Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

Books

Exodus Chapters

Exodus 37 Verses

Bible Versions

Books

Exodus Chapters

Exodus 37 Verses

1 પછી બઝાલએલે બાવળના લાકડામાંથી પવિત્રકોશ બનાવ્યો, જેની લંબાઈ અઢી હાથ, પહોળાઈ દોઢ હાથ અને ઊંચાઈ દોઢ હાથ હતી.
2 તેણે તેને અંદર બહાર શુદ્ધ સોનાથી મઢીને તેની ફરતે સોનાની પટી મૂકી હતી.
3 તેના ચાર પગોમાં સોનાનાં ચાર કડાં જોડેલા હતાં. પ્રત્યેક છેડા ઉપર બે કડાં.
4 પછી તેણે બાવળના લાકડાના દાંડા બનાવ્યા અને તેને સોનાથી મઢી લીધાં.
5 અને કોશ ઉપાડવા માંટે બંને બાજુના કડામાં પરોવી દીઘા.
6 ત્યારબાદ તેણે શુદ્ધ સોનામાંથી અઢી હાથ લાંબુ અને દોઢ હાથ પહોળું ઢાંકણ તૈયાર કર્યું.
7 તેણે બે કરૂબદેવદૂતોની આકૃતિઓ સોનામાંથી ઘડીને ઢાંકણના બે છેડા માંટે બનાવી.
8 એક છેડે એક કરૂબદેવદૂત અને બીજે છેડે એક કરૂબદેવદૂત; તેણે તેને ઢાંકણ સાથે જોડી દીધી.
9 દેવદૂતોની પાંખો ઊંચે પસારેલી હોવાથી ઢાંકણ પાંખોથી ઢંકાઈ જતું હતું. દેવદૂતોનાં મોં એકબીજાની સામસામે હતાં, અને ઢાંકણ તરફ વાળેલાં હતાં.
10 બાવળના લાકડામાંથી તેણે 2 હાથ લાંબો, 1 હાથ પહોળો અને દોઢ હાથ ઊચો બાજઠ બનાવ્યો,
11 આખા બાજઠને શુદ્ધ સોનાથી મઢી લઈને બાજઠની ચારે તરફની ધાર પર સોનાની કિનારી બનાવી.
12 પછી તેણે તેની ફરતે ચાર ઈચની કિનાર બનાવી અને તેની ફરતે સોનાની કોર મૂકી.
13 તેણે એને ઉપાડવા માંટે સોનાનાં ચાર કડાં બનાવ્યાં અને ચાર ખૂણે ચાર પાયે જડી દીધાં.
14 બાજઠ ઉપાડવાની દાંડીની જગાઓ એટલે કડાં એ કિનારીની નજીક હતા.
15 દાંડીઓ બાવળના લાકડાની બનાવી અને તેને સૂવર્ણથી મઢી લીધી.
16 પછી તેણે બાજઠને માંટેનાં વાસણો-રકાબીઓ, વાટકા, બરણીઓ અને પેયાર્પણ માંટેના વાટકા શુદ્ધ સોનાનાં બનાવ્યા.
17 તેણે શુદ્ધ સોનાની દીવી બનાવી; દીવીની બેસણી અને થાંભલી સોનામાંથી ઘડીને બનાવ્યાં અને તેના ઉપરનાં શોભાનાં ફૂલો, કળીઓ અને પાંદડીઓ તેની સાથે જડી દીધાં.
18 દીપવૃક્ષની બંને બાજુએ ત્રણ ત્રણ એમ કુલ છ શાખાઓ હતી.
19 પ્રત્યેક શાખા ઉપર શોભા માંટે કળીઓ અને પાંદડીઓ સાથે બદામ ઘાટનાં ત્રણ ત્રણ ફૂલ હતાં.
20 દીપવૃક્ષની થાંભલીઓને કળીઓ અને પાંદડીઓવાળાં ચાર શોભાનાં ફૂલ હતાં.
21 દીપવૃક્ષનાં સ્તંભ ઉપર બબ્બે શાખાઓની દરેક જોડી નીચે એક એક ફૂલ હતું. વળી ટોચની શાખાની જોડીના ઉપરના ભાગમાં પણ એક ફૂલ હતું. અને નીચેની શાખાઓની જોડીના નીચેના ભાગમાં એક ફૂલ હતું. આમ ચાર ફૂલ હતાં.
22 દીવીની થાંભલી સાથે શાખાઓ અને કળીઓ જોડી દેવામાં આવ્યા હતાં, અને એ બધું શુદ્ધ સોનાની એક જ ઢાળકીમાંથી ઘડીને બનાવવામાં આવ્યું હતું.
23 દીવી માંટે તેણે સાત કોડિયાં બનાવ્યાં. દિવેટની વાટ સમાંરવાની કાતર અને રાખદાનીઓ શુદ્ધ સોનામાંથી બનાવ્યાં.
24 દીપવૃક્ષ અને એનો સાજ બનાવવામાં તેણે 75 પૌંડ શુદ્ધ સોનું વાપર્યું હતું.
25 ધૂપ માંટેની વેદી તેણે બાવળના લાકડામાંથી બનાવી. તે 1 હાથ લાંબી, 1 હાથ પહોળી અને 2 હાથ ઊચી ને સમચોરસ હતી. વેદી પર ચાર શિંગ હતાં દરેક ખૂણામાં એક શિંગ હતું. આ શિંગો એકબીજા સાથે જોડેલા હતા, એક નંગ બનાવવા એક ભાગ તરીકે એક જ એકમમાં તેના ખુણાઓ ઉપર શિંગ તૈયાર કરેલાં હતાં.
26 આખી વેદીને શુદ્ધ સોનાથી મઢી લેવામાં આવી અને તેની ચારે તરફની ધાર ઉપર સોનાની કિનારી બનાવવામાં આવી.
27 તેણે તેને માંટે બે સોનાનાં કડા બનાવીને બંને બાજુએ કિનારીની નીચે જડી દીધાં. જેમાં ઉપાડતી વખતે દાંડા પરોવી શકાય.
28 પછી તેણે બાવળનાં લાકડાના દાંડા બનાવીને સોનાથી મઢયા.
29 વળી તેણે અભિષેક માંટેનું તેલ તેમજ સરૈયો બનાવે તેવો શુદ્ધ સુગંધીદાર ધૂપ પણ બનાવ્યો.

Exodus 37:1 Gujarati Language Bible Words basic statistical display

COMING SOON ...

×

Alert

×