Indian Language Bible Word Collections
Psalms 106:4
Psalms Chapters
Psalms 106 Verses
Books
Old Testament
New Testament
Bible Versions
English
Tamil
Hebrew
Greek
Malayalam
Hindi
Telugu
Kannada
Gujarati
Punjabi
Urdu
Bengali
Oriya
Marathi
Assamese
Books
Old Testament
New Testament
Psalms Chapters
Psalms 106 Verses
1
યહોવાની સ્તુતિ કરો! યહોવાનો આભાર માનો, કારણકે તે ભલા છે, તેમનો સાચો પ્રેમ સદાકાળ છે!
2
યહોવાના મહાન કૃત્યો કોણ વર્ણવી શકે? તેમની સંપૂર્ણ સ્તુતિ કોણ કરી શકે?
3
ધન્ય છે તેઓને જેઓ ન્યાયને અનુસરે છે, અને હંમેશા જે સાચું છે તે જ કરે છે.
4
હે યહોવા, તમે તમારા લોકો પર કૃપા કરો; ત્યારે મને યાદ રાખશો, અને તમે જેઓને બચાવ્યાં છે તે લોકોમાં મારો સમાવેશ કરવાનું યાદ રાખશો.
5
જેથી તમારા પસંદ કરેલાઓનું કલ્યાણ હું જોઉં; તમારી પ્રજાનાં આનંદમાં હું પણ આનંદ માણું; અને તમારા વારસોની સાથે હું હર્ષનાદ કરું.
6
અમારા પિતૃઓની જેમ અમે પણ પાપ કર્યુ છે; અમે અન્યાય કર્યા છે, અમે દુષ્ટતા કરી છે.
7
મિસરમાઁના તમારાં ચમત્કારોમાંથી અમારા પિતૃઓ કાઇં શીખ્યાં નહિ, અને તેઓ તમારો પ્રેમ અને દયા જલ્દી ભૂલી ગયા, તેઓએ રાતા સમુદ્ર પાસે તમારી વિરુદ્ધ બંડ પોકાર્યું.
8
તો પણ, પોતાના નામની માટે અને તેઓને પોતાના પરાક્રમ દેખાડવાં માટે તેણે તેમને તાર્યા.
9
તે દેવે રાતા સમુદ્રને આદેશ આપ્યો એટલે તે સૂકાઇ ગયો, અને તેણે અમારા પિતૃઓને ઊંડા સમુદ્રમાંથી રેતીના રણ જેવી સૂકી ભૂમિ પર દોર્યા.
10
તેમણે તેઓને વૈરીઓના હાથમાંથી તાર્યા; અને દુશ્મનનાં હાથમાંથી તેઓને છોડાવ્યા.
11
તેઓના દુશ્મનો પર પાણી ફરી વળ્યું ; તેઓમાંનો એકેય બચ્યો નહિ.
12
ત્યાર પછી જ તેના લોકોએ તેમનાં શબ્દો પર વિશ્વાસ કર્યો અને તેમની પ્રશંસામાં સ્તુતિ ગાઇ.
13
તેઓ તેમનાં કૃત્યો જલદી ભૂલી ગયા; તેમની સલાહ સાંભળવા, ધીરજ રાખી નહિ.
14
રણમાં તેઓ પોતાની ઇચ્છાઓને આધીન થયા, અને વેરાન ભૂમિમાં દેવની પરીક્ષા કરી!
15
યહોવાએ તેમની માંગણીઓ પૂરી કરી; પણ પછી તેણે તેમના પર ભયંકર રોગ મોકલી આપ્યો.
16
તેઓએ છાવણીમાં મૂસાની ઇર્ષા કરી, તથા યહોવાના પવિત્ર યાજક હારુનની ઇર્ષ્યા કરી.
17
તેથી પૃથ્વીએ મોં ખોલ્યુ અને; દાથાન, અબીરામ અને તેમના સમૂહને ગળી ગઇ.
18
આકાશમાંથી અગ્નિ તેમની છાવણીમાં આવ્યો, અને આ દુષ્ટ માણસોને તે ભરખી ગયો.
19
તેઓએ સિનાઇ પર્વત પર હોરેબ આગળ વાછરડો બનાવ્યો; અને એ મૂર્તિની પૂજા કરી.
20
તેઓએ આ પ્રમાણે તેમના મહિમાવંત દેવને બદલી નાખ્યા, ઘાસ ખાનાર ગોધાની પ્રતિમા પસંદ કરીને!
21
આ રીતે તેઓ, પોતાના ચમત્કારીક કાર્યો વડે મિસરમાં બચાવનાર દેવને ભૂલી ગયાં!
22
તેઓ “આ લાલ સમુદ્ર પાસે કરેલા ભયંકર કામો અને પોતાના તારનાર દેવને ભૂલી ગયાં.”
23
યહોવાએ તેમનો વિનાશ કરવો હતો પણ મૂસા, દેવનો પસંદ કરેલો, દેવના વિનાશી કોપને શાંત પાડવા તેમની સામે ઊભો રહ્યો. અને મૂસાએ તેમને રોક્યા, જેથી તેમણે લોકોનો વિનાશ ન કર્યો.
24
તેમણે તે મનોહર દેશને તુચ્છ ગણ્યો; અને તેઓએ તેની વાતનો વિશ્વાસ કર્યો નહિ.
25
તેઓ પોતાના મંડપોમાં જઇને પોતાની અંદરો અંદર દેવની વિરુદ્ધ ફરિયાદ કરી, ને યહોવાની વાણીનો અનાદર કર્યો.
26
તેથી યહોવાએ રેતીનાં રણમાં તેમને મારી નાખવા સમ લીધા.
27
તેઓ તેમના વંશજોને દૂર ફેંકી દેશે, અને તેઓને પ્રજાઓમાં વિખેરી નાખશે.
28
પછી પેઓરમાં આપણા પિતૃઓ, બઆલનાં ભજનમાં જોડાયા; એટલુંજ નહિ પણ તેમણે મૃતાત્માઓને અર્પણ કર્યા અને બલિદાનમાંથી તેમણે તે ખાધાં પણ ખરાં.
29
યહોવાને આ બધી બાબતો દ્વારા તેઓએ કોપાયમાન કર્યા; તેથી તેઓ મધ્યે જીવલેણ રોગ મરકી ફાંટી નીકળ્યો.
30
ફીનહાસે પ્રાર્થના કરી ત્યાં સુધી; તે ચાલુ રહ્યો અને પછી પ્લેગ અટકી ગયો હતો.
31
પેઢી દરપેઢી સર્વકાળપર્યંત ન્યાયીપણાને અથેર્ તેનું આ કામ તેના હકમાં યાદ કરાશે.
32
મરીબાહમાં ઇસ્રાએલીઓએ દેવને ક્રોધિત કર્યા; મૂસાએ તેઓને કારણે કઈંક ખરાબ કર્યું.
33
તેઓના વર્તનને કારણે મૂસા ગુસ્સે થયા હતાં; અને તે પોતાને મોઢે અવિચારી વાણી બોલ્યા.
34
યહોવાએ કનાનીઓનો નાશ કરવાની આજ્ઞા કરી હતી; તેઓએ તેમનો નાશ કર્યો નહિ.
35
પણ તેઓ પરદેશીઓ સાથે ભળી ગયા; અને તેઓના દુષ્ટ માગોર્ અપનાવ્યા.
36
તેઓએ તેઓની મૂર્તિઓની પૂજા કરી ; અને તે તેઓને ફાંદા રૂપ થઇ પડ્યું.
37
વળી તેઓએ ભૂતોનેપોતાના નાનાં દીકરાઓ અને દીકરીઓના બલિદાનો આપ્યાં.
38
તેઓએ તેઓના પુત્ર અને પુત્રીઓનું નિદોર્ષ લોહી વહેવડાવ્યું; અને કનાનની મૂર્તિઓ સમક્ષ બલિદાન કર્યુ, આમ દેશ લોહીથી ષ્ટ થયો.
39
તેમનાં દુષ્ટ કાર્યોથી તેઓ અપવિત્ર બન્યા; કારણ, દેવની ષ્ટિમાં તેમનો મૂર્તિઓ પ્રત્યેનો પ્રેમ વ્યભિચાર હતો.
40
તેથી યહોવાનો કોપ પોતાના લોકો સામે સળગી ઊઠયો; અને પોતાના વારસોથી કંટાળી ગયા, ને તેમના પર ધૃણા થઇ.
41
તેમણે તેઓને વિદેશીઓના હાથમા સોંપી દીધાં; અને તેમના શત્રુઓએ તેમના ઉપર રાજ કર્યુ.
42
તેઓના શત્રુઓએ પણ તેઓને કચડ્યા; અને, તેઓના હાથ નીચે પડીને તેઓ તાબેદાર થયા.
43
યહોવાએ વારંવાર મુકત કર્યા ગુલામીમાંથી; છતાં દેવ વિરુદ્ધ બંડ કરવાનું ચાલુ રાખ્યુ; અને પોતાના પાપને લીધે તેઓ તારાજ થયા.
44
તેમ છતાં યહોવાએ તેમની પ્રાર્થનાઓ સાંભળી, અને તેઓની આફતો તરફ તેમણે ધ્યાન આપ્યું.
45
યહોવાએ તેમની સાથે કરેલો તેમનો કરાર યાદ કર્યો અને તેઓ પ્રતિ તેમનો મહાન પ્રેમ દર્શાવ્યો.
46
જે શત્રુઓએ તેના લોકો કેદ કર્યા હતાં, દેવે તેઓની પાસે તેમનાં પર કરુણા દર્શાવડાવી.
47
હે યહોવા અમારા દેવ, અમને તાર; પ્રજાઓ મધ્યેથી અમને ફરીથી એકત્ર કરો; જેથી અમે તમારા પવિત્ર નામનો આભાર માનીએ અને સ્તુતિ ગાઇને તમારો જયજયકાર કરીએ.
48
હે ઇસ્રાએલના દેવ યહોવા, અનાદિકાળથી અનંતકાળ સુધી સ્તુત્ય મનાઓ; સર્વ લોકો આમીન કહો, અને તમે યહોવાની સ્તુતિ કરો!