1
|
યહોવાની સ્તુતિ કરો. હે મારા આત્મા યહોવાની સ્તુતિ કર. |
2
|
મારા જીવન પર્યંત હું યહોવાની સ્તુતિ કરીશ; મારા જીવનનાં છેલ્લા શ્વાસ સુધી હું તેમનાં સ્તુતિગીતો ગાઇશ. |
3
|
તમે રાજાઓ કે માણસોનો ભરોસો ન રાખો, કારણકે તેમની પાસે તારણ નથી. |
4
|
તેનો પ્રાણ તેમને છોડી જાય છે, અને તેમનું શરીર ધૂળમાં પાછું મળી જાય છે; અને તેમની બધી યોજનાઓ નકામી જાય છે. |
5
|
જે માણસને સહાય કરનાર યાકૂબના દેવ છે; અને જેની આશા તેના દેવ યહોવામાં છે; તે આશીર્વાદિત છે. |
6
|
યહોવાએ પૃથ્વી તથા આકાશો, સમુદ્રો તથા તેમાંના સર્વસ્વનું સર્જન કર્યુ છે, તે પોતાના પ્રત્યેક વચનનુઁ પાલન કરે છે. |
7
|
તે કચડાયેલાઓનો ન્યાય જાળવી રાખે છે, તે ભૂખ્યાઓને અનાજ પૂરું પાડે છે. યહોવા કેદીઓને મુકત કરાવે છે. |
8
|
યહોવા આંધળાને દેખતાઁ કરે છે; યહોવા ભારે બોજથી દબાયેલાઓનો બોજો હલકો કરે છે, કારણકે યહોવા ન્યાયી માણસને પ્રેમ કરે છે. |
9
|
યહોવા નિરાશ્રિતોનું રક્ષણ કરે છે; અને અનાથો તથા વિધવાઓની કાળજી લે છે; પણ દુષ્ટોની યોજનાઓને ઊંધી વાળે છે. |
10
|
યહોવા સદાકાળ રાજ કરશે, હે સિયોન, તમારા દેવ પેઢી દર પેઢી રાજ કરશે. યહોવાની સ્તુતિ થાઓ! |
Psalms 146:4 Gujarati Language Bible Words basic statistical display
COMING SOON ...