1
|
હે યહોવા, સંકટોનાં ઉંડાણમાંથી મેં તમને મદદ માટે પોકાર કર્યો. |
2
|
હે યહોવા, મારી હાકલ સાંભળ; અને મદદ માટેની મારી હાકલ પર તમારા કાન ધ્યાન આપે. |
3
|
હે યહોવા, અમારા પ્રભુ; જો તમે ખરેખર અમને અમારા પાપો માટે શિક્ષા કરી હોત, તો કોઇનું અસ્તિત્વ રહેત નહિ. |
4
|
પરંતુ તમે લોકોને માફી આપો છો, તેથી તમે આદર પામશો. |
5
|
તેથી હું મોટી આશા સાથે યહોવાની વાટ જોઉ છું, મારો આત્મા તેમની રાહ જુએ છે, હું તેમના વચન પર આધાર રાખું છું. |
6
|
પહેરો ભરનાર સંત્રી પ્રભાતની રાહ જુએ તે કરતાં વિશેષ હું યહોવાની રાહ જોઉં છું. |
7
|
હે ઇસ્રાએલ, યહોવામાં તમારો વિશ્વાસ મૂકો, કારણ, તે દયાળુ ને કૃપાળુ છે અને તે આપણને બચાવવા આપણી પાસે આવે છે. |
8
|
તેઓના બધાં પાપોને માટે તે પોતે ઇસ્રાએલને માફ કરશે. |
Psalms 130:5 Gujarati Language Bible Words basic statistical display
COMING SOON ...