તેઓએ પિલાતને કહ્યું કે, “અમારા લોકોના વિચારોને બદલવાના પ્રયત્ન કરતા આ માણસને અમે પકડ્યો છે. કૈસરને કરવેરા આપવાનો તેણે વિરોધ કર્યો. તે એક ખ્રિસ્ત રાજા હોવાનો દાવો કરે છે.”
જ્યારે હેરોદે ઈસુને જોયો ત્યારે તે ઘણો ખુશ થયો. હેરોદે ઈસુ વિષે ઘણી બાબતો સાંભળી હતી. તેથી લાંબા સમયથી તે ઈસુને મળવા ઈચ્છતો હતો. હેરોદ કોઈ ચમત્કાર જોવા માંગતો હતો. તેથી તેણે આશા રાખી કે ઈસુ કંઈ ચમત્કાર કરશે.
પિલાતે તેઓને કહ્યું કે, “આ માણસને તમે મારી પાસે લાવ્યા છો. તમે કહ્યું કે તે લોકોનું પરિવર્તન કરે છે. પણ મેં તમારી સમક્ષ તેની પરીક્ષા કરી, મને તેણે કંઈ ખોટું કર્યુ હોય એવું દેખાયું નહિ.
હેરોદને પણ કંઈ ખોટું જણાયું નથી. તેઓ આક્ષેપ મૂકે છે તેમાનું તેણે કશું જ કર્યુ નથી. પણ તેનામાં કંઈ ખોટું દેખાયું નથી. હેરોદે ઈસુને આપણી પાસે પાછો મોકલ્યો છે તેથી તેને મારી નાખવો જોઈએ નહિ.
ત્રીજી વખત પિલાતે લોકોને કહ્યું કે, “શા માટે? તેણે શું ખોટું કર્યુ છે? તે દોષિત નથી. તેને મારી નાખવાનું કોઈ કારણ મને દેખાતું નથી. તેથી હું તેને થોડીક સજા કરીને પછી છોડી દઇશ.”
લોકો બરબ્બાસને મુક્ત કરાવવા ઈચ્છતા હતા. બરબ્બાસ હુલ્લડ શરું કરાવવા બદલ તથા લોકોની હત્યા માટે બંદીખાનામાં હતો. પિલાતે બરબ્બાસને છોડી મૂક્યો. અને પિલાતે ઈસુને મારી નાખવા માટે લોકોને સોંપ્યો. લોકોને તો આ જ જોઈતું હતું.
ઈસુને મારી નાખવા સૈનિકો દૂર લઈ જતા હતા. તે જ સમયે સીમમાંથી એક માણસ શહેરમાં આવતો હતો. તેનું નામ સિમોન હતું. સિમોન, કુરેની શહેરનો હતો. સૈનિકોએ સિમોનને ઈસુનો વધસ્તંભ તેની ખાંધે ચઢાવીને ઈસુની પાછળ ચાલવા ફરજ પાડી.
સમય એવો આવે છે કે જ્યારે લોકો કહેશે કે, એ સ્ત્રીઓને ધન્ય છે જેઓને બાળકો થઈ શકતા નથી. તે સ્ત્રીઓને ધન્ય છે કે જેઓએ બાળકોને જન્મ આપ્યો નથી. અને જેઓએ બાળકોને ધવડાવ્યું નથી.’
જો હમણા જ્યારે જીવન સારૂં છે ત્યારે લોકો આ રીતે વર્તશે. પણ જ્યારે ખરાબ સમય આવશે ત્યાંરે શું થશે? કેમ કે જો તેઓ લીલા ઝાડને આમ કરે છે તો સૂકાને શું નહિ કરશે?”
ઈસુએ કહ્યું કે, “હે બાપ, આ લોકોને માફ કર. જેઓ મારી હત્યા કરી રહ્યા છે. તેઓ શું કરી રહ્યા છે તે તેઓ જાણતા નથી.સૈનિકોએ પાસા ફેંકીને જુગાર રમ્યો અને નક્કી કર્યુ કે ઈસુના લૂગડાં કોણ લેશે.
લોકો ત્યાં ઊભા રહીને ઈસુને જોતા હતા. યહૂદિ અધિકારીઓ ઈસુની મશ્કરી કરતાં હતા. તેઓએ કહ્યું કે, “જો તે દેવનો એક પસંદ કરાયેલ ખ્રિસ્ત હોય તો તેને તેનો બચાવ તેની જાતે કરવા દો. તેણે બીજા લોકોને બચાવ્યા છે. શું તેણે નથી બચાવ્યા?”
ગુનેગારોમાંનો એક જેને ત્યા ફાંસીએ લટકાવ્યો હતો તેણે ઈસુનું અપમાન કરીને બૂમો પાડવાનું શરું કર્યુ, “શું તું ખ્રિસ્ત નથી? તો તારી જાતને બચાવ! અને અમને પણ બચાવ!”
(49-50) ઈસુના નજીકના મિત્રો ત્યાં હતા. ત્યાં કેટલીએક સ્ત્રીઓ ગાલીલમાંથી ઈસુની પાછળ આવી હતા તે પણ ત્યાં હતી. તેઓ વધસ્તંભથી ઘણે દૂર ઊભા રહીને આ જોતી હતી.
યહૂદિઓના શહેર અરિમથાઇનો એક માણસ ત્યાં હતો. તેનું નામ યૂસફ હતું. તે એક સારો, અને ધર્મિક માણસ હતો. તે દેવના રાજ્યની આવવાની રાહ જોતો હતો. તે યહૂદિઓની ન્યાયસભાનો સભ્ય હતો. જ્યારે બીજા યહૂદિઓના આગેવાનોએ ઈસુને મારી નાખવાનો નિર્ણય કર્યા ત્યારે તે સંમત થયો નહોતો.
પછી તે સ્ત્રીઓ ઈસુના દેહ પર મસાલા તથા સુગંધિત દ્ધવ્યો મૂકવા માટેની તૈયારી કરવા પાછી આવી.વિશ્રામવારે તેઓએ વિશ્રામ લીધો. મૂસાના નિયમ પ્રમાણે બધાજ લોકોએ આ કર્યુ.