Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

Books

Leviticus Chapters

Leviticus 27 Verses

Bible Versions

Books

Leviticus Chapters

Leviticus 27 Verses

1 યહોવાએ મૂસાને કહ્યું,
2 “ઇસ્રાએલ પુત્રોને આ કહે, જો કોઈ માંણસ યહોવાને ખાસ પ્રતિજ્ઞા કરે કે તે કોઈ બીજા વ્યક્તિને દેવને અર્પણ કરશે, તો યાજકે તે માંણસની કિંમત ઠરાવવી જેથી બીજુ કોઈ તેને દેવ પાસેથી પાછો ખરીદી શકે. તે વ્યક્તિની કિંમત નીચે જણાવ્યા મુજબ નક્કી કરવી.
3 વીસથી તે સાઠ વર્ષ સુધીની ઉમરના પુરુષની કિંમત મુલાકાતમંડપના ધોરણ અનુસાર 50 શેકેલ ચાંદી.
4 વીસથી તે સાઠ વર્ષ સુધીની સ્ત્રી હોય તો30 શેકેલ ચાંદી.2 શેકેલ અને છોકરીની કિંમત 10 શેકેલ.
5 પાંચથી વીસ વર્ષની ઉમરના છોકરાની કિંમત 20 શેકેલ અને છોકરીની કિંમત 10 શેકેલ.
6 એક મહિનાથી 5 વર્ષ સુધીના છોકરાની કિંમત 5 શેકેલ અને છોકરીની કિંમત 3 શેકેલ.
7 સાઠ અને ઉપરની ઉમરના પુરુષની કિંમત 15 શેકેલ; સ્ત્રીની કિંમત 10 શેકેલ ચુકવે.
8 “પણ જો કોઈ વ્યક્તિ આ કિંમત ચુકવી શકે તેમ ના હોય, તો તેણે તે વ્યક્તિને યાજક સમક્ષ રજૂ કરવી અને યાજકે તેની કિંમત પ્રતિજ્ઞા લેનાર વ્યક્તિ ચૂકવી શકે તેટલી નક્કી કરવી.”
9 “જો યહોવાને ધરાવી શકાય એવું કોઈ પ્રાણી અર્પણ કરવાની પ્રતિજ્ઞા લીધી હોય તો તે અર્પણ થનાર પ્રાણી પવિત્ર બની જશે.
10 પ્રતિજ્ઞા બદલી શકાય નહિ, તે પ્રાણીની બીજા પ્રાણી સાથે અદલાબદલી થઈ શકે નહિ સારાને બદલે ખરાબ અને ખરાબને બદલે સારું તેવો ફેરફાર કરી શકાય નહિ. છતાં જો અદલાબદલી કરી હોય તો બંને પશુઓ પવિત્ર બની જાય અને યહોવાના થાય.
11 “પરંતુ પ્રતિજ્ઞા લઈ અર્પણ કરવાનું પ્રાણી નિયમ પ્રમાંણે અશુદ્ધ હોય અને તેનું અર્પણ ન થઈ શકે તો તે પ્રાણી યાજક પાસે લાવવું.
12 યાજક તેની કિંમત નક્કી કરે, પછી પ્રાણી સારું હોય કે ખરાબ તેથી ફરક ન પડે વ્યક્તિએ યાજકે ઠરાવેલ કિંમત માંન્ય રાખવી.
13 જો તે વ્યક્તિ તેને છોડાવવા ઈચ્છતો હોય તો તેણે કિંમત કરતાં પાંચમો ભાગ વધુ ચુકવવો.
14 “જો કોઈ વ્યક્તિ પોતાનું મકાન યહોવાને સમર્પણ કરી દે, તો તે સારું હોય કે ખરાબ તેનાથી કોઈ ફરક ન પડે, યાજક તેની કિંમત નક્કી કરશે અને તે વ્યક્તિએ એ બાંધેલો ભાવ સ્વીકારવો.
15 પછી જો સમર્પણ કરનાર વ્યક્તિ મકાન છોડાવવા ઈચ્છે તો તેણે કિંમત ઉપરાંત વધુ 20ટકા આપવા, એટલે મકાન પાછું તેની માંલિકીનું થઈ જાય.”
16 “જો કોઈ વ્યક્તિ પોતાની માંલિકીની જમીનનો અમુક ભાગ યહોવાને સમર્પણ કરી દે તો તમાંરે તેની કિંમત એમાં જેટલું બિયારણ વાવી શકાતું હોય તેને આધારે નક્કી કરવી, જેમ કે 20 મણ જવની (1 હોમર) જરૂર પડે તો તેનું મૂલ્ય પચાસ શેકેલ થાય.
17 જો કોઈ માંણસ જુબિલી વર્ષમાં પોતાનું ખેતર સ્વેચ્છાએ સમર્પણ કરે તો યાજકે ઠરાવેલી પૂરી કિંમત તેને લાગુ પડે;
18 પણ જો તે જુબિલી વર્ષ પછીથી સમર્પણ કરે તો યાજકે પછીના જુબિલી વર્ષના જેટલા વર્ષ બાકી હોય તેના પ્રમાંણમાં રોકડ કિંમત નક્કી કરવી અને તે આકડાં મુજબ કિંમત ઠરાવવી.
19 પરંતુ જો સમર્પણ કરનાર જમીન છોડાવવા માંગતો હોય તો તેણે ઠરાવેલી કિંમત કરતાં વીસ ટકા વધુ આપવા એટલે તે ખેતરની માંલિકી ફરીથી તેની થાય.
20 પરંતુ જો તે જમીન નહિ છોડાવતાં બીજા કોઈને વેચી દે તો તેને તે કદી પાછું મળે નહિ, કારણ જુબિલી વર્ષના તેના હક્કો યહોવાને આપેલા હોય છે.
21 જ્યારે જુબિલી વર્ષમાં તે ખેતર મુકત થાય, ત્યારે યહોવાને અર્પિત ખેતર તરીકે તે યાજકોને આપવામાં આવે.
22 “જો કોઈ વ્યક્તિ પોતે ખરીદેલું ખેતર સમર્પણ કરે, અને તે તેના પરિવારની મિલકતનો ભાગ નથી,
23 યાજકે બીજા જુબિલી વર્ષને જેટલા વર્ષ બાકી હોય તેને આધારે તેની કિંમત ઠરાવવી, અને તે વ્યક્તિએ નક્કી કરેલી કિંમત યહોવાને તાત્કાલિક અર્પણ કરવી.
24 જુબિલી વર્ષે એ ખેતર તેના મૂળ માંલિક, જેની પાસેથી તે ખરીધું હોય તેને પાછું મળે, જેની એ પોતાના વતનની મિલકત છે.
25 “અધીકૃત માંપ પ્રમાંણે શેકેલમાં ઠરાવાય, એ માંપ પ્રમાંણે શેકેલનુ વજન 10 ગેરાહ હોય.”
26 “કોઈ પણ વ્યક્તિએ બળદ અથવા ઘેટાનાં પ્રથમજનિતને ઐચ્છિકાર્પણ તરીકે યહોવાને ચઢાવવું નહિ, કારણ, એ તો યહોવાનું જ છે; પછી ભલે તે કોઈ પણ પશુનું હોય,
27 પરંતુ જો યહોવાએ માંન્ય કર્યુ ના હોય તો તેવા પ્રાણીના પ્રથમજનિતને અર્પણ તરીકે લાવવામાં આવે, તો યાજક તેની કિંમત ઠરાવે તે ઉપરાંત વીસ ટકા વધુ તે માંલિક આપે. જો તેનો માંલિક તેને છોડાવવા માંગતો ન હોય તો યાજક તે પ્રાણી બીજા કોઈને વેચી શકે છે.
28 “પરંતુ યહોવાને માંત્ર કરેલું કોઈ પણ અર્પણ પછી તે માંણસ હોય, પ્રાણી અથવા વારસામાં મળેલું ખેતર, તો તેને વેચી અથવા છોડાવી શકાય નહિ. કારણ તે યહોવાને પરમપવિત્ર અર્પણ છે,
29 જો તે ખાસ અર્પણ માંણસ હોય તો, તે વ્યક્તિને પાછો ખરીદી ન શકાય તેને માંરી નાખવો.
30 “જમીનની ઉપજનો ઠરાવેલો દશમો ભાગ પછી તે ખેતરના અનાજનો હોય કે વૃક્ષનાં ફળોનો હોય તે યહોવાનો ગણાય, તે પવિત્ર છે, કારણ કે યહોવાને સમર્પિત થેયેલો છે.
31 જો કોઈ વ્યક્તિ આ અનાજ કે ફળનો એ દશમો ભાગ પાછો ખરીદવા ઈચ્છે તો તેની કિંમતમાં વીસ ટકા ઉમેરીને ચૂકવે.
32 “ઢોરઢાંખર તથા ઘેટાબકરાંની તથા બીજા જાનવરોની ગણતરી થાય ત્યારે લાકડી નીચેથી પસાર થતાં દર દશમું પ્રાણી યહોવાનું ગણાય.
33 પસંદ કરેલુ પ્રાણી સારું છે કે ખરાબ તેની ચિંતા માંલિકે ન કરવી. તેને એ પ્રાણી બીજા પ્રાણી સાથે અદલા બદલી ન કરવી. અને તેને જો બીજા પ્રાણીથી બદલવા માંગે, તો બન્ને પ્રાણીઓ દેવના થશે. તે પ્રાણી પાછું ન ખરીદાય.”
34 મૂસાને યહોવાએ ઇસ્રાએલી લોકો માંટે સિનાઈ પર્વત પર આ આજ્ઞાઓ આપી હતી. 

Leviticus 27:1 Gujarati Language Bible Words basic statistical display

COMING SOON ...

×

Alert

×