1
|
યહોવાની સ્તુતિ કરો! હે યહોવાના સેવકો, સ્તુતિ કરો, યહોવાના નામની સ્તુતિ કરો. |
2
|
યહોવાનું નામ આ સમયથી તે સર્વકાળ સુધી સ્તુત્ય થાઓ. |
3
|
સૂર્યોદયથી તે સૂર્યાસ્ત સુધી યહોવાના નામની સ્તુતિ કરો. |
4
|
યહોવા સર્વ પ્રજાઓ પર સવોર્પરી અધિકારી છે; અને તેનું ગૌરવ આકાશો કરતાં મોટું છે. |
5
|
આપણા દેવ યહોવા જેવો છે કોણ? જે ઉચ્ચસ્થાનમાં પોતાનું રહેઠાણ રાખે છે. |
6
|
આકાશો ને પૃથ્વીથી યહોવા ઘણા ઊંચા છે. પોતાને નીચા નમાવે છે, તેથી તેને જોવા તેમણે નીચું જોવુ પડે. |
7
|
રાંકને ધૂળમાંથી તે ઉઠાવી લે છે; અને ભૂખ્યાઓને કચરાનાં ઢગલામાંથી. |
8
|
અને બેસાડે છે પોતાના લોકોને અમીર ઉમરાઓ સાથે; રાજકુમારોની મધ્યે. |
9
|
સંતાન સ્રી ને સંતાન આપે છે; અને સુખી થશે માતા! યહોવાની સ્તુતિ થાઓ. |
Psalms 113:2 Gujarati Language Bible Words basic statistical display
COMING SOON ...