Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

Books

Genesis Chapters

Genesis 34 Verses

Bible Versions

Books

Genesis Chapters

Genesis 34 Verses

1 દીનાહ લેઆહ અને યાકૂબની પુત્રી હતી. એક દિવસે તે, એ પ્રદેશની સ્ત્રીઓને મળવા બહાર નીકળી.
2 તે પ્રદેશના રાજા હિવ્વી હમોરના પુત્ર શખેમે તેને જોઈ એટલે તેણે તેને પકડી અને તેના પર બળાત્કાર કર્યો અને તેની આબરૂ લીધી.
3 પણ શખેમ દીનાહને પ્રેમ કરવા લાગ્યો અને તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા પ્રગટ કરતો.
4 તેણે પોતાના પિતા હમોરને કહ્યું કે, “મને એ છોકરી મેળવી આપો જેથી હું તેની સાથે લગ્ન કરી શકું.”
5 યાકૂબને સમાંચાર મળ્યા કે, શખેમે તેની પુત્રી દીનાહની આબરૂ લીધી હતી. પણ તેના પુત્રો ઢોરો સાથે ખેતરમાં હતા એટલે તેઓના આવ્યા સુધી તેણે શાંતિ રાખી.
6 પછી શખેમના પિતા હમોર યાકૂબની સાથે વાત કરવા ગયો.
7 ખેતરમાં યાકૂબના પુત્રોને જે કાંઈ બન્યુ હતું તેના સમાંચાર મળ્યા, જયારે તેઓએ આ સાંભળ્યું ત્યારે તેઓ ઘણા ગુસ્સે થઈ ગયા હતા, કારણ કે શખેમે યાકૂબની પુત્રી પર બળાત્કાર કરીને ઈસ્રાએલ વિરુધ્ધ ન કરવા જેવો ભયંકર ગુનો કર્યો હતો.
8 પરંતુ હમોરે તેમને કહ્યું, “માંરો પુત્ર શખેમ તમાંરી પુત્રી દીનાહને ખૂબ ચાહે છે, કૃપા કરીને તેને તેણીની સાથે પરણવા દો.
9 અમાંરી સાથે લગ્નસંબંધ બાંધો, તમાંરી કન્યાઓ અમને આપો અને અમાંરી કન્યાઓ તમે લો.
10 તમે લોકો આ પ્રદેશમાં અમાંરી સાથે રહી શકશો અને આ દેશ તમાંરા માંટે ખુલ્લો રહેશે. તમે લોકો અહીં રહો, વ્યાપાર રોજગાર કરો અને માંલમિલકતવાળા થાઓ.”
11 પછી શખેમે પણ યાકૂબ અને ભાઈઓને વાત કરી. શખેમે કહ્યું, “કૃપા કરીને માંરો સ્વીકાર કરો અને મેં જે કાંઈ કર્યુ છે તે બદલ મને માંફી આપો. તમે લોકો મને જે કરવાનું કહેશો તે હું કરીશ.
12 જો તમે મને દીનાહ સાથે પરણવા દેશો તો, હું તમે જે કાંઈ ભેટ માંગશો તે હું આપીશ.”
13 યાકૂબના પુત્રોએ શખેમ તથા તેના પિતાને કપટભર્યો જવાબ આપ્યો, કારણ કે શખેમે તેઓની બહેન દીનાહની આબરૂ લીધી હતી.
14 એટલા માંટે તેમણે કહ્યું, “જેણે સુન્નત કરાવી નથી એવા માંણસને અમાંરી બહેન પરણાવવી એ તો અમાંરાથી બને જ નહિ, કારણ, એથી અમાંરી બદનામી થાય.
15 છતાં અમે લોકો તને એની સાથે લગ્ન કરવા દઈશું, જો તમે પણ અમાંરા જેવા બની જાઓ. તમાંરા નગરના સર્વ પુરૂષોની અમાંરી જેમ સુન્નત થઈ જાય.
16 પછી તમાંરા પુરુષો અમાંરી કન્યાઓ સાથે લગ્ન કરી શકશે અને અમાંરા પુરુષો તમાંરી કન્યાઓ સાથે લગ્ન કરી શકશે. આપણે એકબીજા સાથે રહીએ અને એક પ્રજા બની જઈએ.
17 પણ જો તમે લોકો સુન્નત ન કરાવો, તો અમે લોકો દીનાહને લઈ ચાલ્યા જઈશું.”
18 આ કરારથી હમોર અને શખેમ બહું પ્રસન્ન થયા.
19 દીનાહના ભાઈઓએ જે કાંઈ કહ્યું તે પ્રમાંણે કરવામાં શખેમને આનંદ થયો. કારણ તે યાકૂબની પુત્રીને ખૂબ પ્રેમ કરતો હતો.વળી, તે આખા કુટુંબમાં તેનું સૌથી વધારે માંન હતું.
20 એટલા માંટે હમોર અને તેનો પુત્ર શખેમ ગામના ભાગળે આવ્યા અને લોકોને કહેવા લાગ્યા કે,
21 “ઇસ્રાએલના આ લોકો આપણા મિત્રો થવા માંગે છે. અને અમે લોકો તેઓને આપણા પ્રદેશમાં રહેવા દેવા માંગીએ છીએ. તેેઓ આપણી સાથે શાંતિ કાયમ રાખવા ઈચ્છે છે. આપણી પાસે આપણા લોકો માંટે પર્યાપ્ત ભૂમિ છે. તો ભલે તેઓ રહે અને વેપારધંધો કરે. આપણે તેમની કન્યાઓ સાથે લગ્ન કરીએ અને આપણી કન્યાઓ તેમને આપીએ.
22 પરંતુ એક શરતે કે, આપણામાંના સર્વ પુરુષોની તેમની જેમ સુન્નત કરાવવામાં આવે. એ લોકો પણ આપણી સાથે રહેવા અને એક પ્રજા બનવા તૈયાર છે.
23 જો આપણે એમ કરીશું, તો તેમનાં ઢોરઢાંખર અને મિલકતથી આપણે ધનવાન થઈ જઈશું. એટલા માંટે ચાલો આપણે તેમની સાથે કરાર કરીએ અને તેઓ અહીં અમાંરા લોકો સાથે રહેશે.”
24 ભાગળો પર જે લોકોએ આ વાત સાંભળી તે બધા હમોર અને શખેમ સાથે સંમત થઇ ગયા અને શહેરના બધા વડીલોએ હમોર અને તેના પુત્ર શખેમની વાત સ્વીકારી, અને સર્વ પુરુષોની સુન્નત કરાવવામાં આવી.
25 ત્રીજે દિવસે સુન્નત થયેલા પુરુષોની બળતરા શમી નહોતી, ત્યાં જ યાકૂબના બે પુત્રો શિમયોન અને લેવી, જેઓ દીનાહના સગા ભાઈઓ હતા તેઓ તરવાર, લઈને ઓચિંતા શહેર પર ચઢી આવ્યા અને તેમણે બધા પુરુષોને માંરી નાખ્યા.
26 દીનાહના ભાઈ શિમયોન અને લેવીએ હમોર અને તેના પુત્ર શખેમને માંરી નાખ્યા. તેઓએ શખેમના ઘરમાંથી દીનાહને બહાર આણી અને તેને લઈને ચાલ્યા ગયા.
27 વળી, યાકૂબના બીજા પુત્રોએ ઘાયલ થયેલાઓ પર હુમલો કર્યો અને નગરને લૂંટી લીધું, કારણ કે હજુ સુધી તેમની બહેનની લાજ લૂંટવાથી ઉત્પન્ન થયેલ ક્રોધ શમ્યો નહોતો.
28 એટલા માંટે દીનાહના ભાઈઓએ તેમનાં બધાં જ ઢોર લૂંટી લીધાં.
29 તેમણે તેમની બધી માંલમત્તા, બધાં બાળકો અને બધી સ્ત્રીઓ પણ કબજે કરી લીધાં.
30 પરંતુ યાકૂબે શિમયોન અને લેવીને કહ્યું, “તમે લોકોએ મને બહુ દુ:ખી કર્યો છે; આ પ્રદેશના વતનીઓ કનાનીઓ અને પરિઝીઓમાં તમે મને અપ્રિય બનાવ્યો છે. તે બધા લોકો આપણા વિરોધી થઈ જશે. અહીં માંરી પાસે તો થોડા જ માંણસો છે, અને જો એ લોકો એકઠા થઈને માંરી વિરુધ્ધ જઈને માંરા પર હુમલા કરે તો માંરા પરિવારનો તો વિનાશ જ થાય.”
31 પરંતુ ભાઈઓએ ઉત્તર આપ્યો, “તો શું અમાંરે અમાંરી બહેન સાથે આ લોકોને વેશ્યા જેવો વ્યવહાર કરવા દેવો? ના, અમાંરી બહેન સાથે આવો વ્યવહાર કરનારા લોકો ખરાબ છે.”

Genesis 34:29 Gujarati Language Bible Words basic statistical display

COMING SOON ...

×

Alert

×