Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

Books

Exodus Chapters

Exodus 18 Verses

Bible Versions

Books

Exodus Chapters

Exodus 18 Verses

1 મૂસાના સસરા યિથ્રો મિધાનમાં યાજક હતા. દેવે મૂસા અને ઇસ્રાએલના લોકોને જે અનેક પ્રકારે સહાય કરી હતી, તે બાબતમાં તથા જે રીતે તે ઇસ્રાએલના લોકોને મિસરમાંથી બહાર લાવ્યા હતા તે બાબતમાં સાંભળ્યું.
2 તેથી મૂસા જ્યારે દેવના પર્વત પાસે છાવણી નાખીને રહ્યો હતો, ત્યારે યિથ્રો મૂસા પાસે ગયો. અને તેની સાથે મૂસાની પત્ની સિપ્પોરાહ ને લાવ્યો, જેને પહેલા મૂસાએ તેમના બે પુત્રો સાથે યિથ્રો પાસે મોકલાવેલ હતા.
3 યિથ્રો મૂસાના બે પુત્રોને સાથે લાવ્યો હતો. પ્રથમ પુત્રનું નામ ગેર્શોમ હતું; કારણ તે જન્મ્યો ત્યારે મૂસાએ કહ્યું કે, “હું પરદેશમાં અજાણ્યો છું.”
4 બીજા પુત્રનું નામ અલીએઝેર હતું. કારણ કે મૂસાએ કહ્યું હતું કે, “માંરા પિતાના દેવે મને મદદ કરીને ફારુનની તરવારથી ઉગાર્યો હતો.”
5 એટલા માંટે યિથ્રો મૂસાની પત્ની અને પુત્રને લઈને રણમાં દેવના પર્વત આગળ જયાં મૂસાએ છાવણી નાખીને મુકામ કર્યો હતો ત્યાં આવ્યો.
6 તેના સસરા યિથ્રોએ મૂસાને સંદેશો મોકલ્યો કે, “હું તમાંરો સસરો યિથ્રો છું અને તમાંરી પત્ની અને બે પુત્રોને તમાંરી પાસે લાવું છું.”
7 એટલા માંટે મૂસા તેના સસરાને મળવા સામો ગયો અને પ્રણામ કરીને ચુંબન કર્યુ. બંનેએ પરસ્પર એકબીજાને ક્ષેમકુશળતાના સમાંચાર પૂછયા. પછી તેઓ મૂસાની છાવણીમાં વધારે વાતો કરવા માંટે ગયા.
8 ત્યાં મૂસાએ પોતાના સસરા યિથ્રોને યહોવાએ ઇસ્રાએલના લોકો માંટે ફારુન અને મિસરના લોકોના જે હાલ કર્યા હતા તથા ઇસ્રાએલના લોકોને માંર્ગમાં જે જે વિંટંબણાઓનો સામનો કરવો પડયો હતો અને યહોવાએ તે લોકોને કેવી રીતે ઉગાર્યા હતા, તે બધું કહી સંભળાવ્યું.
9 યહોવાએ ઇસ્રાએલના લોકોને મિસરના લોકોના હાથમાંથી છોડાવીને તેમના પર જે ઉપકાર કર્યો હતો તે જાણીને યિથ્રો ખૂબ પ્રસન્ન થયો.
10 અને યિથ્રોએ કહ્યું,“યહોવાની સ્તુતિ કરો, જેણે ઇસ્રાએલી લોકોને મિસર વાસીઓના અને ફારુનના હાથમાંથી છોડવ્યા છે!
11 હવે મને ખાતરી થઈ છે કે, યહોવા, બધા દેવોમાં મહાન છે; કારણ કે મિસરવાસીઓએ તમાંરી સાથે ગેરવર્તાવ રાખ્યો ત્યારે તમને સૌને એમના હાથમાંથી છોડાવ્યા.”
12 પછી મૂસાના સસરા યિથ્રોએ દેવને યજ્ઞો અને દહનાર્પણો ચઢાવ્યાં, અને હારુન ઇસ્રાએલના સર્વ વડીલોને સાથે લઈને દેવ સમક્ષ મૂસાના સસરા સાથે રોટલી ખાવાને માંટે આવ્યો.
13 પછી બીજે દિવસે સવારે મૂસાએ ઘણા લોકોનો ન્યાય કરવાનું શરું કર્યુ જેઓ સવારથી સાંજ સુધી આવતા રહેતા અને પોતાનો વારો આવે ત્યાં સુધી રાહ જોતા.
14 મૂસા લોકો માંટે જે કંઈ કરતો હતો તે સઘળું મૂસાના સસરાએ જોયું, તેથી તેણે મૂસાને કહ્યું, “લોકોના માંટે તમે આ શું કરો છો? તું એકમાંત્ર ન્યાયાધીશ તરીકે બેસી રહે છે અને લોકો તારી પાસે સવારથી સાંજ સુધી આવ્યા જ કરે છે!”
15 ત્યારે મૂસાએ પોતાના સસરાને કહ્યું, “લોકો માંરી પાસે આવે છે; અને તેમની સમસ્યાઓના સંબંધમાં દેવની ઈચ્છાની બાબતમાં પૂછે છે.
16 એ લોકોમાં કોઈ વિવાદ થયો હોય, તો તેઓ માંરી પાસે આવે છે. અને કોણ સાચું છે તે નક્કી કરુ છું. આ રીતે હું તેઓને દેવના કાનૂનો અને ઉપદેશો શીખવું છું.”
17 પરંતુ મૂસાને તેના સસરાએ કહ્યું, “તું જે રીતે આ કરી રહ્યો છે તે યોગ્ય નથી.
18 તારા એકલાથી આ કામ થઈ શકશે નહિ. તું એકલો આ કામ નહિ કરી શકે. આમ તો તમે અને તમાંરી સાથેના આ માંણસો થાકી જશો.
19 હું તને સલાહ આપું છું, તારે શું કરવું જોઈએ, એ હું તને બતાવું છું. “હું દેવને પ્રાર્થના કરું છું કે દેવ તને મદદ કરે. તારે દેવ સમક્ષ એ લોકોના પ્રતિનિધિ થવું જોઈએ અને તે લોકોના પ્રશ્નો તેમની આગળ રજૂ કરવા જોઈએ.
20 અને તારે તો લોકોને દેવના કાનૂનો અને ઉપદેશો અને આ કાયદાઓ ન તોડવા ચેતવવાના છે, શીખવવાના છે. તેઓને જીવનનો સાચો માંર્ગ અને શું કરવું તે જણાવવાનું છે.
21 વધારામાં દેવનો ડર રાખનાર, તથા સર્વ લોકોમાંથી હોશિયાર અને વિશ્વાસપાત્ર હોય, તથા લાંચરૂશ્વતને ધિક્કારતા હોય એવા માંણસોને પસંદ કરીને તેઓને હજાર હજાર, સો સો, પચ્ચાસ પચ્ચાસ અને દશ દશ માંણસોના ઉપરીઓ નિયુક્ત કરો.
22 “પછી એ ઉપરીઓ પ્રતિનિધિઓને લોકોનો ન્યાય કરવા દો. જો કોઈ બહુ જ ગંભીર સમસ્યા હોય તો ઉપરી પ્રતિનિધિ નિર્ણય કરશે અને પછી તેઓ તમાંરી પાસે આવી શકશે. પરંતુ બીજા નાના નાના પ્રશ્નોનો નિર્ણય તેઓ કરશે. આમ તમાંરા કાર્યમાં તેઓ સહભાગી થશે અને તમાંરું કામ હળવું થશે.
23 હવે જો તું આ બધુંજ કરીશ, તો દેવના ઈચ્છતા તું કદી થાકીશ નહિ અને આ બધાં લોકો પણ સંપૂર્ણપણે સંતોષી થઈ પોતાના ધરે પાછા ફરશે.”
24 પછી મૂસાએ પોતાના સસરાનું કહ્યું સ્વીકાર્યું, અને તેણે તે પ્રમાંણે કર્યુ.
25 પછી તેણે સર્વ ઇસ્રાએલના લોકોમાંથી સારા માંણસો પસંદ કર્યા અને તેમને હજારના, સોના, પચાસના, તથા દશ માંણસોના ઉપરી નિયુક્ત કર્યા.
26 ત્યાર બાદ તે લોકો જ બધો સમય લોકોનો ન્યાય કરવા લાગ્યા. ફક્ત મુશ્કેલ પ્રશ્નો હોય તો જ તેઓ મૂસા આગળ લાવતા, અને નાના પ્રશ્નો તેઓ જાતે પતાવતા.
27 ત્યાર બાદ મૂસાએ પોતાના સસરા યિથ્રોને વિદાય આપી અને પછી યિથ્રો તેના વતનમાં પાછો ફર્યો.

Exodus 18:1 Gujarati Language Bible Words basic statistical display

COMING SOON ...

×

Alert

×