તેથી ચૌદમાં વષેર્ કદોરલાઓમેર બીજા રાજાઓ સાથે તેમની વિરુધ્ધ લડવા માંટે આવ્યો. તેમણે રફીઓને લોકો આશ્તરોથ-કારનાઇમ, ઝુઝી લોકોને હામમાં, એમી લોકોને શાવેહ કિર્યાથાઈમમાં,
ત્યારપછી રાજા કદોલવિમેર પાછો ફર્યો અને એન-મિશ્પાટ એટલે કે, કાદેશ આવીને તેમણે અમાંલેકીઓના સમગ્ર પ્રદેશને તથા હાસસોનતામાંરમાં રહેતા અમોરીઓને પણ તાબે કર્યાં.
તે સમય પછી સદોમનો રાજા, ગમોરાહનો રાજા, આદમાંહનો રાજા, સબોઈમનો રાજા અને બેલાનો એટલે કે, સોઆરનો રાજા, તેઓ બધા ભેગા મળીને પોતાના શત્રુઓ સામે લડવા માંટે ગયા.
તેઓ સિદીમની ખીણમાં એલામના રાજા કદોરલાઓમેર તથા ગોઈમના રાજા તિદાલ. શિનઆરના રાજા આમ્રાફેલ અને એલ્લાસારના રાજા આર્યોખ સામે યુદ્વે ચઢવા તૈયાર થયા. ચાર રાજાઓ સામે પાંચ રાજાઓ લડી રહ્યા હતા.
પછી એક ન પકડાયેલા માંણસે ઇબ્રામ જે હિબ્રૂ હતો તેને આ બધાનો અહેવાલ આપ્યો. ત્યારે ઇબ્રામ અમોરી માંમરેનાં વિશાળ વૃક્ષો પાસે રહેતો હતો. માંમરે એશ્કોલ અને આનેરનો ભાઈ થતો હતો. તેઓએ ઇબ્રામને મદદ કરવા એક સંધિ કરી.
અને ઇબ્રામ દુશ્મનો દ્વારા ચોરાયેલી બધી વસ્તુઓ પાછી લાવ્યા. અને પોતાના કુટુંબી લોતને તથા તેની માંલમત્તા અને સ્ત્રીઓ તેમજ બાકીના લોકોને પણ તે પાછા લઈ આવ્યા.
જે તમાંરી વસ્તુઓ છે તેમાંથી કંઈ પણ લઈશ નહિ. તારો એક તાંતણો કે, જોડાની વૅંધરી સુદ્વાં નહિ લઉ. હું એ નથી ઈચ્દ્ધતો કે, તું એમ કહે કે, ‘મેં ઇબ્રામને ધનવાન બનાવ્યો છે.’
હું તો ફકત એ જ ભોજનનો સ્વીકાર કરીશ જે માંરા જુવાનોએ ખાધું છે. પરંતુ તમે બીજા લોકોને તેનો ભાગ આપો. આપણી લડાઈમાં જીતેલી વસ્તુઓ તમે લઈ લો અને તેમાંથી થોડીક આનેર એશ્કોલ અને માંમરેને આપો. આ લોકોએ લડાઈમાં મને મદદ કરી હતી.”