પૃથ્વી પર મનુષ્યોની વસતી વધતી ગઈ. અને તેમને ત્યાં પુત્રીઓ જન્મી. જયારે દેવના દીકરાઓએ જોયું કે, આ કન્યાઓ સુંદર છે એટલે તેઓએ તેમની ઈચ્છા પ્રમાંણે તેઓની સાથે લગ્ન કર્યા.
અને આ સ્ત્રીઓએ બાળકોને જન્મ આપ્યા.’ તે સમય દરમ્યાન અને તે પછી પણ પૃથ્વી પર નેફિલિમ વસતા હતા. તેઓ દેવના પુત્રો અને માંનવોની પુત્રીઓના જાતિય સંબંધથી જન્મ્યા હતા. તેઓ પ્રાચીનકાળના વિખ્યાત પુરુષો હતા.
(3-4) ત્યારે યહોવાએ કહ્યું, “માંરા આત્માંને હું કાયમ માંટે મનુષ્યો દ્વારા દુ:ખી નહિ થવા દઉં, કારણકે તેઓ આખરે તો મનુષ્યો જ છે. તેઓનું આયુષ્ય 120 વર્ષનું થશે.”
આથી યહોવાએ કહ્યું, “‘મેં બનાવેલ પૃથ્વીના બધાં જ લોકોનો હું વિનાશ કરીશ. હું પ્રત્યેક વ્યકિત, પ્રાણી અને પૃથ્વી પર પેટે ચાલવાવાળા પ્રત્યેક પ્રાણીઓનો નાશ કરીશ. હું આકાશમાં ઊડનારાં પક્ષીઓનો પણ નાશ કરીશ. કારણ કે મને એ બાબતનું દુ:ખ છે કે, મેં આ બધું શા માંટે બનાવ્યું?”
(11-12) દેવે પૃથ્વી પર નજર કરી અને તેમણે જોયું કે, લોકોએ પૃથ્વીને ભ્રષ્ટ કરી દીધી છે. પ્રત્યેક જગ્યાએ ઉત્પાત દેખાતો હતો. લોકો પાપી અને દુરાચારી થઈ ગયા હતા. અને તેઓએ પૃથ્વી પર પોતાનું જીવન નષ્ટ કરી નાખ્યું હતું.
પૃથ્વી પરના દરેક જાતના પક્ષીઓના જોડા પણ શોધો. અને દરેક જાતનાં પશુઓમાંથી તથા પેટે ચાલનારાં પ્રત્યેક જોડાંને પણ શોધો. પૃથ્વી પરના પ્રત્યેક પ્રકારના પ્રાણીઓના જોડામાં નર અને માંદા તમાંરી સાથે હશે. વહાણમાં તેઓને જીવતાં રાખવાં.