પછી તેણે એ હારુનના પુત્રો - યાજકો સમક્ષ લાવવું. પછી એક યાજક તેમાંથી એક મૂઠી લોટ, તેલ અને બધો લોબાન લઈને તેને પ્રતીકરૂપે વેદી પર હોમે. આ ખાદ્યાર્પણ અગ્નિ દ્વારા થાય છે તેની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.
“જો કોઈ વ્યક્તિ ભઠ્ઠીમાં બનાવેલી રોટલી યહોવા સમક્ષ ખાદ્યાર્પણ તરીકે લાવે તો તે પણ મેંદાની જ હોય, અને તે તેલથી મોયેલા લોટની બેખમીર પોળીઓ અથવા તેલ ચોપડેલા બેખમીર ખાખરા જ હોય.
“યહોવાને અર્પણ કરવાના કોઈ પણ પ્રકારના ખાદ્યાર્પણમાં આથો ન વાપરવો, અર્થાત ખમીરનો ઉપયોગ કરવો નહિ. કોઈ પણ વ્યક્તિએ દહનાર્પણમાં ખમીર કે મધનો ઉપયોગ કરવો નહિ, કારણ કે તેની છૂટ નથી.
પરંતુ તમાંરે તમાંમ પ્રકારની ખાદ્યાર્પણમાં મીઠું નાખવું. તમાંરા ખાદ્યાર્પણ પર દેવનો અતૂટ કરાર છે, તેથી તેના પ્રતીકરૂપ મીઠું નાખવાનું કદી ભૂલવું નહિ. બધાજ અર્પણોમાં મીઠું ઉમરેવું અને ચઢાવવું.