1
|
તે દિવસે દબોરાહ અને અબીનોઆમના પુત્ર બારાકે આ ગીત ગાયું. |
2
|
“યહોવાની સ્તુતિ કરો, ગુણગાન ગાઓ! કારણ કે ઈસ્રાએલના યોદ્ધાઓ તૈયાર હતાં અને એક સક્ષમ નેતા દ્વારા દોરાઈ જવા માંટે આગળ આવ્યાં. |
3
|
ઓ રાજાઓ, સાંભળો, હું યહોવાના ગીતો ગાઉં છું, હું ઈસ્રાએલના દેવ યહોવાની સ્તુતિ ગાઉ છું. |
4
|
હે યહોવા, તમે સેઈરમાંથી બહાર આવ્યા, તમે અદોમના પ્રદેશમાંથી નીકળ્યા, અને તે સમયે ધરતી ધ્રૂજતી હતી, આકાશ કંપતું હતું, અને વાદળાં પાણી રેડી રહ્યાં હતાં. |
5
|
સિનાઈના દેવ, યહોવાની સામે, ઈસ્રાએલના દેવ યહોવાની સામે પર્વતો પણ થરથરી ગયા. |
6
|
આનાથના પુત્ર શામ્ગારના સમયમાં, યાએલના સમયમાં ધોરીમાંર્ગો પરની લોકોની અવરજવર થંભી ગઈ, અને લોકોએ નાના રસ્તાઓ પરથી ચાલવાનું શરૂ કર્યુ. |
7
|
ઓ દબોરાહ, તું ઈસ્રાએલની માંતા સમી પ્રગટી ત્યાં સુધી ઈસ્રાએલનાં બધાં ગામડાંઓ બિલકુલ ઉજજડ-નિર્જન હતાં. ત્યાં ફકત મોટા નગરો હતાં. |
8
|
ઈસ્રાએલીઓએ નવા દેવ પસંદ કર્યા, પછી તેઓને નગર દરવાજે લડવું પડતું હતું. ભલે તેઓ સંખ્યાની દૃષ્ટિએ 40,000 યોદ્ધાઓ હતાં, પરંતુ તેમની પાસે તરવાર કે બખ્તર નહોતાં! |
9
|
હું માંરી જાતને શૂરવીર ઈસ્રાએલી સૈનિકોને સોપી દઈશ, યહોવાની સ્તુતિ કરો! |
10
|
અરે, ઓ શ્વેત ગર્દભો પર સવારી કરનારાઓ, કિંમતી ગાલીચા પર બેસનારાઓ, પગપાળા પંથ કાપનારાઓ, |
11
|
ઓ જળાશયો આગળ એકત્ર થઈને આનંદના પોકારો કરતાં લોકો યહોવાનાં વિજયગીત ગાય છે. યહોવાએ ઈસ્રાએલના ખેડૂતોના સૈન્ય વડે મહા ઉદ્ધાર કર્યો છે. યહોવાના લોકોએ દરવાજાઓમાં થઈને કૂચ કરી. |
12
|
યહોવાના લોકો નગરમાંથી બહાર દોડી આવ્યા. દબોરાહ, ઊભી થા અને યહોવાની સ્તુતિ ગાઓ, અબીનોઆમના પુત્ર બારાક, ઊભો થા, અને દુશ્મનોને પકડી લે. |
13
|
પછી યહોવાના લોકોમાંથી બચેલા શક્તિશાળી યોદ્ધાઓની સામે નીચે આવ્યા. યોદ્ધાઓની વિરૂદ્ધ તેઓ માંરી સાથે નીચે આવ્યા. |
14
|
એફ્રાઈમના લોકો જેઓ અમાંલેકી વચ્ચે રહેતા હતાં, તે બિન્યામીન, તારા લોકો સાથે નીચે આવ્યા.” માંખીરથી સેનાપતિઓ કૂચ કરીને ધસી આવ્યા, ઝબુલોનના કુળસમૂહના અધિકારીઓ પણ આવી પહોંચ્યા. |
15
|
ઈસ્સાખારના આગેવાનો દબોરાહ સાથે હતાં: ઈસ્સાખારના લોકો બારાકની સાથે રહ્યાં, તેના હુકમથી તેઓ લડાઈના મેદાનમાં ગયા. પણ રૂબેનના કુળનાં સૈનિકો લાંબા સમય સુધી ચર્ચા કરતા રહ્યાં તેથી તેઓ લડવા માંટે ન ગયા. |
16
|
કેમ તમે ઢોરની કોંઢમાં બેસી રહ્યાં હતાં? ઘેટાંના ટોળા માંટે વગાડવામાં આવતું સંગીત સાંભળતા રૂબેનના સૈનિકો લાંબા વખત સુધી ચર્ચા કરતા હતાં. |
17
|
યર્દન નદીની બીજી બાજુએ ગિલયાદના લોકો ઘરમાં જ રહ્યાં, દાનના લોકો વહાણો પાસે શા માંટે રહ્યાં? આશેરના લોકો સમુદ્રકાંઠે રોકાઈ રહ્યાં, અને તેઓ ખાડી પાસે રાહ જોતા રહ્યાં. |
18
|
પણ ઝબુલોનના લોકોએ જીવ જોખમમાં મૂકયો, નફતાલીના લોકોએ પણ યુદ્ધના મેદાનમાં પ્રાણ આપવાની હિંમત કરી મૃત્યુનો સામનો કર્યો. |
19
|
રાજાઓ આવ્યા અને તાઅનાખમાં આવેલી મગિદોના નદીની નજીક યુદ્ધ શરું થયું. કનાનના રાજાઓ યુદ્ધ ચડયા, પણ તેઓને લૂંટ તરીકે ચાંદી ન મળી, જેના માંટે તેઓ લડયા હતાં. |
20
|
આકાશના તારાઓ પણ લડયા. તેઓ આકાશમાંના તેમના ભ્રમણ માંર્ગોમાંથી સીસરા સામે લડયા. |
21
|
પ્રાચીન કીશોન નદીના ધસમસતા પૂર તેમને તાણી ગયા, ઓ માંરા આત્માં, મજબૂત બન અને આગળ ધસ. |
22
|
જેવા ધોડાઓ પૂરપાટ દોડવા લાગ્યા કે તેમના દાબડા ભોંય પર પડધાવા લાગ્યા. |
23
|
યહોવાનો દૂત કહે છે, “મેરોઝ પર શ્રાપ ઊતરશે, તેના વતનીઓ ઉપર શ્રાપ ઊતરશે.” તેઓ યહોવાની મદદે આવ્યા નહોતા; યોદ્ધાઓ વિરૂદ્ધ યહોવાને મદદ કરવા. |
24
|
હેબેર કેનીની પત્ની યાએલ બધી સ્ત્રીઓથી વધારે આશીર્વાદિત થશે, તંબુઓમાં રહેનારી સ્ત્રીઓમાં એ સૌથી વધુ ભાગ્યશાળી છે. |
25
|
સીસરાએ જ્યારે પાણી માંગ્યું તો એણે તેને કિંમતી દૂધ આપ્યું શ્રેષ્ઠ વાટકામાં. |
26
|
તેણે હાથ લંબાવીને તંબુનો ખીલો લીધો, અને જમણે હાથે તેણે કારીગરનો હથોડો ઉપાડયો, પછી સીસરાના માંથામાં તે આરપાર ઠોકી દીધો. |
27
|
તે યોએલના ચરણોમાં ઢળી પડયો અને જયાં પડયો ત્યાં જ મરી ગયો. |
28
|
સીસરાની માં બારીમાંથી જોવા માંટે ડોકું કાઢે છે, અને મોટેથી ચીસ પાડે છે, “હજી તેનો રથ આવતો કેમ નથી? હજી તેના ઘોડા પાછા કેમ ફરતા નથી?” |
29
|
તેથી તેણીની સખીઓમાંની સૌથી શાણીએ જવાબ આપ્યો. ચોક્કસ તે પોતાની જાતને કહી રહી હતી. |
30
|
“તેઓ પુષ્કળ વસ્તુઓ લૂંટતા હશે અને ભાગ વહેંચતા હશે. પ્રત્યેક યોદ્ધાને માંટે એક સ્ત્રી, સીસરા માંટે બે રંગીને વસ્ત્રો, લૂંટારાની ગરદન માંટે ખૂબ મોંધી એક શાલ!” |
31
|
આમ, ઓ યહોવા, તમાંરા સર્વ શત્રુઓ નાશ પામો, પરંતુ તારા ભકતો ઊગતા પ્રખર સૂર્યની જેમ ઝળહળી ઊઠો, ત્યારબાદ 40 વર્ષ સુધી દેશમાં શાંતિ રહી. |
Judges 5:1 Gujarati Language Bible Words basic statistical display
COMING SOON ...