જયારે એ લોકો શહેરથી નીકળીને થોડે દૂર ગયા એટલે યૂસફે કારભારીને કહ્યું, “જા, પેલા લોકોની પાછળ પડ, તેમને પકડી પાડ, અને કહેકે ‘તમે આ શું કર્યુ? ઉપકાર પર અપકાર? તમે માંરા શેઠનો ચાંદીનો પ્યાલો શા માંટે ચોર્યો?”
પછી યૂસફે કહ્યું, “માંરાથી એવું થાય કેવી રીતે? માંત્ર જેની પાસેથી પ્યાલો મળ્યો તે જ માંરો ગુલામ બનશે; અને બાકીના તમે બધા તો શાંતિથી તમાંરા પિતાની પાસે જાઓ.”
પછીથી યૂસફ પાસે જઈને યહૂદાએ કહ્યું, “ઓ માંરા ધણી, કૃપા કરીને આપના આ સેવકને ખાનગીમાં આપની સાથે બે વાત કરવા દો, અને આપના સેવક પર ક્રોધ ન કરશો. માંરા માંટે તો આપ પોતે ફારુન સમાંન છો.
તેથી અમે માંલિકને જવાબ આપ્યો હતો, ‘અમાંરે વૃદ્વ પિતા અને એક નાનો ભાઈ છે, જે એમને પાછલી અવસ્થામાં પ્રાપ્ત થયો હતો. એનો ભાઈ અવસાન પામેલ છે, તેથી તે તેની માંતાનો એકનો એક પુત્ર છે, વળી તેના પિતાને તે ખૂબ વહાલો છે.’
એટલે અમે કહ્યું, ‘અમાંરાથી કેવી રીતે જવાય? અમાંરો સૌથી નાનો ભાઈ જો અમાંરી સાથે આવતો હોય તો જ અમે જઇ શકીએ, કારણ, અમાંરો નાનો ભાઇ અમાંરી સાથે ના હોય, તો અમે તે માંણસનું મુખ જોઈ શકીશું નહિ.’
તેનો જીવ એટલો બધો એ છોકરામાં છે કે, અમાંરી સાથે એ છોકરો નથી એ જોતાંની સાથે જ એનું મોત થશે; અને આપના આ સેવકોએ આપના સેવક અમાંરા પિતાને ઘરડેઘડપણ શોક કરતા દફનાવવા પડશે.
“વાત એવી છે કે, હું ‘માંરા પિતા આગળ એ છોકરા માંટે જામીન થયો છું કે, ‘જો હું એની તમાંરી પાસેથી એમની પાસે પાછો ન લાવું તો હું એમનો જીવનભર ગુનેગાર ગણાઈશ.’