ઇસ્રાએલીઓના સમગ્ર સમાંજે એલીમથી યાત્રાનો આરંભ કર્યો અને તેઓ એલીમ અને સિનાઈની વચ્ચે આવેલા સીનના રણપ્રદેશમાં આવ્યા. મિસરમાંથી નીકળ્યા પછી બીજા મહિનાનો તે 15 મો દિવસ હતો.
તે લોકોએ મૂસા અને હારુનને કહ્યું, “કઈ નહિ તો આપણે માંસથી ભરેલા વાસણ પાસે પેટ ભરાય ત્યાં સુધી ખાતા બેઠા હતાં. જો યહોવાએ અમને મિસરમાં માંરી નાખ્યા હોત તો સારું થાત. તમે તો સમગ્ર સમાંજને ભૂખે માંરી નાખવા આ રણમાં લાવ્યા છો.”
ત્યારે યહોવાએ મૂસાને કહ્યું, “હું આકાશમાંથી તમાંરા લોકો માંટે અનાજનો વરસાદ વરસાવીશ. અને આ બધા લોકોએ પ્રતિદિન બહાર નીકળીને તે દિવસ પૂરતું અનાજ વીણી લાવવું. જેને કારણે હું તેમની પરીક્ષા કરી શકું કે તેઓ માંરા નિયમ પ્રમાંણે વર્તશે કે નહિ.
એટલા માંટે મૂસા અને હારુને ઇસ્રાએલના લોકોને કહ્યું, “આજે રાત્રે તમે યહોવાની શક્તિ જોશો, અને તમને ખબર પડશે કે મિસર દેશમાંથી તમને લોકોને બચાવીને બહાર લાવનાર તે યહોવા છે.
કાલે સવારે તમે લોકો યહોવાનું ગૌરવ જોશો કારણ કે તેમણે તેમની વિરુદ્ધની તમાંરી ફરિયાદ સાંભળી છે, તમે હમેશા અમને ફરિયાદ કરો છો, હવે કદાચ અમને થોડો આરામ મળે.”
પછી મૂસાએ તેમને કહ્યું, “યહોવા, સાંજે તમને માંસ ખાવા માંટે આપશે, વળી સવારે ઘરાઈને ખાવા માંટે રોટલી આપશે, કારણ કે તમે તેમની વિરુદ્ધ જે ફરિયાદો કરો છો તે તેમણે સાંભળી છે. પણ હવે કદાચ અમને થોડો આરામ મળે. યાદ રાખજો કે તમાંરી ફરિયાદ અમાંરી વિરુદ્ધ નથી, પણ યહોવાની વિરુદ્ધ છે.”
હારુને ઇસ્રાએલના સમગ્ર લોકસમુદાયને સંબોધન કર્યું; તે બધા એક જ સ્થાન પર ભેગા થયા હતા. તે સભાને કહેતો હતો તે દરમ્યાન તેમણે રણ તરફ જોયું, તો તે લોકોને વાદળમાં યહોવાનાં ગૌરવનાં દર્શન થયાં,
ઇસ્રાએલના લોકો આ જોઈ પરસ્પર એક બીજાને પૂછવા લાગ્યા, “આ શું છે?” કારણ કે એમને ખબર ન હતી કે એ શું છે. ત્યારે તેઓને મૂસાએ કહ્યું, “એ તો યહોવાએ તમને ખાવા માંટે આપેલો ખોરાક છે.”
યહોવાની એવી આજ્ઞા છે કે, ‘તમે પ્રત્યેક જણ પોતાનાથી ખાઈ શકાય તેટલું ભેગું કરી લો, માંથાદીઠ બે પાયા પ્રમાંણે તમાંરા તંબુમાં રહેનારા માંણસોના પ્રમાંણે લઈ લો.”‘
અને પછી તેઓએ ઓમેરથી માંપિયાથી માંપ્યું ત્યારે જેણે વધુ લીધું હતું તેનું વધ્યું નહિ કે જેણે ઓછું ભેગું કર્યુ હતું તેનું ઘટયું નહિ. પ્રત્યેક માંણસે પોતાના ખાવા પૂરતું જ એકઠું કર્યુ હતું.
પરંતુ તેઓએ મૂસાનું કહ્યું માંન્યું નહિ અને તેમાંના કેટલાકે થોડું સવાર માંટે રાખ્યું તો તેમાં કીડા પડયા, અને તે ગંધાઈ ઊઠયું તેથી મૂસા તેમના પર ક્રોધે ભરાયો.
અને તેણે તેઓને કહ્યું, “યહોવાની આજ્ઞા એવી છે કે, “આવતી કાલે વિશ્રામવાર છે, યહોવાનો પવિત્ર સાબ્બાથ છે; તેથી તમાંરે જે રાંધવુ હોય તે રાંધી લો, અને જે વધે તે તમાંરા માંટે સવાર સુધી રાખી મૂકો.”
જુઓ, યહોવાએ તમાંરા માંટે વિશ્રામવાર આપ્યો છે, તેથી છઠ્ઠે દિવસે તે તમને બે દિવસ માંટે ચાલે તેટલુ અન્ન આપશે, તેથી સાતમે દિવસે પ્રત્યેક જણે પોતપોતાના ઘરમાં રહેવું અને કોઈએ બહાર નીકળવું નહિ.”
ત્યારે મૂસાએ કહ્યું, “યહોવાએ આદેશ આપ્યો છે કે, ‘તમાંરા વંશજોને માંટે તેમાંથી8કપ ભરીને માંન્ના રાખી મૂકો; જેથી હું તમને મિસરમાંથી બહાર લઈ આવ્યો ત્યારે મેં તમને લોકોને જે ભોજન ખવડાવ્યું હતું તે તેઓ જોઈ શકે.”‘
પછી ઇસ્રાએલના લોકોએ 40 વર્ષ પર્યંત વસવાટ કરવા યોગ્ય પ્રદેશમાં તેઓ આવ્યા ત્યાં સુધી-માંન્ના ખાધું. તેઓ કનાન દેશની સરદહમાં પહોંચ્યા ત્યાં સુધી તેઓએ માંન્ના ખાધું.