એક દિવસ રાત્રે કેદખાનામાં પુરાયેલા મિસરના રાજાના પાત્રવાહકને અને ભઠિયારાને બન્નેને એક સાથે સ્વપ્ન આવ્યું. બન્નેનાં સ્વપ્ન જુદાં હતાં. તથા પ્રત્યેક સ્વપ્નનો અર્થ પણ જુદો હતો.
એટલે તેઓએ તેને કહ્યું, “અમને દરેકને સ્વપ્ન આવ્યું હતું, પણ તેનો અર્થ કરનાર કોઈ નથી.”એટલે યૂસફે તેઓને કહ્યું, “એક માંત્ર દેવ જ સ્વપ્નોનો ખુલાસો કરી શકે, છે. કૃપા કરી મને તમાંરું સ્વપ્ન કહો.
ત્રણ દિવસમાં ફારુન તને મુકત કરી માંફ કરશે, અને તને તારા પોતાના કામ પર પાછો રાખશે; તું પહેલાં જેમ એનો દ્રાક્ષારસ પીરસનાર હતો તેમ તેના હાથમાં ફારુનનો પ્યાલો આપીશ.
રોટલી બનાવનારાએ જોયું કે, બીજા નોકરનું સ્વપ્ન સારું હતું. તેથી તેણે યૂસફને કહ્યું, “મેં પણ એક સ્વપ્ન જોયું હતું. માંરા માંથા પર રોટલીઓની ત્રણ નેતરની છાબડીઓ હતી.
ત્રીજે દિવસે ફારુનની વર્ષગાંઠ હતી, તે દિવસે તેણે તેના બધા સેવકોને મિજબાની આપી; અને ફારુને તેના સેવકોમાં મુખ્યપાત્રવાહકનો અને ભઠિયારાનો ન્યાય કર્યો, અને બંનેને કારાગૃહમાંથી બહાર આવવા દીધા.