Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

Books

Genesis Chapters

Genesis 7 Verses

Bible Versions

Books

Genesis Chapters

Genesis 7 Verses

1 પછી યહોવાએ નૂહને કહ્યું, “મેં જોયું છે કે, આ સમયે પાપી લોકોમાં તું જ એક ન્યાયી વ્યકિત છે એટલે તું તારા પરિવારને ભેગો કર. અને તમે બધા વહાણમાં જાઓ.
2 પ્રત્યેક શુદ્ધ પ્રાણીઓની સાત સાત જોડ (સાત નર અને સાત માંદા) સાથે લઈ લો અને પૃથ્વીના બીજા અશુદ્વ પ્રાણીઓની એક એક જોડ જેમાં એક નર અને એક માંદા હોય તે લઈ લો.
3 હવામાં ઉડનારાં બધાં જ પક્ષીઓની સાત જોડ (સાત નર અને સાત માંદા) લઈ આવો. આથી આ બધાં જ પ્રાણીઓ પૃથ્વી પર જીવતા રહેશે. જયારે બીજા પ્રાણીઓ નાશ પામશે.
4 હવે હું સાત દિવસ પછી 40 દિવસ અને 40 રાત પૃથ્વી પર વરસાદ વરસાવીશ. અને મેં ઉત્પન્ન કરેલ એક એક જીવને હું પૃથ્વી પરથી ભૂંસી નાખીશ.”
5 અને નૂહે યહોવાની બધી જ વાતો સ્વીકારી અને યહોવાની આજ્ઞા પ્રમાંણે કર્યું.
6 પૃથ્વી પર જળપ્રલય થયો, ત્યારે નૂહને 600 વર્ષ થયાં હતાં.
7 નૂહ અને તેનો પરિવાર જળપ્રલયથી બચવા માંટે વહાણમાં ચાલ્યા ગયાં. નૂહની પત્ની, તેના પુત્રો અને પુત્રવધૂઓ તેમની સાથે હતાં.
8 દેવની નૂહને આજ્ઞા પ્રમાંણે, શુધ્ધ પ્રાણીઓ અને અશુધ્ધ પ્રાણીઓ અને પક્ષીઓ તથા પેટે ચાલનારા પ્રાણીઓએ દરેકમાંથી બે નર અને બે માંદા વહાણમાં નૂહ સાથે ચઢી ગયાં.
10 સાત દિવસ પછી પ્રલયનાં પાણી પૃથ્વી પર ફરી વળ્યંા. ધરતી પર વર્ષા થઈ.
11 બીજા મહિનાના સત્તરમાં દિવસે જયારે નૂહ 600વર્ષની ઉમરનો હતો, જમીનમાંથી પાતાળના ઝરણાંઓ ફૂટી નીકળ્યાં. અને જમીનમાંથી પાણી વહેવા માંડયું. તે દિવસે પૃથ્વી પર ભારે વર્ષા થઈ. જાણે કે, આકાશની બારીઓ ઉઘડી ગઈ. 40 દિવસ અને 40 રાત સુધી પૃથ્વી પર વરસાદ વરસતો રહ્યો. બરાબર તે જ દિવસે નૂહ તેની પત્ની, તેના પુત્રો, શેમ, હામ, અને યાફેથ અને તેમની પત્નીઓ વહાણમાં ગયાં.
14 તેઓ તેમજ દરેક જાતનાં પૃથ્વી પરનાં પ્રાણીઓ વહાણમાં હતાં. દરેક જાતના પશુ, દરેક જાતનાં પેટે ચાલનારાં પ્રાણીઓ અને દરેક જાતનાં પક્ષી તેમજ પાંખવાળા જીવો વહાણમાં ચઢી ગયાં હતાં.
15 તે બધાં જ પ્રાણીઓ નૂહની સાથે વહાણમાં ગયાં હતા, દરેક પ્રકારના જીવિત જાનવરોનાં તે જોડાં હતાં.
16 દેવની આજ્ઞા પ્રમાંણે બધાં જ પ્રાણીઓ જોડીમાં વહાણમાં ચઢી ગયા. તેઓના વહાણમાં આવી ગયા બાદ યહોવાએ તેની પાછળનો દરવાજો બંધ કરી દીધા.
17 ચાળીસ દિવસ સુધી પૃથ્વી પર જળપ્રલય ચાલુ રહ્યો. પાણી વધતાં ગયાં. અને વહાણ પૃથ્વીથી અધ્ધર ઊંચકાવા લાગ્યું.
18 પાણી ચઢતાં જ ગયા અને ખૂબ વધી ગયા, અને વહાણ પાણી ઉપર તરવા લાગ્યું.
19 પાણી પૃથ્વી પર એટલા બધાં ચઢયાં કે, આકાશ નીચેના બધાં જ ઊંચા પર્વતો ઢંકાઈ ગયા.
20 અને પાણી વધીને ઉંચામાં ઉંચા પર્વતોથી ઉપર 20 ફૂટ ચઢી ગયાં હતાં.
21 પૃથ્વી પરના બધાં જ જીવો મરી ગયા. દરેક પુરુષ અને સ્ત્રી મરી ગયાં. બધાં જ પક્ષીઓ અને બધી જ જાતનાં પ્રાણીઓ પણ મરી ગયાં. 23 આ રીતે દેવે પૃથ્વી પરના બધાંજ જીવિત, મનુષ્ય, બધાં જ પ્રાણી, બધાં જ પેટે ચાલનારાં જીવો અને બધાં જ પક્ષીઓનો નાશ કર્યો. એ બધાં જ પૃથ્વી પરથી ભૂંસાઈ ગયાં. માંત્ર નૂહ અને તેની સાથે વહાણમાં જેઓ હતાં તેઓ જ બચ્યા.
23 અને 150 દિવસ સુધી જમીન લગાતાર પાણીથી ઢંકાયેલી રહી.

Genesis 7 Verses

Genesis 7 Chapter Verses Kannada Language Bible Words display

COMING SOON ...

×

Alert

×