1
|
હે યહોવા, જલ્દીથી મને ઉત્તર આપો; કારણકે, મેં પ્રાર્થના કરી છે. મદદ માટેનો પોકાર સાંભળો. |
2
|
મારી પ્રાર્થના તારી સંમુખ ધૂપ જેવી થાઓ, મારા ઊંચા થયેલા હાથો તે વેદી પરના સંધ્યાકાળના દહનાર્પણોની જેમ તમને સ્વીકાર્ય હો! |
3
|
હે યહોવા, મારા મુખને બંધ રાખવા અને મારા હોઠોને બીડેલા રાખવા મને સહાય કરો. |
4
|
મારા હૃદયમાં કંઇ દુષ્ટ વસ્તુ પ્રવેશે નહિ, જેથી દુષ્કમોર્ કરનારની સાથે તેમના દુષ્ટકાર્યોમાં હું જોડાઉં નહિ અને તેઓ જે કરવા ચાહે છે તેમાં હું તેમને સાથ ન આપું. |
5
|
જો કોઇ ન્યાયી માણસ મને સુધારે તો હું તેમને સારી વસ્તુ કરવા તરીકે સમજીશ. તેમનો ઠપકો માથા પર તેલ નાખવા જેવો રહેશે. હું કદાપિ આવા સ્વાસ્થ્ય વર્ધકનો નકાર ન કરું! પણ ખરાબ લોકોનાં દુષ્ટ કૃત્યો વિરુદ્ધ હું પ્રાર્થના કરીશ. |
6
|
તેઓના ન્યાયધીશો પર્વતની ટોચ ઉપરથી પાડી નાખવામાં આવે. તેઓ સાંભળશે અને અનુભવશે કે મારાં શબ્દો સાચા અને મીઠાં છે. |
7
|
જેમ કોઇ જમીન ખેડે અને આજુબાજુ ગંદકી ફેલાવે, તેમ અમારાં હાડકાં કબરના પ્રવેશ આગળ વિખરાયેલાં હતા. |
8
|
પણ હે યહોવા પ્રભુ, હું મદદ માટે તમારી તરફ જોઉં છું. હું તમારો વિશ્વાસ કરું છું. મારા આત્માનો નાશ ન થવા દો. |
9
|
તેઓએ મારા માટે ગોઠવેલા ફાંદાથી અને ભૂંડુ કરનારાઓએ ગોઠવેલી જાળમાથી મને બચાવો. |
10
|
દુષ્ટો પોતાની જાળમાં ફસાઇ જાય, અને તમે મારી રક્ષા કરો. |
Psalms 141:2 Gujarati Language Bible Words basic statistical display
COMING SOON ...