1
|
હે યહોવા, હું તમારા માટે આ ગીત ગાઇશ. હું તમારી કૃપા અને ન્યાય વિષે ગાઇશ. |
2
|
હે યહોવા, હું મારા ઘરમાં શુદ્ધ હૃદય સાથે સંભાળપૂર્વક શુદ્ધ જીવન જીવીશ. તમે મારી પાસે ક્યારે આવશો? |
3
|
હલકી અને દુષ્ટ બાબતોનો નકાર કરવાં મને મદદ કરો; અને સર્વ પ્રકારની અપ્રામાણિક બાબતો; જેમાં મારો કોઇ લાગભાગ ન હોય તેને ધિક્કારવા મને મદદ કરો. |
4
|
હું ઠગ અને અપ્રામાણિક લોકોનો અસ્વીકાર કરીશ, અને હું દરેક દુષ્ટથી પણ દૂર રહીશ. |
5
|
હું જે કોઇ તેમનાં પડોશીઓની વિરુદ્ધમાં ખાનગીમાં બોલે છે તેમને અટકાવીશ. જેની આંખો અને હૃદય અભિમાનથી ભરેલાં છે; તેમને હું સહન કરીશ નહિ. |
6
|
હું આખા દેશમાં ભરોસાપાત્ર લોકોની ખોજ કરીશ અને તેઓને મારા મહેલમાં રહેવા દઇશ, ફકત જેઓ સંપૂર્ણ પ્રામાણિક છે તેઓ મારી સેવા કરશે. |
7
|
વિશ્વાસઘાતી લોકો મારા ઘરમાં રહી શકશે નહિ, જૂઠું બોલનારા કોઇ મારી નજીક રહેશે નહિ. |
8
|
આ દેશમાં રહેતા દુષ્ટ લોકોનો હું હંમેશા વિનાશ કરીશ, હું તે દુષ્ટ લોકોને યહોવાના નગરમાંથી જબરદસ્તીથી બહાર મોકલી આપીશ. |
Psalms 101:3 Gujarati Language Bible Words basic statistical display
COMING SOON ...