1
|
એસાવ ઉફેર્ અદોમના વંશજો આ પ્રમાંણે છે. |
2
|
એસાવે કનાની સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા હતા: એલોન હિત્તીની પુત્રી આદાહ, સિબઓન હિવ્વીના પુત્ર અનાહની પુત્રી ઓહલીબામાંહ, |
3
|
અને ઇશ્માંએલની પુત્રી નબાયોથની બહેન બાસમાંથ સાથે તેણે લગ્ન કર્યા હતા. |
4
|
આદાહને એસાવથી અલીફાઝ અવતર્યો. બાસમાંથને રેઉએલ અવતર્યો, |
5
|
અને ઓહલીબામાંહને યેઉશ, યાલામ તથા કોરાહ અવતર્યો. આ કનાનમાં જન્મેલા એસાવના પુત્રો હતા. |
6
|
ત્યાર બાદ એસાવ પોતાની પત્નીઓ, પુત્રો, પુત્રીઓ અને પરિવારના બધાં માંણસો તથા ઢોરો અને બધાં જાનવરોને અને કનાન દેશમાં મેળવેલી બધી માંલમિલકતને લઈને પોતાના ભાઈ યાકૂબથી દૂરના પ્રદેશમાં ચાલ્યો ગયો. |
7
|
તેમની માંલમિલકત એટલી બધી હતી કે, તેઓ ભેગા ન રહી શકે અને તેઓ જયાં રહેતા હતા તે ભૂમિ એવી હતી કે, તેમનાં બંનેનાં ઢોરોનો નિભાવ ન થઈ શકે. |
8
|
આથી એસાવ સેઈરના પહાડી દેશમાં રહેવા લાગ્યો, એસાવ એ જ અદોમ. |
9
|
એસાવ અદોમીઓના આદિપિતા છે. સેઈરના પહાડી પ્રદેશના અદોમીઓના વડવા એસાવના વંશજો આ પ્રમાંણે છે: |
10
|
એસાવના પુત્રોના નામ આ છે: એસાવની પત્ની આદાહનો પુત્ર અલીફાઝ, ને એસાવની પત્ની બાસમાંથનો પુત્ર રેઉએલ. |
11
|
અલીફાઝના પુત્રો તેમાંન, ઓમાંર, સફો, ગાતામ અને કનાઝ હતા. |
12
|
તિમ્ના એસાવના પુત્ર અલીફાઝની ઉપપત્ની હતી. તેને અલીફાઝથી અમાંલેક અવતર્યો હતો. આ એસાવની પત્ની આદાહના પૌત્રો છે. |
13
|
એસાવની પત્ની બાસમાંથનો દીકરો રેઉએલ. રેઉએલના પુત્રો નાહાથ, ઝેરાહ, શામ્માંહ અને મિઝઝાહ.આ એસાવની પત્ની બાસમાંથના પૌત્રો છે. |
14
|
સિબઓનના પુત્ર અનાહની પુત્રી ઓહલીબામાંહ એસાવની પત્ની હતી. તેને એસાવથી યેઉશ, યાલામ અને કોરાહ અવતર્યા હતા. |
15
|
એસાવના વંશજોમાં નીચેના સરદારો હતા.એસાવના સૌથી મોટા પુત્ર અલીફાઝના પુત્ર: સરદાર તેમાંન, સરદાર ઓમાંર, સરદાર સફો, સરદાર કનાઝ, |
16
|
કોરાહ, ગાતામ, અને અમાંલેક.આ અદોમની ભૂમિમાંના અલીફાઝના પરિવારનાં સરદારો છે. એ બધા આદાહના પૌત્રો છે. |
17
|
એસાવનો પુત્ર રેઉએલ આ પરિવારોનો આદિ પિતા હતો. રેઉએલના પુત્રો નીચે પ્રમાંણે છે: સરદાર નાહાથ, સરદાર ઝેરાહ, સરદાર શામ્માંહ, અને સરદાર મિઝઝાહ, આ અદોમના પ્રદેશમાંના રેઉએલના સરદારો છે.એ એસાવની પત્ની બાસમાંથના પૌત્રો છે. |
18
|
એસાવની પત્ની ઓહલીબામાંહના દીકરા: સરદાર યેઉશ, સરદાર યાલામ અને સરદાર કોરાહ, અનાહની પુત્રી એસાવની પત્ની ઓહલીબામાંહના આ પુત્રો છે. |
19
|
આ એસાવના ઉફેર્ અદોમના પુત્રો છે અને એ સરદારો છે. |
20
|
એસાવના પહેલાં અદોમમાં હોરી સેઈરના એ પ્રદેશમાં જ વસતા પુત્રો આ છે: લોટાન, શોબાલ, સિબઓન, અનાહ, દીશોન, એસેર અને દીશાન. |
21
|
અદોમ પ્રદેશમાંના હોરીઓના આ સરદારો સેઈરના પુત્રો છે. |
22
|
લોટાનના દીકરા હોરી અને હેમાંમ હતા. અને લોટાનની બહેન તિમ્ના હતી. |
23
|
આ શોબાલના પુત્રો હતા: આલ્વાન, માંનાહાથ, એબાલ, શફો અને ઓનામ. |
24
|
અને સિબઓનના પુત્રો: આયાહ તથા અનાહ છે. અનાહને રણપ્રદેશમાં પોતાના પિતા સિબઓનનાં ગધેડાં ચરાવતાં ગરમ ઝરણાં જડયા હતા. |
25
|
અને અનાહના પુત્રો આ છે: એટલે દીશોન તથા અનાહની પુત્રી ઓહલીબામાંહ. |
26
|
અને દીશોનના પુત્રો આ છે: એટલે હેમ્દાન તથા એશ્બાન તથા યિર્થાન તથા ખરાન. |
27
|
આ એસેરના પુત્રો આ છે: એટલે બિલ્હાન, ઝાઅવાન તથા અકાન. |
28
|
આ દીશાનના પુત્રો આ છે: એટલે ઉસ તથા અરાન. |
29
|
હોરીઓથી જે સરદારો થયા તે આ છે: એટલે લોટાન સરદાર, શોબાલ સરદાર, સિબઓન સરદાર, અનાહ સરદાર. |
30
|
સરદાર દીશોન, સરદાર એસેર અને સરદાર દીશાન. આ સેઈરના પ્રદેશના જાતિવાર હોરીઓના સરદારો છે. |
31
|
તે સમયે અદોમમાં અનેક રાજાઓ હતા. ઇસ્રાએલી રાજાઓ પહેલાં અદોમના પ્રદેશ પર રાજય કરનાર રાજાઓ આ પ્રમાંણે હતા: |
32
|
અદોમમાં બેઔરના પુત્ર બેલાએ રાજય કર્યુ હતું. તેના પાટનગરનું નામ દીનહાબાહ હતું. |
33
|
બેલાના અવસાન બાદ બોસરાહ નગરના ઝેરાહનો પુત્ર યોબાબ ગાદીએ આવ્યો. |
34
|
યોબાબના અવસાન બાદ તેમાંન દેશનો હુશામ ગાદીએ આવ્યો. |
35
|
હુશામના અવસાન બાદ બદાદનો પુત્ર હદાદ ગાદીએ આવ્યો. તેણે મોઆબ પ્રદેશમાં મિધાનીઓને પરાજય આપ્યો. તેનું પાટનગર અવીથ હતું. |
36
|
ત્યારબાદ હદાદનું અવસાન થયું. ને તેની જગ્યાએ માંસરેકાહમાંના સામ્લાહે રાજય કર્યુ. |
37
|
અને સામ્લાહના અવસાન બાદ નદી પાસેના રહોબોથના શાઉલે રાજય શાસન કર્યુ. |
38
|
શાઉલના અવસાન પછી આખ્બોરનો પુત્ર બાઆલ-હનાન ગાદીએ આવ્યો. |
39
|
આખ્બોરના દીકરા બાઆલ- હનાનના અવસાન પછી હદાર ગાદીએ આવ્યો અને તેનું પાટનગર ‘પાઉ’ હતું. તેની પત્નીનું નામ મહેટાબએલ હતું, તે મેઝાહાબની પુત્રી માંટરેદની પુત્રી થતી હતી. |
40
|
પછી એસાવથી જે સરદારો થયા તેઓનાં નામ, પોતપોતાનાં પરિવાર તથા જગાઓ મુજબ તેઓના નામ આ છે: સરદાર તિમ્ના, સરદાર આલ્વાહ, સરદાર યથેથ, |
41
|
સરદાર ઓહલીબામાંહ, સરદાર એલાહ, સરદાર પીનોન, |
42
|
સરદાર કનાઝ, સરદાર તેમાંન, સરદાર મિબ્સાર, સરદાર માંગ્દીએલ, અને સરદાર ઇરામ. |
43
|
પોતપોતાના વતનના દેશ પ્રમાંણે અદોમના સરદારો છે. અદોમ લોકોનો પૂર્વજ તે જ એસાવ છે. |
Genesis 36:39 Gujarati Language Bible Words basic statistical display
COMING SOON ...