1
|
હે યહોવા, મારી જાતને તને સોપું છું. |
2
|
હું હમેશા તમારો વિશ્વાસ કરું છું. તો મારી સાથે કોઇ એવી વસ્તુ ન બને કે જેથી મારે શરમાવું પડે. મારા શત્રુઓને મારી ઉપર હસવા દેતા નહિ. |
3
|
જેઓ યહોવામાં વિશ્વાસ રાખે છે તેઓએ કદી કશાથી પણ શરમાવાનું નહિ. પણ વિશ્વાસઘાતીઓની માનહાનિ થશે. તેઓને તેમના વિશ્વાસઘાતથી કોઇ ફાયદો નહિ થાય. |
4
|
હે યહોવા, મને તમારાં માર્ગ બતાવો; તમારા રસ્તા વિષે મને શીખવો. |
5
|
મને માર્ગદર્શન અને જ્ઞાન આપો; કારણ, તમે જ માત્ર મને તારણ આપનાર દેવ છો. હું આખો દિવસ તમારી રાહ જોઉ છુઁ. |
6
|
હે યહોવા, તમારી કૃપા અને તમારી પ્રેમાળ દયાળુતાને યાદ રાખો કારણ તે સનાતન છે. |
7
|
મારી જુવાનીનાં પાપ અને મારા અપરાધનું સ્મરણ ન કરો. હે યહોવા, તમારા શુભ નામને માટે, તમારી કૃપા અને અનુકંપા સાથે મને યાદ કરો. |
8
|
યહોવા સારા અને પ્રામાણિક છે, તેથી તેઓ પાપીઓને સાચા માગેર્ દોરે છે, અને તેઓ તેમને શું ન્યાયી અને નિષ્પક્ષ છે તે શીખવે છે. |
9
|
તેઓ નમ્ર લોકોને ન્યાયી બનવા માટે દોરે છે અને તેઓ તેમને તેમના માગેર્ જીવવાનું શીખવે છે. |
10
|
જે લોકો તેનો પવિત્ર કરાર અને કાયદાઓનું પાલન કરે છે તેમનાં તરફ યહોવા દયાળુ અને વિશ્વાસુ છે. |
11
|
હે યહોવા, મારા પાપ તો ઘણાં છે, તમારા નામના મહિમા માટે મને ક્ષમા કરો. |
12
|
યહોવાથી ડરે એવા માણસો કયાં છે? શ્રેષ્ઠ જીવન જીવવાનો શ્રેષ્ઠ રસ્તો પસંદ કરવાનું તેમને યહોવા શીખવશે. |
13
|
તે માણસ પર યહોવાના આશીર્વાદ રહેશે; તેનાં સંતાન પૃથ્વીનો વારસો પામશે. |
14
|
જેઓ યહોવાનો ભય અને તેમના માટે માન રાખે તેઓની સાથે તેઓ પોતાના રહસ્યો વહેંચે છે. તેઓ તેઓને તેમનો કરાર શીખવે છે. |
15
|
મારી ષ્ટિ સહાય માટે સદાય યહોવા તરફ છે, કારણ, તે એકલાં જ મારા પગ ફાંદામાંથી કાઢશે. |
16
|
હે યહોવા, હવે તમે આવો, ને મારા પર દયા કરો. હું નિરાશ્રિત, દુ:ખી, નિ:સહાય અને એકલો છું. |
17
|
મારી મુસીબતો અને સમસ્યાઓ દિનપ્રતિદિન વધુ ખરાબ થતા જાય છે. હે યહોવા, તે બધામાંથી મને મુકત કરો. |
18
|
મારાઁ દુ:ખ તથા વેદના પર જરા નજર કરો, અને કૃપા કરી મારાં સર્વ પાપની ક્ષમા કરો. |
19
|
મારા શત્રુઓ ઘણાં છે તે જરા જુઓ; તેઓ કેટલી ક્રૂરતાથી મારી ધૃણા કરે છે તે જુઓ. |
20
|
મારું રક્ષણ કરો અને મારો જીવ બચાવો. મારી લાજ જવા દેતા નહિ, કારણ હું તમારો વિશ્વાસ કરું છું. |
21
|
મારા પ્રામાણિપણું તથા ન્યાયીપણાના, તમે રક્ષક બનો. કારણ, રક્ષણ માટે હું તમારી આશા રાખું છું. |
22
|
હે યહોવા, હવે તમે ઇસ્રાએલને સર્વ સંકટોમાંથી છોડાવો. |
Psalms 25:1 Gujarati Language Bible Words basic statistical display
COMING SOON ...