Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

Books

Exodus Chapters

Exodus 35 Verses

Bible Versions

Books

Exodus Chapters

Exodus 35 Verses

1 મૂસાએ સર્વ ઇસ્રાએલી લોકોની એક સભા ભેગી કરી તેઓને કહ્યું, “યહોવાએ તમને આટલા નિયમોનું પાલન કરવાની આજ્ઞા કરી છે:
2 “માંત્ર છ દિવસ તમાંરે કામ કરવું. સાતમો દિવસ યહોવાને સમર્પિત કરેલ વિશ્રામનો દિવસ છે. તે દિવસે જે કોઈ કામ કરે તેને મોતની સજા કરવી.
3 સાબ્બાથના દિવસે તમે જ્યા પણ રહેતા હોય ત્યાં આગ પેટાવાની મનાઈ છે.”
4 પછી મૂસાએ ઇસ્રાએલીઓના સમગ્ર સમાંજને કહ્યું, “યહોવાએ આ આજ્ઞા આપી છે:
5 દેવ માંટે ખાસ ભેટો ભેગી કરો. તમાંરામાંથી પ્રત્યેકે તમાંરા હૃદયમાં નક્કી કરવું કે તમાંરે શું આપવું છે. જેઓના હૃદય ઉદાર હોય તેઓ યહોવા પાસે અર્પણો લાવે: સોનું, ચાંદી અને કાંસા.
6 ભૂરા, જાંબુડિયા અને કિરમજી રંગનું ઊન, શણનું ઝીણું કાપડ, બકરાંના વાળ,
7 ઘેટાનું પકવેલું ચામડું, કુમાંશદાર ચામડાં, બાવળનાં લાકડાં,
8 દીવા માંટે તેલ, અભિષેકના તેલ માંટે અને ધૂપને માંટે તેજાના, સુંગધીદાર ધૂપ માંટે સુગંધી દ્રવ્યો,
9 યાજકના એફોદ અને ઉરપત્ર ઉપર જડવા માંટે ગોમેદ પાષાણ અને અન્ય પાષાણો.
10 “તમાંરામાંથી જેઓ ખાસ કુશળ કારીગરો છે તેઓ આવે અને યહોવાએ જે બનાવવાની આજ્ઞા કરી છે તે બનાવે:
11 પવિત્રમંડપનો તંબુ, તેનાં આચ્છાદન, તેની કડીઓ, પાટિયાં, વળીઓ, થાંભલી અને કૂભીઓ:
12 પવિત્રકોશ અને તેની દાંડાઓ, ઢાંકણ અને દયાસન, પવિત્રસ્થાનને બંધ કરવાનો પડદો;
13 બાજઠ અને તેને ઊંચકવાની દાંડીઓ, અને તેનાં બધાં પાત્રો; ધરાવેલી રોટલી.
14 દીપવૃક્ષ અને દીવાઓ, તેનાં સાધનો, કોડિયાં અને પૂરવાનું તેલ.
15 “ધૂપની વેદી અને તેની દાંડીઓ, અભિષેક માંટેનું તેલ, સુગંધીદાર ધૂપ, અને મૂલાકાતમંડપનો પ્રવેશદ્વાર માંટેનો પડદો.
16 આહુતિ માંટે વેદી, અને તેની કાંસાની જાળી; થાંભલાઓ અને વેદી પર વપરાતી બધી વસ્તુઓ અને કાંસાનું પહોળુ વાસણ અને તેનું તળ. વેદીને ઊચકવાનાં બધાં સાધનો, દાંડા, કડી અને તેની ધોડી;
17 આંગણાની ભીતો માંટેના પડદાઓ, સ્તંભો, તેઓની કૂભીઓ અને આંગણાનાં પ્રવેશદ્વાર માંટેના પડદાઓ;
18 મુલાકાતમંડપના અને તેના આંગણાં માંટેના સ્તંભો, આંગણાની ખૂટીઓ અને તેની દોરીઓ,
19 પવિત્રસ્થાનમાં સેવા કરવાના સમયે યાજકોએ ધારણ કરવાના દબદબાભર્યા વસ્ત્રો, એટલે કે યાજક હારુન અને તેના પુત્રો માંટેનાં યાજક તરીકે સેવા કરવા માંટેનાં પવિત્ર વસ્ત્રો.”
20 પછી ઇસ્રાએલીઓના સમગ્ર સમુદાયે ભેટો આપવા માંટેની વસ્તુઓ તૈયાર કરવા માંટે મૂસા આગળથી રજા લીધી. અને પોતપોતાના તંબુઓમાં પાછા ફર્યા.
21 પછી યહોવાના આત્માંથી જેઓના હૃદયોને સ્પર્શ થયો હતો, તે દરેક પોતાની રાજીખુશીથી મુલાકાતમંડપનાં સાધનો માંટે, તેની સામગ્રી માંટે અને પવિત્ર વસ્ત્રો માંટે તેઓનાં અર્પણો લઈને યહોવાને ભેટ ધરવા પાછા આવ્યા.
22 સ્ત્રીઓ અને પુરુષો પણ આવ્યા અને તેમણે દરેકે રાજીખુશીથી-કોઈએ નથ, તો કોઈએ લવિંગિયાં કોઈએ વીટી, તો કોઈએ હાર. એમ વિવિધ પ્રકારના સોનાનાં ઘરેણાં યહોવાને ભેટ ધર્યા.
23 બીજાં કેટલાક ભૂરા, જાંબુડા અને કિરમજી રંગનાં ઊન ઝીણા કાંતેલા શણના કાપડ અને બકરાંના વાળનાં કાપડ લાવ્યાં. વળી લાલા રંગ કરેલાં ઘેટાનાં ચામડાં અને ખાસ રીતે પકવેલાં બકરાંના ચામડાં પણ તેઓ લઈ આવ્યાં.
24 જે કોઈ યહોવાને ચાંદી કે કાંસાની ભેટ ધરાવી શકે તેમ હતા તે સૌ તે લાવ્યા, તો કેટલાક બાંધકામ માંટે જરૂરી બાવળનું લાકડું લાવ્યા.
25 જે સ્ત્રીઓ કાંતવામાં કુશળ હતી, તેમણે ભૂરું, જાંબુડિયું અને કિરમજી ઊન તથા બારીક શણ કાંતી આપ્યું.
26 બીજી કેટલીક કુશળ સ્ત્રીઓએ બકરાંના વાળ કાંતીને કાપડ તૈયાર કરી આપ્યું.
27 યાજકોના ઉરપત્રમાં અને એફોદમાં જડવા માંટે આગેવાનો ગોમેદ પાષાણ અને અન્ય પાષાણ લાવ્યાં.
28 તેમ જ દીવા માંટે તથા અભિષેક અને સુગંધીદાર ધૂપ માંટે સુગંધી દ્રવ્યો અને તેલ લઈ આવ્યા.
29 આ પ્રમાંણે ઇસ્રાએલના લોકોએ યહોવાએ મૂસા માંરફતે જે જે કામો કરવાની આજ્ઞા કરી હતી તેને માંટે તે કાર્યમાં મદદ કરવાની ઈચ્છા જે સ્ત્રી પુરૂષોની હતી તે સૌએ પોતાના અર્પણો રાજીખુશીથી તેમને આપ્યાં.
30 પછી મૂસાએ ઇસ્રાએલીઓને કહ્યું, “જુઓ, યહોવાએ યહૂદાના કુળસમૂહના હૂરના દીકરા ઊરીના દીકરા, બઝાલએલને મંદિરનાં હસ્તકલાનાં કામ માંટે પસંદ કર્યો છે.
31 અને તેનામાં દેવના આત્માંનો સંચાર કરીને તેને દરેક પ્રકારની કારીગરીમાં કુશળતા, સમજદારી તથા હોંશિયારી ભરપૂર આપ્યા છે.
32 સોનાચાંદી અને કાંસાના સાધનો બનાવવામાં, નવી નવી ભાતો ઉપજાવી કાઢવામાં,
33 રત્નોને પહેલ, પાડવામાં, જડવામાં, તથા લાકડામાં કોતરણી કરવામાં, તથા બધા પ્રકારના નકશીકામ કરવામાં તેને કુશળ બનાવ્યો છે.
34 યહોવાએ તેને અને દાનકુળના અહીસામાંખના પુત્ર આહોલીઆવને બીજાને શીખવવાની શક્તિ આપી છે.
35 તેણે તેમને સર્વ પ્રકારનું કામ કરવાનું કૌશલ્ય આપ્યું છે; કોતરણીનું, સિલાઈનું, ભરતકામના કિરમજી રંગના કાપડના પડદાઓની ભાત તૈયાર કરવાનું, ભૂરાં, જાંબુડિયા અને કિરમજી ઊનના અને બારીક શણના ભરતગૂંથણનું અને વણાંટનું, તેઓ સર્વ પ્રકારનું કામ કરી શકે છે અને ભાત રચી શકે છે, સર્વમાં તેઓ શ્રેષ્ઠ પુરવાર થશે.

Exodus 35:1 Gujarati Language Bible Words basic statistical display

COMING SOON ...

×

Alert

×