1
|
ઇસ્રાએલના લોકો કબૂલ કરતાં કહે; જો યહોવા અમારા પક્ષમાં ન હોત. |
2
|
હા, જ્યારે લોકોએ અમારા પર હુમલો કર્યો ત્યારે જો યહોવા અમારા પક્ષમાં ન હોત. |
3
|
તો દુશ્મનો અમને જીવતા ગળી ગયા હોત; અને તેઓના કોપથી અમારો નાશ થયો હોત. |
4
|
ત્યારે પાણીની રેલમાં અમે તણાઇ ગયા હોત; અને પાણીએ અમને ડૂબાડી દીધા હોત. |
5
|
તે અભિમાની માણસોએ અમને પાણીમાં ડૂબાડી દીધા હોત. |
6
|
યહોવાને ધન્ય છે કે જેણે અમને તેઓના દાંતમાં શિકાર તરીકે પકડાવા ન દીધા, અને તેમણે અમારો નાશ થવા દીધો નહિ. |
7
|
જેમ પારધીની જાળમાંથી પક્ષી છટકી જાય; તેમ અમારા જીવ બચી ગયા છે; જાળ તૂટી ગઇ છે અને અમે બચી ગયા છીએ. |
8
|
આકાશ અને પૃથ્વીના સર્જનહાર; યહોવા જ અમારા મદદગાર છે. |
Psalms 124:8 Gujarati Language Bible Words basic statistical display
COMING SOON ...