
|
હે યહોવા, મને પ્રિય છે તમારુ મંદિર, અને તે જગા જ્યાં તમારુ ગૌરવ છે. |
9
|
પાપીઓની સાથે મારો સર્વનાશ કરશો નહિ. માણસોની સાથે મને મારી નાખશો નહિ. |
10
|
તેઓ હમેશા ધૃણાજનક કૃત્યો કરે છે, અને તેમના જમણા હાથ લાંચરુસ્વતથી ભરેલાં છે. |
11
|
હે યહોવા, હું તેઓના જેવો નથી, હું પ્રામાણિકપણાના માગેર્ ચાલું છું, મારા પર દયા કરી મારો બચાવ કરો. |
12
|
યહોવાએ મને પડી જવા દીધો નથી, માટે હું યહોવાની સ્તુતિ જનસમૂહમાં ગાઇશ. |
Psalms 26:9 Gujarati Language Bible Words basic statistical display
COMING SOON ...