1
|
પછી તેમાનના અલીફાઝે જવાબ આપ્યો કે, |
2
|
“શું, હું તને એકાદ બે શબ્દ કહું તો તું સહન કરી શકીશ? અને હવે હું કહ્યાં વગર પણ કેવી રીતે રહી શકું? |
3
|
જો, તેં ઘણા લોકોને સલાહ આપી છે, અને તેં અનેક દુર્બળ હાથોને મજબૂત કર્યા છે. |
4
|
તારા શબ્દોએ પડતાને ઊભા કર્યા છે, અને જેં લોકો પોતાની જાતે પગભર નથી તેમને તેં પ્રબળ કર્યા છે. |
5
|
પરંતુ હવે જ્યારે મુશ્કેલીઓ તારે માથે આવી પડી છે, ત્યારે તું ઉત્સાહ ભંગ થઇ ગયો છે, જ્યારે તારો વારો આવ્યો છે ત્યારે તું ગભરાઇ જાય છે. |
6
|
દેવ પ્રત્યે તને ખરેખર વિશ્વાસ છે? તારી વિશ્વસનીયતાને કારણે તું આશા રાખે છે? |
7
|
વિચારી જો, નિદોર્ષ લોકો કદી નાશ પામ્યા છે? કદી એક સારી વ્યકિતનો નાશ થયો છે? |
8
|
મને એવો અનુભવ છે કે, જેઓ પાપ અને અડચણો વાવે છે, તેઓ તેવું જ તે લણે છે. |
9
|
દેવની એક ફૂંકથી જ તેઓ ઊડી જાય છે, તેમના એક કોપના ફૂંફાડા માત્રથી જ તેઓ ફેંકાઇ જાય છે. |
10
|
દુષ્ટો બરાડા પાડે છે અને સિંહની જેમ ઘુરકે છે. પરંતુ દેવ દુષ્ટોને મૂંગા કરી દે છે, અને તેઓના દાંત તોડી નાખે છે. |
11
|
હા, તે દુષ્ટ લોકો, શિકાર શોધી ન શકે તેવા સિંહ જેવા છે. તેઓ મરી જાય છે અને તેઓના બચ્ચાં રખડી પડે છે. |
12
|
હમણા એક ગુપ્ત વાત મારી પાસે આવી, અને તેના ભણકારા મારા કાને પડ્યા. |
13
|
જ્યારે માણસને રાત્રે નિદ્રા ઘેરી વળે છે ત્યારે રાતનાં સંદર્શનો પરથી આવતા વિચારોમાં- |
14
|
હું ભયથી જી ગયો અને મારાઁ સર્વ હાડ થથરી ઊઠયાં. |
15
|
ત્યારે એક આત્મા મારા મોંને સ્પશીર્ને પસાર થઇ ગયો અને મારા શરીરનાં રૂઆં ઉભા થઇ ગયાં. |
16
|
તે સ્થિર ઊભો રહ્યો, પણ હું તેનું સ્વરૂપ ઓળખી શક્યો નહિ. એક આકૃતિ મારી સમક્ષ આવીને ઊભી રહી, અને ત્યાં શાંતિ હતી. પછી મેં એક ખૂબજ શાંત અવાજ સાંભળ્યો. |
17
|
‘શું માણસ દેવ કરતાં વધારે ન્યાયી હોઇ શકે? શું તે તેના સર્જનહાર કરતાં વધારે પવિત્ર હોઇ શકે? |
18
|
જુઓ, તેને તેના સ્વર્ગના સેવકોમાં વિશ્વાસ નથી; એ તો એના દેવદૂતોનો પણ વાંક કાઢે છે. |
19
|
તો વસ્તુત: લોકો વધારે ખરાબ છે! લોકો પાસે માટીના ઘરો જેવા શરીર છે. તેમના પાયા ગંદવાડમાં હોય છે. તેઓને કચરીને મારવું તે પતંગિયા મારવા કરતાં પણ સહેલું છે. |
20
|
તેઓ સવારમાં જીવતા હોય છે પણ સાંજ પડતા તો મૃત્યુ પામે છે. તેઓ સદાને માટે ચાલ્યા જાય છે, કોઇ તેઓની ચિંતા કરતું નથી. |
21
|
જો તેઓના તંબૂના દોરડાં ઉપર તાણ્યાં હોય તોે આ લોકો ડહાપણ રહિત મરી જાય છે.” |
Job 4:1 Gujarati Language Bible Words basic statistical display
COMING SOON ...