1
|
પછી બિલ્દાદ શૂહીએ ફરીથી ઉત્તર આપ્યો અને કહ્યું; |
2
|
“દેવ કર્તા-હર્તા છે. તે લોકોને તેનાથી ડરે એવા. અને તેને માન આપે તેવા બનાવે છે, તે ઉપર તેના રાજ્યમાં શાંતિ જાળવે છે. |
3
|
તેની સેનાની સંખ્યા કોણ ગણી શકે તેમ છે? તેના તારાઓ કોઇ ગણી શકે તેમ નથી. દેવનો સૂર્ય દરેક પર સરખો, પ્રકાશ આપે છે. |
4
|
દેવની સમક્ષ ઊભો રહી શકે તેવો શુદ્ધ અને ન્યાયી માણસ કોણ છે? |
5
|
દેવની નજરમાં ચંદ્ર અને તારાઓ પણ નિર્મળ નથી. અને પ્રકાશિત નથી. |
6
|
મનુષ્ય એવો પવિત્ર નથી. મનુષ્ય જંતુ જેવા છે, મૂલ્યહીન જીવડાં જેવા છે.” |
Job 25:1 Gujarati Language Bible Words basic statistical display
COMING SOON ...