1
|
“બઝાલએલ, આહોલીઆબ અને અન્ય બધા કારીગરો, જેઓને યહોવાએ કૌશલ્ય અને સમજ આપ્યાં છે જેથી તેઓને મુલાકાતમંડપના બાંધકામને લગતું બધું કામ કરતાં આવડે, તેમણે બરાબર યહોવાની આજ્ઞા મુજબ જ બધું બનાવવાનું છે.” |
2
|
પછી મૂસાએ બઝાલએલને, આહોલીઆબને અને જે કારીગરોને યહોવાએ કૌશલ્ય આપ્યું હતું અને જેઓ કામ કરવાને તૈયાર હતા તે બધાને બોલાવ્યા અને સૌને કામ શરૂ કરવા જણાવ્યું. |
3
|
ઇસ્રાએલીઓએ મંદિર બાંધવા માંટે જે જે ભેટો આપી હતી તે બધી મૂસાએ તેમને સોંપી દીધી. તેમ છતાં ઇસ્રાએલીઓ પ્રતિદિન સવારમાં ભેટ લાવતા રહ્યા. |
4
|
તેથી મંદિરનું કામ કરનારા બધાજ કારીગરો પોતપોતાનું કામ છોડીને મૂસા સમક્ષ આવીને કહેવા લાગ્યા, |
5
|
“યહોવાએ જે કામ કરવાની આજ્ઞા કરી છે તે પૂરુ કરવા માંટે જરૂરી હોય તેના કરતાં ધણું વધારે લોકો લાવ્યા કરે છે.” |
6
|
તેથી મૂસાએ આખી છાવણીમાં ઢંઢેરો પિટાવ્યો કે હવે વધુ ભેટ લાવવાની જરૂર નથી. એટલે લોકોએ ભેટ લાવવાનું બંધ કર્યું. |
7
|
અત્યાર સુધીમાં જે કાંઈ આવ્યું હતું તે બધું કામ પૂરુ કરવા માંટે જોઈએ તેના કરતાં વધારે હતું. |
8
|
સૌથી કુશળ કારીગરોએ પવિત્રમંડપ બનાવ્યો. ઝીણાં કાંતેલા શણ અને ભૂરા કિરમજી અને લાલ ઊનના દશ પડદાઓથી તેમણે તંબુ બનાવ્યો. એના ઉપર કરૂબ દેવદૂતોની આકૃતિઓ ભરેલી હતી. |
9
|
પ્રત્યેક પડદો 28 વાર લાંબો અને 4 વાર પહોળો હતો. બધા જ પડદા સમાંન માંપના હતા. |
10
|
તેમણે પાંચ તાકા જોડીને એક મોટો પડદો બનાવ્યો, અને બીજા પાંચનો બીજો મોટો પડદો બનાવ્યો. |
11
|
તેમણે દરેક મોટા પડદાની બહારની બાજુએ ભૂરા કાપડની પટ્ટીથી પચાસ નાકાં બનાવ્યાં. |
12
|
તેમણે એક મોટા પડદાના પહેલાં પડદાને 50 નાકા બનાવ્યા, અને બીજા મોટા પડદાના છેલ્લા પડદાને એની બરાબર સામે આવે એ રીતે 50 નાકાં બનાવ્યાં. |
13
|
આ નાકાંઓને જોડવા માંટે તેમણે 50 સોનાની કડીઓ બનાવી. અને તેના વડે આ બે પડદાઓને જોડી દીઘા એટલે પવિત્રમંડપનો એક સળંગ તંબુ રચાયો. |
14
|
એ પવિત્રમંડપ ઉપર તંબુ બનાવવા માંટે તેમણે બકરાંના વાળના કાપડના અગિયાર પડદાઓ બનાવ્યા. તે બધા સરખા માંપના હતા. |
15
|
પ્રત્યેક પડદો 30 હાથ લાંબો અને 4 હાથ પહોળો હતો. બધા પડદા એક જ માંપના હતા. |
16
|
બઝાલએલ પાંચ પડદા એકબીજા સાથે જોડી દઈને એક મોટો પડદો બનાવ્યો અને બીજા છ નો બીજો એક મોટો પડદો બનાવ્યો; |
17
|
પછી તેમણે પહેલા મોટા પડદાના છેલ્લા તાકાને 50 નાકાં મૂક્યાં અને બીજા મોટા પડદાની બાજુએ બીજા પચાસ નાકાં મૂક્યાં. |
18
|
આ નાકાંઓને જોડવા માંટે કાંસાની નાના કદની 50 કડીઓ બનાવી તેના વડે એ બે પડદા જોડી દીધા એટલે એક સળંગ તંબુ થઈ ગયો. |
19
|
તેમણે પવિત્રમંડપની છતનું સૌથી ઉપરનું આવરણ બનાવ્યુ. પહેલું ઘેટાનાં લાલ રંગેલાં ચામડાઓમાંથી તથા બીજુ બકરાંના પકવેલાં કુમાંશદાર ચામડાનું બનાવ્યું. |
20
|
પવિત્રમંડપની બાજુની ભીતો માંટે ઊભા ગોઠવવા તેમણે બાવળનાં પાટિયાં તૈયાર કર્યા. |
21
|
પ્રત્યેક પાટિયું 10 હાથ લાંબું અને દોઢ હાથ પહોળું હતું. |
22
|
પ્રત્યેક પાટિયાંને એકબીજા સાથે જોડવા માંટે દરેકને બબ્બે સાલ કાઢયાં હતાં; |
23
|
દક્ષિણ બાજુએ ભીત માંટે 20 પાટિયાં હતાં. |
24
|
તે 20 પાટિયાં ચાંદીની 40 કૂભીઓમાં ઊભા કર્યા હતા, પ્રત્યેક પાટિયું બે કૂભીઓમાં ઊભું કર્યુ હતું. |
25
|
ઉત્તર બાજુએ ભીત માંટે પણ 20 પાટિયાં હતાં. |
26
|
તે 20 પાટિયાં ચાંદીની 40 કૂભીઓમાં ઊભા કર્યા હતાં. પ્રત્યેક પાટિયું બે કૂભીઓ વચ્ચે ઊભુ કર્યુ હતું. |
27
|
મુલાકાતમંડપનો પાછળનો ભાગ પશ્ચિમ દિશામાં હતો અને તેની પછીત માંટે છ પાટિયાં બનાવ્યાં હતાં. |
28
|
અને પછીતના ખૂણાઓ માંટે બે પાટિયાં બનાવ્યાં. |
29
|
પછીતનાં અને ખૂણાઓનાં પાટિયાં નીચેથી જોડેલાં હતાં અને ઠેઠ ઉપરથી પહેલી કડી સુધી જોડી દીધેલાં હતાં. |
30
|
આમ, પશ્ચિમ બાજુએ કુલ આઠ પાટિયાં, ચાંદીની 16 કૂભીઓમાં ઊભા કરેલાં હતાં. અને પ્રત્યેક પાટિયું બે કૂભીઓમાં બેસાડેલું હતું. |
31
|
પછી તેમણે આ પાટિયાઓને તેમની બાજુએથી એક બીજા સાથે જોડી દેવા માંટે બાવળનાં લાકડાંની ભૂંગળો બનાવી, પાંચ તંબુની એક બાજુનાં પાટિયાં માંટે અને બીજી પાંચ બીજી બાજુનાં પાટિયાં માંટે. |
32
|
અને પાંચ ભૂગળો પશ્ચિમની પછીતના પાટિયાં માંટે, |
33
|
આ પાંચ ભૂંગળોમાંથી વચલી ભૂંગળ પાટિયાઓની અડધી ઊચાઈને એક છેડાથી તે બીજા છેડા સુધી લાગેલી હતી. |
34
|
આ પાટિયાઓ અને ભૂંગળો સોનાંથી મઢેલાં હતાં અને કડાંઓ શુદ્ધ સોનાનાં બનાવ્યાં હતાં. |
35
|
અંદરનો પડદો વણાંટકામના કાપડનો બનાવેલો હતો. અને ભૂરા, જાંબુડા અને કિરમજી ઊનનો હતો. તેના ઉપર જરીથી કલાત્મક રીતે કરૂબદેવદૂતોની આકૃતિઓનું ભરત કરવામાં આવ્યું હતું. |
36
|
પડદાને લટકાવવા માંટે બાવળની ચાર થાંભલીઓ બનાવી અને તેને સોને મઢીને, સોનાની વાળી મુકી. અને થાંભળીઓ માંટે ચાર ચાંદીની કૂભીઓ બનાવી. |
37
|
માંડવાના પ્રવેશદ્વાર માંટે બઝાલએલે ભૂરા, કિરમજી અને લાલ ઊનનો તથા ઝીણા કાંતેલા શણનો ભરત ભરેલો પડદો બનાવ્યો. |
38
|
બાવળના લાકડામાંથી પાંચ થાભલી અને કડીઓ તૈયાર કરી સોનાથી મઢી, પછી તેઓને કાંસાની પાંચ કૂભીઓમાં ઊભી કરી. તેના ટોચકાઓને અને પડદાની દાંડીને. પછી સોનાની પાંચ કડીઓ વડે આ પડદો લટકાવવામાં આવ્યો. |
Exodus 36:10 Gujarati Language Bible Words basic statistical display
COMING SOON ...