યહોવા અચળ ખડક છે, તેમનાં કાર્યો પણ સંપૂર્ણ છે; કારણ તેઓ હંમેશા ન્યાયની સાથે છે, તે જે કઇ કરે તે ન્યાયી અને ઉત્તમ છે. તે સર્વદા વિશ્વાસપાત્ર છે! તેનામાં કંઇ પણ દુષ્ટતા નથી.
ઓ મૂર્ખ લોકો! જરા તો વિચારો, શું તમે યહોવાને આ બદબો આપો છો? એ શું તે તમાંરા પિતા નથી, જેણે તમને જન્મ દીધો? અરે! એણે જ તમને સજર્યા, સ્થાપ્યા અને દૃડ કર્યાં.
જેમ કોઈ ગરૂડ પોતાના માંળાની ચોકી કરે અને પોતાના બચ્ચાં ઉપર ચક્કર માંર્યા કરે અને તેમને પોતાની પાંખો ઉપર ઉપાડી લે તેમ તેમણે સંભાળ લીધી અને ઇસ્રાએલ પર કૃપા કરી.
પરંતુ યશુરૂને પસંદ કરેલા લોકોએ ચરબી વધારી અને રાજદ્રોહ કર્યો. ઇસ્રાએલના લોકો જાડાં અને ખાધે સુખી હતાં અને બગડી ગયા હતાં. તેઓએ તેમના સર્જનહાર દેવને છોડી દીધા. તેઓ, તેમને બચાવનારા તેમના બળવાન તારણહારની ધૃણા કરવાનંુ શરુ કર્યું.
જે દેવ ન હતાં એવા દૈત્યોને તેઓ બલિ ચઢાવવા લાગ્યાં. જેઓ આસપાસની અજ્ઞાત પ્રજાઓમાંથી આવ્યા હતાં અને જેમની ભૂતકાળમાં પિતૃઓએ પૂજા કરી નહોતી એવા દેવોની ભકિત કરીને સૌએ તેમને અર્પણો ચઢાવ્યાં.
તેમણે વિચાર્યુ, ‘હું વિમુખ થઈ જાઉં એ લોકોથી, ને જોંઉ તો ખરો, શા હાલ થાય છે એ લોકોના, એ પેઢી દગાબાજ અને વિશ્વાસઘાતી છોકરાં છે, જોઉ તો ખરો, કેવી એ લોક પોક ભૂકે છે?
કહેવાતા દેવોની પૂજા કરીને એ લોકોએ માંરામાં ઇર્ષ્યા જગાડી છે. અને મૂર્તિઓની કરી પૂજા, વહોર્યો છે એમણે માંરો રોષ; હવે તો હું પણ કહેવાતી પ્રજા વડે એમનામાં ઇર્ષ્યા જગાડીશ; અપીર્મુજ પ્રેમ વિદેશી પ્રજાઓને, હું એમનો જગાડીશ રોષ.
એક માંણસ કહો શી રીતે હજારને હરાવે? 10,000 ને બે માંણસ કહો શી રીતે નસાડે? સિવાય કે ખડક સમાં યહોવાએ તેમને તજયા હોય; કે પછી તે સૌને દુશ્મનોના હાથમાં સોંપ્યા હોય.
હું જ એકલો દેવ છું. બીજો કોઇ દેવ નથી, શું તમે નથી જોતા? હું જ માંરું છું, ને હું જ જીવાડું છું, હું જ કરું છું ઘાયલ, ને હું જ કરૂં છું સાજા; તમને મુજ હાથમાંથી કોઇ છોડાવી શકે?
આ નિયમો ફકત શબ્દો જ નથી, તે તમાંરું જીવન છે! તેને આધિન થઈને પાલન કરશો તો યર્દન નદી ઓળંગીને જે દેશનો, તમે કબજો મેળવશો તેમાં તમે દીર્ઘકાળ સુખી અને સમુદ્વ આયુષ્ય ભોગવશો.”